હવેથી મકાનમાલિક બે મહિનાથી વધુનું એડવાન્સ ભાડું નહીં લઈ શકે, જાણી લો નવા નિયમો, તમને સીધા અસર કરશે

કોરોનાના આ કપરાં કાળમાં એક ખુબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે એક નવો કાયદો સામે આવ્યો છે એ નવા કાયદા પ્રમાણે મકાનમાલિક ભાડુઆત પાસેથી હવે 2 મહિનાથી વધુનું એડવાન્સ ભાડું નહીં લઈ શકે. જો ભાડું નહીં મળે કે પછી ભાડુઆત મકાન ખાલી ન કરે તો મકાનમાલિક 2થી 4 ગણું ભાડું વસૂલી શકશે એવી પણ જોગવાઈ કરવામાં આવી છે. સરકાર અનુસાર તેનાથી દેશભરમાં ભાડેથી મકાન આપવાની વર્તમાન વ્યવસ્થામાં ધરમૂળ પરિવર્તન કરવામાં મદદ મળશે અને ભાડાનો બિઝનેસ તેજી પકડશે એવું પણ હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

image source

પ્રાપ્ત જાણકારી અનુસાર વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં મોડલ ટેનન્સી એક્ટ એટલે કે આદર્શ ભાડૂત કાયદાને મંજૂરી આપી દીધી છે અને જે લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદામાં મકાનમાલિક અને ભાડુઆત બંનેના હિતોની જોગવાઈ કરવામાં આવી છે. તેના સંબંધિત વિવાદનો નિકાલ લાવવા ઓથોરિટી કે અલગ કોર્ટ બનાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીના વડપણ હેઠળની બેઠકમાં કેબિનેટને આ કાયદાને મંજૂરી આપવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

image source

સમાચાર સામે આવી રહ્યા છે કે હવે તે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ નવા નિયમો મોકલવામાં આવશે અને તેનું પાલન કરવામાં આવશે. આ પ્રમાણે તે તેમના ભાડૂત કાયદામાં પરિવર્તન કે સુધારો કરી શકશે. સરકારે પહેલીવાર 2019માં આ કાયદાનો મુસદ્દો જારી કર્યો હતો. તેનો ઉદ્દેશ્ય ભાડુઆત અને સંપત્તિ માલિકો વચ્ચે જવાબદેહી સ્પષ્ટ કરવાનો હતો. જેથી બંને વચ્ચે ભરોસાને કાયમ કરી શકાય છે હવે આ નિયમ લાગુ થઈ ગયો છે અને લોકો માટે પણ ફાયદો થશે. કારણ કે નવો કાયદો અમલમાં આવ્યા બાદ લાંબા સમયથી બંધ મકાન કે પ્રોપર્ટી બજારનો હિસ્સો બની જશે. મોટા ભાગના લોકો તેમના ખાલી પડેલાં મકાન ભાડે આપવા માટે આગળ આવશે

image source

આ સાથે જ બીજી વાત કરીએ તો આ નવો કાયદો લાગુ કર્યા પછી મકાન ભાડે આપવાના બિઝનેસમાં મોટી સંખ્યામાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ આગળ આવશે એ વાત પાણ પાક્કી છે. મકાનોની જે અછત છે તે પણ દૂર થશે. નવો કાયદો આ પ્રોપર્ટી ભાડે આપવાનો અધિકાર આપશે. રેન્ટલ હાઉસિંગમાં ખાનગી લોકો કે કંપનીઓની હિસ્સેદારી વધશે. વાત કરીએ તો રાજ્યો આ કાયદામાં ફેરફાર કરી શકશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. ભાડા સંબંધિત વિવાદો ઉકેલવા રેન્ટ કોર્ટ કે રેન્ટ ટ્રિબ્યુનલની રચના કરી શકશે. જો આ નિયમની મુખ્ય જોગવાઈ વિશે વાત કરીએ તો એવું છે કે સમારકામ માટે ભાડુઆતને 24 કલાક પહેલાં નોટિસ આપવી પડશે, ભાડું નહીં ચૂકવે તો 4 ગણી વસૂલી કરાશે.

image source

આ નવા કાયદાના હેતુ વિશે સરકાર કહે છે કે મોડલ ટેનન્સી એક્ટના કારણે આખા દેશમાં એક જીવંત, ટકાઉ અને સમાવેશી રેન્ટલ હાઉસિંગ માર્કેટ ઊભું થશે. તે ખાલી પડેલાં મકાનોને ભાડા માટે ઉપલબ્ધ કરાવવા મદદ કરશે અને તમામ આવકજૂથ માટે ભાડાના પર્યાપ્ત રહેઠાણનો સ્ટૉક તૈયાર કરવામાં પણ એટલી જ મદદ કરશે. આ નિયમમાં સૌથી મોટો ફાયદો એ થશે કે બેઘરોના મુદ્દાનો સરળતાથી સામનો કરી શકાશે અને એમના માટે મોટી રાહત મળશે. સામાન્ય રીતે જોવા જઈએ તો મકાનમાલિક અને ભાડુઆતો વચ્ચેના વિવાદનું સૌથી મોટું કારણ એડવાન્સ રકમ કે ડિપોઝિટ હોય છે.

image source

આ વિવાદ માટે પણ મોટી જોગવાઈ કરવામાં આવી છે. તેમાં હવે રહેણાક ઈમારત માટે મહત્તમ 2 મહિના અને બિન-રહેણાક ઈમારત માટે 6 મહિના સુધીનું એડવાન્સ ભાડુ લઈ શકશે. હાલ શહેરોના હિસાબે તે અલગ અલગ છે. મકાન ખાલી કરાવવા અંગે પણ જરૂરી જોગવાઈ કરવામાં આવી છે. જો સંપત્તિમાલિક રેન્ટ એગ્રિમેન્ટની શરતોને પૂરી કરશે તો તેને વધારે અધિકાર અપાશે એવું પણ નિયમમાં જણાવવામાં આવ્યું છે. જો નોટિસ છતાં ભાડુઆત નક્કી તારીખ સુધીમાં મકાન ખાલી નહીં કરે તો માલિક પહેલા બે મહિના બમણું અને તેના પછી મહિને 4 ગણું ભાડું વસૂલી શકશે. આવી અનેક નવી જોગવાઈ સાથે આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!