ભારત કોરોનામાંથી બેઠું થઈ રહ્યું છે, સાજા થનારા દર્દીઓ આંકડો આટલા કરોડને પાર, હવે સાજા થવાનો રેકોર્ડ નોંધાયો

હાલમાં ફફટાડ મચી ગયો છે કે દેશમાં કોરોનાથી મૃત્યુ વધી રહ્યા છે, જો કે દેશમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે એક સારા સમાચાર છે. જો હાલની પરિસ્થિતિને જોઈને દેશમાં કોરોના મહામારીના આંકડા વિશે વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ 3.79 લાખ આવ્યા. છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ 3,646 તો વળી છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયાનો આંકડો 2.70 લાખ હતો. જો કુલ કેસ વિશે વાત કરીએ તો અત્યારસુધીમાં કુલ કેસ 1.83 કરોડ છે. અત્યારસુધી સાજા થનારાનો આંકડો 1.50 કરોડ છે. અત્યારસુધીમાં કુલ મૃત્યુ પણ 2.04 લાખ લોકોના થઈ ચૂક્યા છે. તેમજ હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા 30.77 લાખ કહેવામાં આવી રહી છે.

image source

તો હાલમાં લોકો એ વાતથી ખુશ છે કે સંક્રમણથી સાજા થનારા લોકોની સંખ્યા દોઢ કરોડને પાર થઈ ગઈ છે. અત્યારસુધી 1 કરોડ 50 લાખ 78 હજારથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો રેકોર્ડ 2.70 લાખ લોકો સાજા થયા છે. અત્યારસુધી આ આંકડો એક દિવસમાં સાજા થયેલા દર્દીઓનો સૌથી મોટો આંક છે. આ પહેલાં મંગળવારે 2.62 લાખ લોકો રિકવર થયા હતા. એકંદરે રિકવરી રેટમાં પણ 1.8%નો વધારો થયો છે, જે હવે 82.08% થઈ ગયો છે. પરંતુ સાથે સાથે એક ચિંતા પણ છે. ચિંતા એ વાતની છે કે છે કે બુધવારે 3 લાખ 79 હજાર 164 નવા દર્દીની પુષ્ટિ કરવામાં આવી છે. એક દિવસમાં અત્યારસુધીમાં નવા દર્દીઓની સંખ્યા પણ આ આંકડો સૌથી વધુ છે.

image source

જો આ પહેલાંની વાત કરીએ તો 27 એપ્રિલના રોજ સૌથી વધુ 3.62 લાખ દર્દીઓની ઓળખ કરાઈ હતી. આ સિવાય 24 કલાકમાં 3,646 લોકોનાં મોત થયાં છે. આ સતત બીજો દિવસ હતો, જ્યારે ત્રણ હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ પહેલાં મંગળવારે 3,286 લોકોનાં મોત નોંધાયાં હતાં. જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો બુધવારે, 63,309 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 61,181 લોકો સ્વસ્થ થયા અને 1,035 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 44 લાખ 73 હજાર લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે.

image source

તેમાંથી 37.30 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 67 હજાર 214 લોકોનાં મોત નીપજ્યાં છે. 6 લાખ 73 હજાર 481 દર્દીની હાલ સારવાર કરવામાં આવી રહી છે. એ જ રીતે વાત કરવામાં આવે દેશની રાજધાની દિલ્હીની તો બુધવારે 25,986 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. 20,458 લોકો સ્વસ્થ થયા અને 368 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 10 લાખ 72 હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 9 લાખ 39 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 14,616 દર્દી મૃત્યુ પામ્યા છે. 99,752ની સારવાર ચાલી રહી છે.

image source

આપણા ગુજરાતની વાત કરીએ તો બુધવારે રાજ્યમાં 14,120 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 8,595 લોકો સાજા થયા અને 174 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધી 5 લાખ 38 હજાર 845 લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 3 લાખ 98 હજાર 824 લોકો સાજા થયા છે, જ્યારે 6,830 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 1,33,191 દર્દી સારવાર લઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *