‘તારક મહેતા…’ ના ચંપકલાલની પત્નીની સ્માર્ટનેસ જોઇને તમે પણ થઇ જશો ફિદા, જોઇ લો તસવીરોમાં આગવો અંદાજ

નાના પડદા પર ચાલતા “તારક મહેતા કા ઉલટા ચશ્મા” એ સૌથી લાંબા સમય સુધી ચાલતા ફેમિલી ડ્રામા શો તરીકે “ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ”મા પોતાનુ નામ નોંધાવ્યુ છે. આ શો ૨૮ જુલાઈ, ૨૦૦૮ થી શરૂ થયો હતો. આ શો હજુ પણ બાળકો, યુવાનો અને વૃદ્ધોમા ખૂબ જ લોકપ્રિય છે. હાલ, અત્યાર સુધીમા આ ટીવી સિરિયલના બે હજાર ત્રણસો ચિમોતેર એપિસોડ પૂર્ણ થઇ ચુક્યા છે, તેમ છતા આ શો ટોપ ટી.આર.પી. રેટિંગમાં પોતાનું સ્થાન જાળવી રહ્યો છે. આ શોના તમામ પાત્રો પણ ખૂબ જ લોકપ્રિય છે. દયાબેન ના સસરા ચંપકલાલ જેઠલાલ ગડાના પોશાક પણ ખૂબ જ લોકપ્રિય છે.

image source

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ એ દરેક ઘર નો પ્રિય શો છે. આ શો ઘણા વર્ષો થી લોકોનું મનોરંજન કરે છે. આ શોના બધા કલાકારો એ લોકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટ વાસ્તવિક જીવનમાં એકદમ રોમેન્ટિક છે. તે તેમની સુંદર પત્ની સાથે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઘણીવાર પોસ્ટ કરે છે. અમિત ભટ્ટ ની પત્નીનું નામ ક્રુતિ ભટ્ટ છે.

image source

ક્રુતિ ની સુંદર તસ્વીરો જોયા પછી તમે પણ કહેશો કે તેમની સામે બબીતા જી પણ ફેઈલ છે. ક્રુતિ ભટ્ટ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના સેટ ની મુલાકાત લેતી રહે છે, અને શોના તમામ કલાકારો સાથે સારા સંબંધો ધરાવે છે. અમિત ભટ્ટ અને ક્રુતિ ભટ્ટ બે પુત્રો ના માતા-પિતા છે. બંને દીકરા ખૂબ જ સુંદર છે. અમિત અને ક્રુતિના એક પુત્રએ તો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં અભિનય પણ કર્યો છે, અને કેટલાક એપિસોડમાં તે ટપ્પુના મિત્ર તરીકે જોવા મળ્યો હતો.

image source

અમિત ભટ્ટ અને ક્રુતિ ભટ્ટ ના બંને પુત્રોનાં નામ દેવ અને દીપ છે. દેવ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની રમૂજી વીડિયો પોસ્ટ કરતો રહે છે. તેમાં અમિત અને ક્રુતિ પણ જોવા મળે છે. અમિત ભટ્ટ તેમની પત્ની ક્રુતિ ભટ્ટ ને ખૂબ જ ચાહે છે. તાજેતરમાં એક તસ્વીર પોસ્ટ કરતા તેમણે કેપ્શનમાં લખ્યું કે, ‘તમે મારુ બધુ છો.’

image source

અમિત ભટ્ટ અને ક્રુતિ ભટ્ટ ને નવી જગ્યાએ જવાનો ઘણો ક્રેઝ છે, અને બંને એક બીજાના ટ્રાવેલ પાર્ટનર પણ છે. તે બંને પોતાના પરિવાર સાથે નવી જગ્યાઓની મુલાકાત લેવા જાય છે. અમિત ભટ્ટ અને ક્રુતિ ભટ્ટ ઘણાં ફની વીડિયો પણ બનાવે છે, જેમાં ક્રુતિ ની સ્ટાઇલિશ સાઈડ પણ જોવા મળે છે. જોકે ક્રુતિ ને અભિનય સાથે કોઈ લેવા-દેવા નથી, પરંતુ તે અમિતનાં ઇન્સ્ટા રિલ્સમાં ઘણો સાથ આપે છે. અમિત ભટ્ટ તેમની પત્ની ક્રુતી ભટ્ટ સાથે દિશા વાકાણી ના રિસેપ્શનમાં પણ પહોંચ્યા હતા. ત્યાંની તસ્વીર તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.