હોળી પહેલા રેલવેની જાહેરાતમાં મહિલાઓને થશે આ જોરદાર લાભ, જાણો નહિં તો રહી જશો તમે પણ

ભારતીય રેલવેમાં દરરોજ લગભગ 46 લાખ મહિલાઓ યાત્રા કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં રેલગાડીઓમાં અને રેલવે પરિસરોમાં મહિલાઓ સામે અપરાધની ઘટનાઓ ચિંતાનો પ્રમુખ વિષય બન્યો છે. આ માટે મહિલા યાત્રીઓની સુરક્ષા અને રેલવેમાં મહિલાઓ સામેના અત્યાચારોને ઓછા કરવા માટે ભારતીય રેલવેએ કેટલાક કડક પગલાં ભર્યા છે. ચાલો ત્યારે આજે તેના વિષે જાણીએ.

Indian Railway Image 3
image source

રેલગાડીઓમાં આ પ્રકારના અપરાધોની સંભાવનાને પૂર્ણ કરવા માટે રેલવે વિભાગ દ્વારા અમુક ખાસ કડક નિયમો બનાવાયા છે જેમ કે રેલગાડીનું શૌચાલય ઘણા અપરાધોનું કેન્દ્ર સ્થાન છે ત્યારે રેલવે વિભાગ દ્વારા રેલગાડીના શૌચાલય પાસે લોકોને એકઠા થવા પર પ્રતિબનધ મુક્યો છે.

સામાન્ય રીતે કોચ એટેન્ડેન્ટ / એસી મિકેનિક રેલવેના ડવવામાં પ્રવેશ અને નીકળવાના દરવાજા પર નિયત સીટો પર હોય છે જ્યાંથી તે આખા કોચ પર નજર રાખી શકે. પોલીસની એસ્કોર્ટ ટિમ, રેલવેની અંદર શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા અને તેની માહિતી આપવા તેમજ આ પ્રકારના અપરાધો ઓછા કરવા માટે સૂચનો આપવા રેલગાડીમાં સતત ફરતા પેન્ટ્રી કાર સ્ટાફને પોતાના વિશ્વાસમાં લઈ શકે છે.

image source

જો કોઈ મહિલા પોતાના નાના બાળક સાથે યાત્રા કરી રહી છે તો તેને ” મેરી સહેલી ” પહેલ અંતર્ગત બન્નેની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવવું જોઈએ. રેલવે વિભાગ દ્વારા રેલગાડીમાં મહિલાઓની સુરક્ષા માટે આ 10 નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

1). અપરાધના મામલાઓમાં સંવેદનશીલ રેલવે સ્ટેશનોમાં બધા ક્ષેત્રો, હરવા ફરવાના સ્થાન, પાર્કિંગ, ફૂટ ઓવર બ્રિજ, સંપર્ક રોડ, પ્લેટફોર્મની સાઈડો, રેલવેની સફાઈ કરવાની લાઈનો, ડીઇએમયુ/ઇએમયુ, કાર શેડ્સ, જાળવણી ડેપો વગેરે સ્થાનોએ લાઈટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.

image source

2). પ્લેટફોર્મ /યાર્ડમાં ઘણા સમયથી ખાલી પડેલ ઇમારતો કે જેનું ધ્યાન રાખવામાં નથી આવતું તેને એન્જીનીયરીંગ વિભાગ પાસેથી વિગત મેળવી જમીનદોસ્ત કરી દેવામાં આવશે. આવી ખંઢેર ઇમારતો કે ક્વાર્ટરને જ્યાં સુધી પાડી દેવામાં ન આવે ત્યાં સુધી તેના પર ડ્યુટી સ્ટાફ નજર રાખશે ખાસ કરીને ત્યારે જયારે ત્યાં લોકોનું આવન જાવન ઓછું હોય જેમ કે રાત્રે..

3). ગેરકાયદેસર પ્રવેશે અને નીકળવાના માર્ગો પર લોકોનું આવાં જવાન બંધ કરવામાં આવશે.

4). વેઇટિંગ રૂમની નિયમિત રીતે તપાસ કરવામાં આવશે. સંપૂર્ણ તપાસ થયા બાદ જ અહીં લોકોને પ્રવેશ આપવામાં આવશે. ખાસ કરીને રાત્રે અને તેવા સમયે જયારે યાત્રીઓની સંખ્યા ઓછી હોય ત્યારે આ કક્ષમાં ડ્યુટી ઓફિસરની નિયમિત તપાસ રહેશે.

image source

5). રેલવેમાં યાત્રીઓની સુરક્ષા સાથે જોડાયેલા કામોમાં લાગેલા કોન્ટ્રાકટ કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન થશે અને તેઓએ પોતાની પાસે ઓળખ પત્ર રહેવાનું રહેશે. રેલગાડી અને રેલવે સ્ટેશનમાં ઓળખપત્ર વિના આવવા જવાની પરવાનગી નહીં અપાય.

6). રેલવે યાર્ડ અને કોચ ડિપોમાં કોઈપણ અનધિકૃત વ્યક્તિને પ્રવેશ કરવાની અનુમતિ નહીં અપાય અને આવા સ્થાનોએ પ્રવેશ પ્રણાલી લાગુ કરવામાં આવશે.

7). જ્યાં રેલવે યાત્રીઓને બેસવાની જગ્યા હોય ત્યાં આસપાસ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો કાનૂની પ્રક્રિયાનું પાલન કરીને પ્રાથમિકતાના ધોરણે હટાવવામાં આવશે.

image source

8). ભારતીય રેલવે યાત્રીઓને મફત ઇન્ટરનેટ સુવિધા આપી રહી છે. આ પ્રકારની સેવા આપનાર ઓપરેટરોએ એ નક્કી કરવાનું રહેશે કે તેના દ્વારા પુરી પાડવામાં આવતી ઇન્ટરનેટ સેવા દ્વારા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી કરવામાં આવતી.

9). રેલવે સ્ટેશનો અને પરિસરમાં ગેરકાયદેસર અને અનધિકૃત વ્યક્તિઓને પકડીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

10). રેલવે સ્ટેશનો અને રેલગાડીમાં દારૂ પીનાર વ્યક્તિને પકડીને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે એક વિશેષ અભિયાન ચલાવી શકાય.

રેલવે યાત્રીઓ માટે સૂચના

image source

ટ્રેનની ટિકિટ પાછળ હેલ્પલાઇન નંબરોની માહિતી આપવામાં આવે છે જો કોઈ રેલવે યાત્રીને કોઈ મુશ્કેલી પડે તો આ નંબરો પર ફોન કરીને સહાય મેળવી શકે છે. એ સિવાય રેલવે સ્ટોપ સેન્ટર પણ ચલાવે છે જ્યાં યાત્રીઓને ઘણી માહિતી એક જગ્યાએ જ મળી જાય છે. જેમ કે ડોક્ટર, પોલીસ, કાનૂની સલાહ, કોર્ટ કેસોમાં પ્રબંધન, મનોવૈજ્ઞાનિક સામાજિક કાઉન્સેલિંગ અને હિંસાથી પ્રભાવિત મહિલાઓ માટે રહેવા માટે કામચલાઉ જગ્યા વગેરે..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *