કોરોનાએ ઉંધી રીતે વકરવાનું શરૂ કર્યું, હવે ભારત-બ્રિટનમાંથી મળેલા સ્ટ્રેનનો હાઈબ્રિડ કોરોના કેસ સામે આવ્યો

હાલમાં રોગ એટલા બધા વધી રહ્યા છે કે જાણે દુનિયા પર મોટી આફત આવી ચૂકી હોય. કારણ કે કોરોના હજુ ગયો નથી ત્યાં આપણે ઘણા નવા નવા રોગ જોઈ ચૂક્યા છે. જો કે દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે લાખો લોકો ભોગ બન્યા છે અને મોતને પણ ભેટ્યા છે. પરંતુ હવે બધાની ચિંતામાં વધારો કરે એવા અહેવાલો વિયેતનામથી સામે આવ્યા છે અને ફરી એકવાર ફફડાટ મચી ગયો છે. કારણ કે વિયેતનામમાં કોરોના વાયરસનો એક નવો વેરિએન્ટ મળી આવતા જ હાહાકાર મચી જવા પામ્યો છે.

image source

જો આ વાતમાં સૌથી ચિંતાજનક બાબત વિશે વાત કરીએ તો ભારત અને બ્રિટનમાં મળી આવેલા વાયરસના સ્ટ્રેનનો હાઈબ્રિડ વેરિએન્ટ એટલે કે આ બંને સ્ટ્રેનમાંથી બનેલો આ નવો વાયરસ છે અને જેના કારણે હવે આખી દુનિયામાં ચિંતાનો વિષય બન્યો છે. આ વિશે માહિતી આપતા વિયેતનામના આરોગ્ય મંત્રી ગુયેન ટી. લોંગે શનિવારે કહ્યું હતું કે વિજ્ઞાનીઓએ હાલમાં જ સંક્રમિત જોવા મળેલા કેટલાક દર્દીઓના સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કર્યુ હતું. તેમાં આ નવા હાઈબ્રિડ વેરિએન્ટની ઓળખ થઈ છે. હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે લેબોરેટરી રિપોર્ટમાં આ નવા હાઈબ્રિડ વેરિએન્ટ તેના અન્ય વેરિએન્ટની તુલનામાં વધુ ઝડપથી ફેલાઈ શકે છે.

image source

જો વાત કરીએ પ્રથમ લહેરની તો કોરોનાની પ્રથમ લહેર વખતે વિયેતનામે સફળતાપૂર્વક કોરોનાને અંકુશમાં લીધો હતો. જો કે આ નવા હાઈબ્રિડ વેરિએન્ટ મળ્યાના અહેવાલો વચ્ચે હાલ વિયેતનામમાં ઝડપભેર કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. એપ્રિલથી અત્યાર સુધીમાં જ વિયેતનામમાં કુલ 6856 રજિસ્ટર્ડ કેસ જોવા મળ્યા. જેમાંથી 47 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

image source

વધતા કેસનું કારણ જણાવતા પણ વિયેતનામના આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે હાલ દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ઝડપી વધારો જોવાયો છે. જેનું કારણ આ હાઈબ્રિડ વેરિએન્ટ હોઈ શકે છે. વાસ્તવમાં, લેબોરેટરી ટેસ્ટના રિપોર્ટ દર્શાવે છે કે નવો હાઈબ્રિડ વેરિએન્ટ ઝડપથી મ્યુટેટ થઈ રહ્યો છે અને તેના કારણે દેશમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા હોય એ શક્ય છે.

image source

તો વળી આ તરફ વિશ્વ આરોગ્ય સંસ્થએ એક યાદી જારી કરી છે, જેમાં દુનિયામાં જોવા મળેલા કોરોના વાયરસના ચાર સ્ટ્રેનને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ની શ્રેણીમાં રખાયા છે. એ જ રીતે દક્ષિણ પશ્ચિમી એશિયન દેશમાંથી સાત વેરિએન્ટ આ પહેલાં પણ મળી આવ્યા છે. જેમાં B.1.222, B.1.619, D614G, B.1.1.7 એ યુકેમાંથી મળેલા વેરિએન્ટ મનાય છે અને A.23.1 તથા B.1.617.2 ભારતમાંથી પ્રથમ વેવ વખતે મળેલા વેરિએન્ટસને માવનામાં આવે છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે આખરે આ વેરિએન્ટનું કોઈ સમાધાન મળે છે કેમ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!