Site icon News Gujarat

ઘરે જ થશે કોરોના ટેસ્ટ, હવે લાઈનમાં નહીં ઉભવું પડે, ICMRએ રેપિડ એન્ટિજન ટેસ્ટ માટે કિટને મંજૂરી આપી દીધી

હાલમાં કોરોના સમય ચાલી રહ્યો છે. ત્યારે લોકોને સામાન્ય લક્ષણો દેખાય તો પણ ટેસ્ટ કરવાની ફરજ પડે છે. કારણ કે ક્યાંક ખોટું ઈન્ફેક્સન વધી જાય તો સારવારમા મોડું થઈ જાય. માટે લાઈનમાં પણ ઉભુ રહેવું પડે છે. જો કે હવે કોરોના ટેસ્ટ ઘરે પણ થઈ શકશે. કારણ કે કોરોના ટેસ્ટિંગ પર ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે મોટો નિર્ણય લીધો. ICMRએ ઘરમાં કોરોના ટેસ્ટ કરવા માટે એક રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટને મંજૂરી આપી દીધી અને જેના કારણે હવે લોકોમાં મોટી રાહત જોવા મળી રહી છે.

image source

મળતી માહિતી પ્રમાણે જે કિટને મંજુરી આપવામાં આવી છે એ કિટ દ્વારા લોકો નાક દ્વારા સેમ્પલ લઈને સંક્રમણની તપાસ કરી શકશે અને નક્કી કરી શકશે કે કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ. એના ઉપયોગ માટે નવી એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે. ICMR તરફથી કહેવામાં આવ્યું છે કે હોમ ટેસ્ટિંગ માત્ર સિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે છે અથવા તો એવા લોકો, જેઓ લેબમાં કન્ફર્મ કેસના સીધા સંપર્કમાં આવ્યા હોય. હોમ ટેસ્ટિંગ કિટ બનાવનાર કંપનીએ જણાવેલા મેન્યુઅલ રીતે જ ટેસ્ટ કરવામાં આવશે.

image source

આ સાથે જ એમાં કહેવામાં આવ્યું છે કે એના માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલ એપ દ્વારા પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ પણ મળી જશે એવું કહેવામાં આવે છે. હોમ આઈસોલેશન ટેસ્ટિંગ કિટ માટે પુણેની કંપની માય લેબ ડિસ્કવરી સોલ્યુશન લિમિટેડને અધિકૃત કરાઈ છે. ટેસ્ટિંગ કિટનું નામ COVISELF (Pathocatch) છે. હવે એ જાણી લઈએ કે કેવી રીતે ટેસ્ટ કરી શકાશે.

image source

જો ટેસ્ટ કરવાની રીત વિશે વાત કરવામાં આવે તો સૌથી પહેલા આ કિટ દ્વારા લોકોનો નેસલ સ્વેબ લેવાનું રહેશે. પછી હોમ ટેસ્ટિંગ કરનારા લોકોએ સ્ટ્રિપનો ફોટો લેવાનો રહેશે. આ ફોટો એ ફોનથી લેવાનો રહેશે, જેના પર મોબાઈલ એપ ડાઉનલોડ કરી હોય એ જ ફોન વાપરવાનો રહેશે. મોબાઈલ ફોનનો ડેટા સીધો ICMRના ટેસ્ટિંગ પોર્ટલ પર સ્ટોર થઈ જશે. આ ટેસ્ટ દ્વારા જેમનો રિપોર્ટ પોઝિટિવ આવશે, તેમને સંક્રમિત માનવામાં આવશે, તેમને અન્ય કોઈ ટેસ્ટની જરૂર નહીં પડે એ પણ બાબત ધ્યાનમાં લેવી.

image source

પછીની વાત કરીએ તો આ ટેસ્ટમાં જે લોકો પોઝિટિવ હશે તેમણે આઈસોલેશન અંગે ICMR અને આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ માનવાની રહેશે. લક્ષણવાળા જે દર્દીઓનું રિઝલ્ટ નેગેટિવ આવશે, તેમણે RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. તમામ રેપિટ એન્ટિજન નેગેટિવ સિમ્પ્ટોમેટિક લોકોને શંકાસ્પદ કોવિડ કેસ માનવામાં આવશે. આવા લોકોએ જ્યાં સુધી RT-PCR ટેસ્ટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી હોમ આઈસોલેશનમાં રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે હવે આ રીતે ઘરે જ ટેસ્ટ કરીને તમે જાણી શકશો કે સંક્રમણ લાગ્યું કે નથી લાગ્યું.

image source

ત્યારે આ સાથે જ જો વાત કરવામાં આવે તો હાલમાં જ સારા સમાચાર મળી રહ્યાં છે કે ભારત દેશમાં કોરોના મહામારી અંગે મહિનાઓ બાદ જંગ જીતી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલય હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી 3 સદસ્યોની પેનલે અનુમાન લગાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર જુલાઈ સુધીમાં કહેર વરસાવવાનું બંધ કરી શકે છે. એવામાં 6થી 8 મહિના પછી ભારતમાં ત્રીજી લહેર પ્રવેશવાનાં એંધાણ પણ જણાયાં હતાં. આ પ્રાથમિક અનુમાનની સાથે તેમણે સરકારને અલર્ટ પણ કરી દીધું છે.

Exit mobile version