Site icon News Gujarat

“ઉપરવાલા જબ દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હે”, આ વ્યક્તિ સાથે સાચે જ બની આવી ઘટના

વ્યક્તિનું ભાગ્ય ક્યારે પલટી જાય કઈ કહી ન શકાય. કેટલીકવાર લોકોના હાથમાં કઈક એવું આવી જાય છે જે તેમને એક જ ઝટકામાં અમીર બનાવી દે છે. યુ.કે.ના કોટ્સવલ્ડ્સના ગ્રામીણ વિસ્તારમાં ઘેટાં ચરાવતા ભરવાડનું પણ આવી જ ભાગ્ય ખુલી ગયું. ઘેટાંને ચરાવતા સમયે આ ભરવાડને અચાનક એવા બે પથ્થરો મળ્યા જેની કિંમત કરોડોમાં આંકવામાં આવી.

આ પત્થરો ઉલ્કાના ટુકડાઓ હતા

image source

ખરેખર આ પત્થરો ઉલ્કાના ટુકડાઓ હતા. પરંતુ આ સામાન્ય પત્થરોની જેમ દેખાતા હતા. ઉલ્કાના આ ટુકડાઓ છેલ્લા 4 અબજ વર્ષથી અવકાશમાં તરતા હતા, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તે પૃથ્વી પર પડ્યા. આ ઉલ્કાના ટુકડાઓનું મૂલ્ય કરોડો રૂપિયાનું હતું. જો કે, જે ભરવાડ તેને મળ્યા હતા તેમણે ‘નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ’ ને દાનમાં આપી દીધા.

30 વર્ષમાં યુકેમાં મળેલો આ પહેલો પત્થર

image source

તમને જણાવી દઈએ કે આ પથ્થર સંગ્રહાલય દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે. અવકાશમાંથી પડી ગયેલા આ પથ્થરનું નામ ‘વિંચકોમ્બ ઉલ્કાપિંડ’ છે. ઉલ્કાના આ ટુકડો ખુબ દુર્લભ છે. અહેવાલો અનુસાર, છેલ્લા 30 વર્ષમાં યુકેમાં મળેલો આ પહેલો પત્થર છે. અવકાસમાંથી નારંગી અને લીલા રંગના આગના ગોળાની જેમ પડતા આ ઉલ્કાપિંડ સિક્યોરિટી કેમેરામાં કેદ થયા હતા. અગાઉ આ પથ્થર ક્યારેય જમીન પર જોવા મળ્યો ન હતો.

દાનમાં આપી દીધા

image source

તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં, આ પથ્થર યુકેના કોટ્સવલ્ડ્સ ક્ષેત્રમાં પડ્યો હતો. 57 વર્ષના વિક્ટોરિયા બોન્ડ નામના ભરવાડે આ પથ્થરના પડવાના અવાજ સાંભળ્યા. પથ્થર નિચે પડ્યા પછી તરત જ પાંચથી સાત વૈજ્ઞાનિકો વિક્ટોરિયા બોન્ડના ઘરે પહોંચ્યા અને પથ્થરના બદલામાં 1 કરોડ રૂપિયા આપવાની ઓફર કરી. પરંતુ જ્યારે ભરવાડને ખબર પડી કે આ પથ્થર સ્પેસના વિશે મહત્વપૂર્ણ માહિતી આપી શકે છે, ત્યારે તેણે દાનમાં આપી દીધા.

ઉપરવાલા જબ દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હે

image source

આવી જ એક ઘટના સામે આવી હતી ઈન્ડોનેશિયામાં. તમે આ કહેવત તો સાંભળી જ હશે, “ઉપરવાલા જબ દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હે”. આવી જ એક ઘટના કંઈક ઈન્ડોનેશિયામાં સામે આવી છે. અહિયાના એક નાગરિકના ઘરની છત પર એક ઉલ્કા અચાનક આવીને પડે છે, ત્યારબાદ તે જોતજોતામાં કરોડો રૂપિયાનો માલિક બની ગયો. તે વ્યક્તિનું નામનું હતું જોશુઆ હુતાંગલુંગ (ઉમર 33 વર્ષ), જે શબપેટી બનાવવાનું કામ કરતો હતો.

ઉલ્કાનુ કુલ વજન 2.1 કિલો

લગભગ 4 અબજ વર્ષ જુની ઉલ્કા જોશુઆ હુતાગાલુંગના ઘરની છત પર પડી. ઉત્તર સુમાત્રાના કોલાંગમાં રહેતા જોશુઆ કહે છે કે ઉલ્કા જે સમયે મકાનની છત પર પડી ત્યારે તે ત્યાં કામ કરતો હતો.

image source

ઉલ્કા પડવાથી તેના ઘરની છતમાં એક મોટુ બાકારૂ પડી ગયું હતુ. આ પછી જોશુઆએ જમીનમાં ખાડો ખોદીને ઉલ્કાને બહાર કાઢી. સમાચાર અનુસાર, ઉલ્કાનો કુલ વજન 2.1 કિલો છે, જે લગભગ સાડા ચાર વર્ષ જૂનો કહેવામાં આવી રહ્યો છે. આ ઉલ્કાના બદલામાં જોશુઆને રૂ. 10 કરોડ આપવામાં આવ્યા. આ ઉલ્કાઓ ખૂબ જ જૂની અને દુર્લભ છે, જેની એક ગ્રામ કિંમત 857 ડોલર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version