આજે જ ટ્રાય કરી લો આ ઘરેલૂ ઉપાયો અને દૂર કરો ઘૂંટણ અને કોણીની કાળાશ ફટાફટ

અનેક વાર લોકો શરીરના કેટલાક અંગોના કલર ડાર્ક હોવાના કારણે મુશ્કેલી અનુભવે છે. જેમાં ખાસ કરીને કોણી અને ઘૂંટણનો સમાવેશ થતો હોય છે. જ્યારે આ ભાગોની કાળાશ સામાન્ય રીતે અન્ય અંગ કરતા વધારે હોય છે ત્યારે તમે અમુક પ્રકારના કપડા પહેરવામાં સંકોચ અનુભવો તે પણ શક્ય છે. તો આજે અમે આપને માટે એવા કેટલાક ઘરેલૂ ઉપાયો લાવ્યા છીએ જેનાથી તમે આ મુશ્કેલીમાંથી ઝડપથી અને ઓછા ખર્ચે જ રાહત મેળવી શકો છો.

કાકડી

image source

ખીરા એટલે કે કાકડીની સ્લાઈસ લો અને તેને 15 મિનિટ સુધી કોણી કે ઘૂંટણ પર ઘસો અને 5 મિનિટ માટે તેને એમ જ રહેવાદો. આ પછી તેને પાણીથી સાફ કરી લો.

લીંબુનો રસ

લીંબુના રસની સાથે થોડો બેકિંગ સોડા મિક્સ કરી લો. એક મિનિટ સુધી આ લેપને કોણી કે ઘૂંટણ પર હાથથી ઘસો. હવે તેને 15 મિનિટ માટે લગાવેલું રહેવા દો અને પછી હૂંફાળા પાણીથી ધોઈ લો. તમને રીઝલ્ટ જલ્દી જ મળશે.

અલોવેરા અને દૂધ

image source

એલોવેરા જેલ અને દૂધને બરાબર રીતે મિક્સ કરો. તેની એક મસ્ત પેસ્ટ બનાવી લો. તેને કોણી અને ઘૂંટણ પર જ્યાં તમને કાળાશ લાગે છે ત્યાં રાત ભર લગાવીને રહેવા દો. સવારે તેને ધોઈ લો. તમને મસ્ત રીઝલ્ટ મળશે.

બટાકા

એક બટાકુ લો અને તેને સારી રીતે છીણી પર ઘસીને તેનો રસ કાઢી લો. આ રસને કોણી પર લગાવીને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી પાણીથી તેને ધોઈ લો. કાળાશ તો દૂર થશે પણ સાથે જ કમાલનો ગ્લો પણ મળશે.

હળદર અને દૂધ

image source

એક ચમચી દૂધમાં થોડી હળદર મિક્સ કરો અને કોણી પર લગાવો. તેને સૂકાવવા દો અને પછી સાદા પાણીથી ફેસ વોશ કરો. હળદર અને દૂધ બંને કાળાશ દૂર કરવામાં કમાલ કરે છે. હળદર રંગ નિખારવાની સાથે સાથે ડેડ સ્કીન પણ દૂર કરે છે.

મધ

2 ચમચી મધમાં થોડો લીંબુનો રસ અને બેકિંગ સોડા મિક્સ કરો. તેને કોણીના ભાગ પર લગાવીને 20 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને સાફ કરી લો. આ ત્રણેય ચીજો કાળાશ દૂર કરવાની સાથે સ્કીનને રીપેર કરીને એક ખાસ લૂક આપે છે.

નારિયોળ તેલ

image source

આ નુસખો પણ કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરવામાં મદદ કરે છે. નારિયેળ તેલની સાથે તમે ઈચ્છો તો લીંબુના રસના ટીપાં મિક્સ કરી શકો છો. તેને 2-3 મિનિટ સુધી મસાજ કરો. અને પછી સ્કીન પર તેમ જ રહેવા દો. તેનાથી ઓઈલ સ્કીનમાં જશે અને ધીરે ધીરે તેની કાળાશ ઘટશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત