Site icon News Gujarat

આનંદો: હવે આ કામ માટે નહિં જરૂર પડે આધાર કાર્ડની, જાણો આ વિશે સરકારે શું કરી મોટી જાહેરાત

સરકાર દ્વારા પેન્શન લઈ રહેલ વૃદ્ધ વ્યક્તિઓ માટે ડીજીટલ જીવન પ્રમાણપત્ર મેળવવાને સંબંધિત સરકાર દ્વારા નવા નિયમની જાહેરાત કરવામાં આવી છે. નવા નિયમ અંતર્ગત હવેથી પેન્શન ધારકોને ડીજીટલ જીવન પ્રમાણપત્ર મેળવવા માટે આધાર કાર્ડની જરૂરિયાત પડશે નહી.

image source

ડીજીટલ લાઈફ સર્ટીફીકેટ.

પ્રત્યેક વર્ષે નવેમ્બર મહિનામાં પેન્શન ધારકોને પોતાની બેંકમાં લાઈફ સર્ટીફીકેટ કે પછી જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની જરૂરિયાત પડે છે. જેના લીધે પેન્શન ધારકને પેન્શન પ્રાપ્ત કરવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી ઉભી થઈ શકતી નથી. આની પહેલા પેન્શન ધારકને જાતે જ પોતાનું લાઈફ સર્ટીફીકેટ કે પછી જીવન પ્રમાણપત્રને જમા કરાવવા માટે જવું પડતું હતું. પરંતુ હવેથી પેન્શન ધારક વ્યક્તિ પોતાનું આ કાર્ય ઓનલાઈન પણ કરી શકે છે.

image source

પેન્શન ધારક વ્યક્તિની સુવિધાને ધ્યાનમાં રાખતા પોસ્ટ ઓફીસ તરફથી શરુ કરાયેલ એપ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ દ્વારા ડીજીટલ લાઈફ સર્ટીફીકેટ માટે ડોર સ્ટેપ સેવા શરુ કરવામાં આવી છે. પેન્શન ધારક વ્યક્તિને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટની ડીજીટલ લાઈફ સર્ટીફીકેટ મેળવવા માટે Postinfo એપ ડાઉનલોડ કરીને તેમાં સુચના આપવાની રહેશે.

સંદેશ એપને પણ આધાર કાર્ડ વગર કરી શકશો એક્સેસ.

image source

પરંતુ ઘણા બધા પેન્શન ધારકો દ્વારા આ બાબતે ફરિયાદ કરવામાં આવી રહી છે કે, તેમની પાસે આધાર કાર્ડ નહી હોવાના કારણે તેમને પેન્શન મેળવવામાં મુશ્કેલીઓ આવી રહી છે કે પછી તેમના આધાર કાર્ડની સાથે અંગુઠાના નિશાન મેચ કરી રહ્યા હોતા નથી. પેન્શન ધારકોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખતા કેટલાક સરકારી સંગઠનો દ્વારા વર્ષ ૨૦૧૮ માં વૈકલ્પિક ઉપાય શોધી કાઢવામાં આવ્યો હતો.

image source

વર્ષ ૨૦૧૮માં શોધવામાં આવેલ વૈકલ્પિક ઉપાયની જાહેરાત હવે કરવામાં આવી રહી છે. આ જાહેરાતમાં આપવામાં આવેલ સુચના મુજબ આધાર કાર્ડને ડીજીટલ લાઈફ સર્ટીફીકેટ મેળવવા માટે કે પછી જીવન પ્રમાણપત્ર મેળવવા માટે આધાર કાર્ડને વૈકલ્પિક કરી દેવામાં આવ્યું છે. આ સિવાય સરકાર દ્વારા પોતાની ઈન્સ્ટનત મેસેજ સોલ્યુશન એપ સંદેશ દ્વારા અને ઓફિસમાં પણ હાજરી લેવા માટે પણ આધાર કાર્ડની ઓથેન્ટિકેશનને વૈકલ્પિક જાહેર કરી દેવામાં આવ્યું છે.

image source

સરકાર દ્વારા આ મહત્વની જાહેરાત વૃદ્ધ પેન્શન ધારકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જેથી કરીને આગળ વધતા જતા ભારતમાં પેન્શન ધારકો પણ પોતાનો સહયોગ આપી શકે. સરકાર દ્વારા વૃદ્ધ પેન્શન ધારકોની સુવિધાને ધ્યાનમાં રાખતા હવેથી પેન્શન ધારકોને પોતાના લાઈફ સર્ટીફીકેટ જમા કરાવવા માટે જાતે જ જવાને બદલે ઓનલાઈન પણ જમા કરાવી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version