જાણો કાકડી અને ટામેટાની પેસ્ટથી આંખોને સુંદર બનાવવાના ઉપાય

ભાગ-દોડવાળા જીવનમાં આરોગ્યની ઘણી સમસ્યાઓ છે, જેમાંથી મોટાભાગની સમસ્યાઓ ઊંઘી ન શકવાના કારણે થાય છે. જો તમે દરરોજ 8 કલાકની પૂરતી ઊંઘ મેળવી શકતા નથી, તો પછી તમારી આંખો નીચે ડાર્ક સર્કલો થાય છે, જેના કારણે તમારો ચેહરો થોડો ખરાબ લાગે છે. આ સમસ્યા છોકરીઓમાં વધારે હોય છે જેના કારણે તેઓ તેમની સુંદરતાની ચિંતા કરવાનું શરૂ કરે છે.

image source

ઘણી વખત તમે આ ડાર્ક સર્કલ દૂર કરવા માટે દવાઓનું સેવન કરો છો જે બિલકુલ સારું નથી. જો તમે પૂરતી ઊંઘ કરો છો તો તમારી આ સમસ્યા કોઈ ઉપાય વગર જ દૂર થશે. એ છતાં પણ જો તમારી સમસ્યા દૂર ના થાય તો અહીં જણાવેલા ઉપાયો તમારા ડાર્ક સર્કલ દૂર કરશે.

ડાર્ક સર્કલ દૂર કરવા માટેના ઘરેલુ ઉપાયો

image source

ડાર્ક સર્કલ દૂર કરવા માટે એક કાકડી અને લીંબુ લો, તે કાકડીને સારી રીતે છીણી લો અને તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી
લો. ત્યારબાદ આ મિશ્રણને ફ્રીઝમાં રાખો અને ઠંડુ થવા દો, જ્યારે આ મિશ્રણ ઠંડુ થાય ત્યારે તેને ગાળી લો અને તેનો રસ અલગ કરો. ત્યારબાદ તમારી આંગળીઓની મદદથી આ રસને આંખો નીચેના ડાર્ક સર્કલ પર લગાવો અને તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો અને
પછી તેને સાદા પાણીથી ધોઈ લો. આ પદ્ધતિને બે દિવસમાં એકવાર અનુસરો અને થોડા દિવસોમાં તમને સારા પરિણામ મળશે.

ટી બેગ

image source

ટી બેગ આંખોની બળતરા અને ડાર્ક સર્કલ દૂર કરવામાં ઉપયોગી છે. આ માટે એક વાસણમાં પાણી ઉકાળો અને તેમાં 2 ટી બેગ રાખો. જ્યારે આ પાણી ઠંડુ થાય ત્યારે ટી બેગ કાઢો અને તેને તમારી આંખો પર 3 થી 4 મિનિટ સુધી રાખો. ટી બેગ આંખોની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે.

ગુલાબજળ

image source

દુખતી અને થાકેલી આંખો માટે ગુલાબજળ ખુબ જ ફાયદાકારક છે. ઉપરાંત ગુલાબજળનો ઉપયોગ કરવાથી આંખો નીચેના ડાર્ક સર્કલમાં ઘટાડો થાય છે અને ત્વચા નરમ અને આકર્ષક બને છે. બીજી તરફ રોજ ગુલાબજળનો ઉપયોગ કરવાથી આંખોમાં ભેજ બની રહે છે.

બરફનો ટુકડો

image source

બરફને સુતરાઉ કાપડ અથવા રૂમાલમાં મુકો અને તેની તમારી આંખ ઉપર હળવા હાથથી મસાજ કરો. જો તમે બરફને બંધ આંખ પર રાખી તેની ઠંડક થોડી સેકંડ માટે સહન કરી શકો છો, તો આ કરવું તમારા માટે ખુબ જ ફાયદાકારક છે. આની અસર તમે 2 થી 3 મિનિટમાં જ જોશો. તેવી જ રીતે કોટનને ઠંડા દૂધમાં પલાળો અને તેને તમારી આંખો પર 5 થી 10 મિનિટ સુધી રાખો. તેનાથી ચહેરો તાજો લાગે છે અને આંખોના સોજા પણ દૂર થાય છે.

લીંબુ અને ટમેટા

image source

ટમેટા અને લીંબુમાં લાઈટનિંગ ગુણધર્મો હોય છે જે આંખોની નીચેના ડાર્ક સર્કલને દૂર કરે છે. આ માટે 1 ચમચી ટમેટાનો રસ અને 1 ચમચી લીંબુનો રસ એક સાથે મિક્સ કરો અને તેને કોટનના ઉપયોગથી આંખોની નીચે લગાવો અને તેને 10 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તમારો ચેહરો સાદા પાણીથી ધોઈ લો. તમે દિવસમાં બે વખત આ મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. જેથી તમારા ડાર્ક સર્કલ દૂર થશે.

ટામેટા, ફુદીનો અને કાકડી

image source

કાકડી ત્વચાને હાઇડ્રેટ કરે છે, જ્યારે ફુદીનાના પાંદડા આંખો નીચેની ત્વચામાંથી રંગદ્રવ્યને દૂર કરે છે. આ માટે 1 ચમચી ટમેટાનો રસ, 5-6 ફુદીનાના પાન અને 1 ચમચી કાકડીની પેસ્ટ લો. ટમેટાંના રસમાં કાકડીની પેસ્ટ ઉમેરો. હવે ટમેટા અને કાકડીની પેસ્ટમાં ગ્રાઈન્ડ કરેલા ફુદીનાના પાન ઉમેરો. આ પેસ્ટનો એક સ્તર આંખોની નીચે લગાવો અને તેને 10 થી 15 મિનિટ માટે રહેવા દો ત્યારબાદ સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો. આ ઉપાય અજમાવવાથી તમારા ચેહરાના ડાર્ક સર્કલ દૂર થશે.

એલોવેરા

image source

એલોવેરા ત્વચાને નીખારવાનું કામ કરે છે, તેમ જ એલોવેરા ત્વચાને હાઇડ્રેટ કરે છે. આ માટે તાજા એલોવેરાના પાનમાંથી સફેદ એલોવેરા જેલ કાઢીને સાફ બાઉલમાં નાંખો. હવે આ પેસ્ટ તમારા ડાર્ક સર્કલ પર લગાવો અને 15 મિનિટ પછી તમારા ચહેરાને સાફ પાણીથી ધોઈ લો. આ તમારા ડાર્ક સર્કલની સમસ્યા થોડા દિવસોમાં જ દૂર કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત