હવે સરકાર પર ભડકી ટીસકા ચોપરા, કહ્યું કે લોકો એક એક જિંદગી બચાવવા માટે રડી રહ્યા છે, આ શાસનની શરમનાક ઉપેક્ષા છે"

કોરોના મહામારી વચ્ચે લોકોને સારવારની કમીથી લઈને આર્થિક તંગીનો સામનો કરતા જોઈ બૉલીવુડ સ્ટાર્સનો સરકાર પર ગુસ્સો વરસી રહ્યો છે. એ લોકો આ બધા માટે સરકારને દોષી ગણાવી રહ્યા છે. તો હવે તારે જમીન પર ફેમ એક્ટ્રેસ ટીસકા ચોપરાએ પણ કોરોનાકાળમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા લોકોને લઈને પોતાનું રિએક્શન આપ્યું છે.’

image source

ટીસકા ચોપરાએ કહ્યું કે અમે સમજીએ છીએ કે આ એક જિંદગી છે, લોકો એક એક જિંદગી બચાવવા માટે રડી રહ્યા છે. જો હું એમના માટે કઈ ન કરું તો મને નથી લાગતું કે હું રાત્રે નિરાંતે સુઈ શકીશ. મારી અંતરાત્મા મને મારી નાખશે. શાસન પર કટાક્ષ કરતા એમને કહ્યું છે કે આ શાસનની શ્રમજ4 ઉપેક્ષા છે અને મને લાગે છે કે આપણે બધા ખૂબ જ ગાઢ રીતે એનો અનુભવ કરીએ છીએ.

તેમ છતાં જો દરેક વ્યક્તિ આગળ આવે અને આસપાસના બે ત્રણ લોકોની મદદ કરે તો સમસ્યાને ઘટાડી શકાય છે. ગયા વર્ષે તો ફક્ત ટ્રેલર હતું. આ વર્ષે મુખ્ય ફિલ્મ છે અને આ એક બિહામણી ફિલ્મ છે.

image source

ટીસકા ચોપરાએ આગળ કહ્યું કે એમને એપ્રિલની મધ્યમાં પહેલી મદદ માટેની વિનંતી મળી હતી. એ પછી આ સિલસિલો ચાલુ જ રહ્યો અને કેસ વધુને વધુ વધતા ગયા. મેં એ કહેવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો કે જો કોઈને કોઈપણ વસ્તુની જરૂર હોય તો એ મને જણાવી દે અને એમની મદદ કરવાની પુરી કોશિશ કરી. ઘણા લોકો જેમને ઓક્સિજન કે પ્લાઝ્મા કે હોસ્પિટલમાં બેડની જરૂર હતી, એ બહાર પહોંચવા લાગ્યા અને અમે આપવાનું શરૂ કરી દીધું.

image source

એમને જણાવ્યું કે પ્લાઝ્મા ઉપલબ્ધ કરાવવા માટે દિલ્લી અને મુંબઈમાં અમારું ગ્રૂપ છે. અમે જેને પણ ઓળખીએ છીએ એમના સુધી પહોંચી રહ્યા છે. એટલે સુધી કે અમે દક્ષિણ ભારત સુધી પહોંચી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે ટીસકા ચોપરા કોરોના કાળમાં સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી પોતાની મદદ પહોંચાડી રહી છે. એ જરૂરિયાતમંદ માટે દવાઓથી લઈને હોસ્પિટલ, બેડ, ઓક્સિજન અને પ્લાઝ્માનો બંદોબસ્ત કરાવડાવી રહી છે.