વસંત પંચમી સંબંધિત દરેક હકીકત એકસાથે જાણી શકશો અહીંયા, જાણો શુ છે ખાસ..

વસંત પંચમીનો પાવન અવસર આ વર્ષે 16 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. હિન્દૂ પંચાંગ અનુસાર દર વર્ષે આ પર્વ માહ મહિનાની શુક્લ પંચમી તિથિના દીવસે મનાવવામાં આવે છે. આ દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજા વિધિ વિધાન સાથે કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે માતા સરસ્વતીનું પ્રાગટય થયું હતું. તો ચાલો જાણી લઈએ વસંત પંચમીના શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ.

image source

વસંત પંચમી 2021નું શુભ મુહૂર્ત.

વસંત પંચમી તિથિ પ્રારંભ- 16 ફેબ્રુઆરીએ સવારે 3 વાગ્યાને 36 મિનિટથી.

વસંત પંચમી તિથિ સમાપ્ત- 17 ફેબ્રુઆરી સવારે 5 વાગ્યાને 46 મિનિટ સુધી.

વસંત પંચમી 2021ની પૂજા વિધિ.

image source

આ દિવસે સવારે ઉઠીને શરીર પર ઉબટન લગાવીને સ્નાન કરો અને પીળા વસ્ત્રો પહેરો.

આગળના ભાગમાં ગણેશજી અને પાછળ વસંત સ્થાપિત કરો.

જવ, ઘઉં વગેરેના દાંડીને નવા દાણા સાથે ભરેલા ફૂલદાનીમાં દાંડી સાથે મૂકીને અબીર અને પીળા ફૂલોથી વસંત બનાવો.

તાંબાના પાત્રમાં દુર્વાથી ઘર કે મંદિર તરફ પાણી છાંટો અનવ મંત્ર વાંચો

image source

प्रकर्तत्याः वसंतोज्ज्वलभूषणा नृत्यमाना शुभा देवी समस्ताभरणैर्युता, वीणा वादनशीला च

यदकर्पूरचार्चिता।

प्रणे देवीसरस्वती वाजोभिर्वजिनीवती श्रीनामणित्रयवतु।

પૂર્વ મેં ઉત્તરની તરફ મોઢું રાખીને બેસીને માતાને પીળા ફૂલોની માળા પહેરાવીને પૂજન કરો.

ગણેશ, સૂર્ય, વિષ્ણુ, રતી કામદેવ, શિવ અને સરસ્વતીની પૂજાનું વિધાન પણ છે.

વસંત પંચમીનું ધાર્મિક મહત્વ.

image source

ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં સ્વયંની વાંસમાં પ્રગટ થવાની વાત કહી છે. બ્રહ્મવેવર્ત પુરાણ વગેરે ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે શિવે પાર્વતીને ધન અને સંપન્નતાની દેવી થવાનો આશિર્વાદ આપ્યો હતો એટલે પાર્વતીને નિલ સરસ્વતીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સંધ્યા વેળાએ 101 વાર આ મંત્રનો જાપ એટલે જ ઉત્તમ માનવામાં આવ્યો છે.

मंत्र –  ऐं हृीं श्रीं नील सरस्वत्यै नमः।।

વસંત પંચમી છે શુભ દિવસ

જ્યોતિષ અનુસાર વસંત પંચમીના દિવસને વણજોયું મુહૂર્ત તરીકે માનવામાં આવે છે અને એ જ કારણ છે કે નવા કામની શરૂઆત માટે સૌથી સારો દિવસ માનવામાં આવે છે. વસંત પંચમીના દિવસે પીળા રંગના કપડાં પહેરીને પૂજા કરવી પણ શુભ હોય છે. એટલુ જ નહીં આ દિવસે પીળા પકવાન બનાવવા પણ ઘણું સારું માનવામાં આવે છે.

વસંત પંચમીની કથા.

image source

કહેવાય છે કે જ્યારે ભગવાન બ્રહ્માએ સંસારની રચના કરી તો એમને વૃક્ષો, જીવજંતુઓ અને મનુષ્યો બનાવ્યા પણ એમને લાગ્યું કે એમની રચનામાં કઈક કમી રહી ગઈ છે. એટલે બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પાણી છાંટયું જેનાથી ચાર હાથવાળી એક સુંદર દેવી પ્રગટ થઈ. દેવીના એક હાથમાં વીણા, બીજા હાથમાં પુસ્તક, ત્રીજામાં માળા અને ચોથો હાથ વર મુદ્રામાં હતો. બ્રહ્માજીએ આ સુંદર દેવીને વીણા વગાડવાનું કહ્યું. જેવી વીણા વાગી બ્રહ્માજી એ બનાવેલી દરેક વસ્તુઓમાં સ્વર આવી ગયો ત્યારે બ્રહ્માજીએ એ દેવીને વાણીની દેવી સરસ્વતી નામ આપ્યું. એ દિવસે વસંત પંચમી હતી. એ જ કારણે દર વર્ષે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે અને એમની પૂજા કરવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ