હવે વિશ્વના કોઈ પણ ખૂણામાં સફર કરવા વેક્સિન પાસપોર્ટની પડશે ખાસ જરૂર, જાણો આ વિશે A TO Z માહિતી…

મિત્રો, જો હવે તમારે એક દેશથી બીજા દેશ તરફ યાત્રા કરવી છે તો તમારે ફરજીયાતપણે વેક્સિન પાસપોર્ટની આવશ્યકતા પડશે. એવુ કહેવામા આવી રહ્યુ છે કે, વર્ષ ૨૦૨૧મા આ વેક્સિન પાસપોર્ટ એ લોકો માટે એક ખુબ જ અગત્યનો અને મહત્વપૂર્ણ દસ્તાવેજ સાબિત થઇ શકે છે.

image source

હાલ, કોરોનાના રોગચાળાના કારણે સમગ્ર વિશ્વ બદલાઈ રહ્યુ છે, સમગ્ર વિશ્વની સરકારો હાલ આ કોરોનાની બીમારીને અટકાવવા માટે જુદા-જુદા માર્ગો શોધી રહી છે અને નવા-નવા નિયમો પણ હાલ લાગુ કરવામા આવી રહ્યા છે. આ નવા નિયમો અને પરિવર્તનો સાથે ચાલતા જીવનને હાલ ફરી સામાન્ય બનાવવાના પ્રયાસ કરવામા આવી રહ્યા છે.

image source

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, હવે એક દેશથી બીજા દેશમા યાત્રા કરવા માટે વેક્સિન પાસપોર્ટ જરૂરી બની ગયુ છે. એવી વાતો સંભળાઈ રહી છે કે, હાલના વર્ષ ૨૦૨૧મા વેક્સિન પાસપોર્ટ એ આપણા માટે સૌથી મહત્વપૂર્ણ મુસાફરી દસ્તાવેજ સાબિત થશે.

image source

હાલ, પ્રવર્તમાન સમયમા જ્યારે વૈશ્વિક સ્તરે કોરોનાના દરમા ઘટાડો થયો છે ત્યારે બે દેશો વચ્ચે ફ્લાઇટ્સની સેવા પણ શરૂ કરવામા આવી રહી છે. આ ફ્લાઇટ્સની વ્યવસ્થા સામાન્ય બની રહે તે માટે અનેકવિધ પ્રયાસ કરવામા આવી રહ્યા છે. હાલની પ્રવર્તમાન સ્થિતિને જોઇને વેકેશન સર્ટિફિકેટ અને તેમના દેશોના ટ્રાવેલ પરમિટની પરવાનગી જેવા દસ્તાવેજો ફરજિયાત બનાવી શકાય છે.

image source

આ પ્રક્રિયા હાલ ઘણા દેશોમા શરૂ થઈ ચૂકી છે. આ કાગળો તમને ઇ-ફોર્મેટ અથવા તો ડિજિટલ ફોર્મેટમા મળી રહેશે. તેની ઓળખ વેક્સિન પાસપોર્ટ તરીકે કરવામા આવી રહી છે. વર્લ્ડ ટૂરિઝમ સંસ્થાના જનરલ સેક્રેટરી, જુરાબ પોલોલિકશવિલીએ જણાવ્યુ છે કે, વેક્સિન પાસપોર્ટ એ વૈશ્વિક સ્તરે અપનાવવુ જોઇએ અને તેનો અમલ પણ કરવો જોઇએ.

ડિસેમ્બર માસની શરૂઆતમા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વાત સ્પષ્ટ કરી હતી કે, તે હાલ ઇ-વેક્સિન સર્ટિફિકેટનો ઉપયોગ કરવા પર ખુબ જ ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. અમેરિકાએ પણ આ રસીકરણનુ પ્રમાણપત્ર આપવાની વિશેષ તૈયારી દર્શાવી હતી. આ એક ખુબ જ મહત્વની બાબત છે કે, આવી સિસ્ટમ ક્યુઆર કોડ દ્વારા વુહાનમા પહેલેથી જ કાર્યરત છે.

image source

ફેબ્રુઆરી માસની શરૂઆતમા જ યુરોપિયન દેશ ડેનમાર્કે મુસાફરી અને જાહેર જીવન પરના પ્રતિબંધોને સરળ બનાવવા માટે ‘વેક્સિન પાસપોર્ટ’ શરૂ કરવા અંગેની જાહેરાત કરી હતી. વાસ્તવમા આ દેશની સરકારનુ કહેવુ એવુ છે કે, તેણે આ પ્રકારનો ડિજિટલ પાસપોર્ટ તૈયાર કરી લીધો છે. તે પાસપોર્ટ ધારકે કોરોના રસી લીધી છે કે, કેમ તે જાણવામાં મદદ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!