વર્ષ 2021ના ચોમાસા અંગે હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો ક્યારે દેશે દસ્તક

કોરોનાની બીજી લહેર એવી તો આવી કે દેશવાસીઓ કાળઝાળ ગરમીમાં પણ હોસ્પિટલની બહાર વિના એસી ઊભા રહેતા જોવા મળી રહ્યા છે. તેવામાં હવામાન વિભાગે ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનની આગાહી પણ કરી દીધી છે.

image source

ભારતના હવામાન વિજ્ઞાન વિભાગના વિસ્તૃત પૂર્વાનુમાનના જણાવ્યાનુસાર કેરળમાં ચોમાસાનું આગમન તેના સામાન્ય સમયે જ થશે. એટલે કે કેરળમાં ચોમાસાનું 1 જૂન કે તેની આસપાસના દિવસોમાં જ આગમન થશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં સચિવ એમ રાજીવનને ગુરુવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે આ વર્ષના ચોમાસા અંગે આગાહી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત હવામાન વિજ્ઞાન વિભાગ આગામી 15 મેના રોજ આધિકારિક રીતે ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરશે.

image source

આજે તેમણે આ અંગે ટ્વિટ પણ કરી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે મોનસૂન 2021 અપડેટ : ભારત મોસમ વિજ્ઞાન વિભાગના વિસ્તૃત પૂર્વાનુમાન અનુસાર દેશમાં ચોમાસું તેના નિયત સમયે શરુ થશે. આ અનુસાર કેરળમાં 1 જૂન કે તેની આસપાસ ચોમાસાનું આગમન થશે. આ એક આરંભિક પૂર્વાનુમાન છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગનું આધિકારિક મોનસૂન પૂર્વાનુમાન 15 મે અને વરસાદ સંબંધિત પૂર્વાનુમાન 31 મેના રોજ જાહેર કરવામાં આવશે.

image source

આ વર્ષે એટલે કે વર્ષ 2021માં ચોમાસા અંગે આઈએમડીએ જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન આ વર્ષે સામાન્ય રહે તેવા અણસાર છે. દેશમાં 75 ટકા વરસાદ દક્ષિણ પશ્ચિમ મોનસૂનના કારણે થાય છે. દીર્ધાવધિ અનુસાર સરેરાશ વરસાદ 98 ટકા સુધી થઈ શકે છે. તેમાં 5 ટકા ઘટાડો કે વધારો થઈ શકે છે.

image source

મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે આ પહેલા ગત 16 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવેલા અનુમાન અનુસાર પણ આ વર્ષમાં 98 ટકા વરસાદ પડી શકે છે. જ્યારે ગુરુવારે જાહેર કરેલા અનુમાનમાં પણ 98 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે છેલ્લા 2 વર્ષમાં દેશમાં ચોમાસુ સરેરાશ કરતા વધારે જ નોંધાયું છે.

તેવામાં જો આ વર્ષે ચોમાસું હાલની આગાહી અનુસાર સામાન્ય રહે તો ખેડૂતો રાહતનો શ્વાસ લઈ શકે. બે વર્ષથી કેટલાક રાજ્યોમાં વધારે વરસાદના કારણે અતિવૃષ્ટિ થાય છે અને તેના લીધે ખેડૂતોને ભારે નુકસાની સહન કરવી પડે છે.