Post Office Schemeમાં 100 રૂપિયાથી શરૂ કરો રોકાણ અને 5 વર્ષમાં મેળવો 21 લાખ રૂપિયા

કહેવાય છે ને કે નાની બચત પણ ભવિષ્યમાં મોટા કામમાં આવે છે. આ કોરોનામાં આપણે બચતનું મહત્વ સમજ્યા છીએ અને સાથે રૂપિયાની ક્યારે જરૂર પડે તે કહેવું પણ મુશ્કેલ છે. આ સમયે કોઈ ને કોઈ રૂપે બચતની આદત રાખવી. આ માટે ખાસ રોકાણ કરશો તો તમે મોટી બચત કરી શકો છો.

image source

આવકમાંથી બચત કરવી એ મોટું કામ છે. આ માટે નાના ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ તમારી મદદ કરી શકે છે. જો તમે સરકારી યોજનામાં રોકાણ કરો છો તો તમારા રૂપિયા સુરક્ષિત રહે છે. પોસ્ટ ઓફિસમાં પણ અનેક એવી સ્કીમ છે જ્યાં તમે રોકાણ કરીને સારું રિટર્ન મેળવી શકો છો. એટલું નહીં તેમાંથી એક છે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ જ્યાં તમે રોકાણ કરો છો તો તમે મોટું રિટર્ન મેળવો છો.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં રોકાણ કરવાના ફાયદા

image source

આ સ્કીમમાં તમે ઓછામાં ઓછી રકમનું રોકાણ કરી શકો છો. થોડા વર્ષોમાં તમે આ સ્કીમની મદદથી મોટી રકમ જમા કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં તમારા રૂપિયા સુરક્ષિત રહે છે એવામાં તમે જરા પણ સંકોચ વિના જોખમના આધારે રોકાણ કરી શકો છો. આ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટની મેચ્યોરિટીનો સમય 5 વર્ષનો રહે છે. સારી વાત તો એ છે કે આકસ્મિક જરૂરિયાતના સમયે તમે શરતોની સાથે 1 વર્ષની પરિપક્વતાના સમયે પણ યોજનામાંથી રૂપિયા કાઢી શકો છો. સરકાર દ્વારા દરેક વર્ષના 3 મહિનાની શરૂઆતમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ નક્કી વ્યાજદર તૈયાર કરાયા છે.

6.8 ટકા છે વાર્ષિક વ્યાજ દર

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટની સ્કીમમાં તમે 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. આ યોજનાને માટે હાલમાં 6.8 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. ખાસ વાત તો એ છે કે આ યોજનામાં ઈન્કમ ટેક્સની કલમ 80 સીના આધારે વાર્ષિક 1.5 લાખ રૂપિયાની ટેક્સ છૂટ પણ મળે છે.

કેટલા રૂપિયાથી શરૂ કરી શકાય છે રોકાણ

image source

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં તમે 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા કે 5000 રૂપિયા કે 10000 રૂપિયાથી રોકાણ કરી શકો છો. અલગ અલગ વેલ્યૂને માટે સર્ટિફિકેટ ખરીદીની તમે એનએસસીમાં રોકાણ કરી શકો છો. તેમાં ઓછામાં ઓછા 100 રૂપિયાનું રોકાણ કરવાનું રહે છે. વધારે રોકાણની કોઈ લિમિટ નક્કી કરાઈ નથી.

જાણો 5 વર્ષમાં કેવી રીતે મળે છે 21 લાખ રૂપિયા

image source

જો તમે શરૂઆતમાં મોટી રકમ રાખો તો તે ફાયદો કરે છે. જો તમે શરૂઆતમાં 15 લાખ રૂપિયા રોક્યા છે તો તમે વ્યાજદર 6.8 ના આધારે 5 વર્ષ બાદ 20.85 લાખ રૂપિયા એટલે કે લગભગ 21 લાખ રૂપિયા મેળવી શકો છો. તેમાં તમારું રોકાણ 15 લાખનું હશે. પણ વ્યાજના રૂપમાં 6 લાખનો ફાયદો થશે. તમે ઈચ્છો છો તો આ રોકાણને આગળ વઘારીને મોટો લાભ પણ મેળવી શકો છો.

image source

પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ પર અત્યારના વ્યાજ દર પણ જાણો

બચત ખાતા – સેવિંગ ડિપોઝિટ પર 4 ટકા

1થી 3 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 5.5 ટકા

5 વર્ષના માસિક વેતન પર 6.6 ટકા

5 વર્ષના રાષ્ટ્રિય બચત પત્ર પર 6.8 ટકા

કિસાન વિકાસ પત્ર પર 6.9 ટકા

ચાલુ ખાતા- 5.8 ટકા

5 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 6.7 ટકા

સીનિયર સીટિઝન – 6 વર્ષના બચત ખાતા પર 7.4 ટકા

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર 78.1 ટકા

સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ પર 7.6 ટકા

દર 3 મહિને કરાય છે વ્યાજદરોની સમીક્ષા

image source

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસની યોજનાના વ્યાજદરની સમીક્ષા દર 3 મહિને કરાય છે. તેમાં ફેરફાર થવાની શક્યતા રહે છે. સરકારે જાન્યુઆરીથી માર્ચ 2021 માટે જે વ્યાજદર સાર્વજનિક કર્યા છે તે ઉપર પ્રમાણે છે. આ સિવાય તમે ત્રિમાસિક યોજનામાં રોકાણ કરો છો તો તે સમયે મળનારા વ્યાજ દર આખી યોજનાના સમયમાં મળે છે. જો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દર બદલાતા રહે છે અને તે અનુસાર લાગૂ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત