Site icon News Gujarat

આ ફેંગશૂઈ ટિપ્સની મદદથી તમે ચપટીમાં તમારા ખરાબ સમયને કરી શકશો દૂર

વાસ્તુની જેમ ચાઈનીઝ જ્યોતિષનો ભાગ ફેંગશૂઈ છે. તેમાં જીવનની તમામ સમસ્યાઓ ખતમ કરવાના ઉપાય જણાવવામાં આવ્યા છે. અનેક પ્રકારના ગેજટ્સનો પણ ઉપાય અને ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ઘરમાં કે કામની જગ્યાએ રાખવામાં આવે તો નકારાત્મકતા દૂર થાય છે અને સાથે મુશ્કેલીઓ પણ દૂર થાય છે. ફેંગશૂઈના અલગ અલગ ગેજેટને અલગ અલગ પરેશાની દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ ગેજેટ્સમાંથી એક છે ફેંગશૂઈ ઉંટ. હા તમને જાણીની નવાઈ લાગશે પણ આ ફેંગશૂઈ ઉંટ તમને મુશ્કેલીમાંથી બહાર લાવી શકે છે અને સાથે જ તમારા ખરાબ સમને દૂર કરે છે અને ભાગ્યને પરત લાવવામાં તમારી મદદ કરે છે.

image source

જો તમને કરિયરમાં તકલીફ આવી રહી છે કે મહેનતના આધારે ફળ મળતું નછી તો તમે ઉંટને લાવીને તમારા કાર્યસ્થળ પર રાખી શકો છો. જો વિદ્યાર્થી છો તો સ્ટડી રૂમમાં રાખો. માન્યતા છે કે આમ કરવાથી કામમાં ફોકસ રહે છે અને શુભ ફળ મળે છે. નોકરી કે વ્યાપાર યોગ્ય રીતે ચાલી રહ્યો છે તો ભવિષ્યની સમસ્યાને રોકવા ાટે તેને કાર્ય સ્થળ પર રાખી શકો છો.

image source

જો તમારા ઘરમાં આર્થિક તંગી લાંબા સમયથી ચાલી આવી રહી છે અને સ્થિતિ તમારા હાથ બહાર જતી રહી છે તો તમે ઘરમાં આ ફેંગશૂઈ ઉંટ લાવીને રાખો. યાદ રાખો કે તમે જ્યારે પણ આ ઉંટ ઘરમાં લાવો છો તો તેને ઉત્તર પશ્ચિમ દિશામાં રાખો. તેનાથી ધનના રસ્તા ખૂલષે. તમે ઉંટને જોડાના રૂપમાં લાવીને રાખો છો તો તમને વધારે સારું પરિણામ મળી શકે છે ને મુશ્કેલીમાં પણ જલ્દી રાહત મળી શકે છે.

image source

જો તમે ઉધારમાં ફસાઇ ગયા છો અથવા તો તમારા રૂપિયા ક્યાંક ફસાઈ ગયા છે તો તમે બે ડૂબતા ઉંટના જોડા લાવીને ઘરમાં રાખો. આવા ઉંટ લાવીને રાખવાથી ધીરે ધીરે સ્થિતિ બદલાઈ જશે.માન્યતા એવી પણ છે કે ઘરમાં આ પ્રકારના ફેંગશૂઈ ઉંટ રાખવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે.

image source

ઉંટને દ્રઢતા અને સંઘર્ષનું પ્રતીક માનવામાં આવે છે. આ માટે ફેંગશૂઈમાં માન્યતા છે કે તેને ઘરમાં રાખવાથી તેની ઈચ્છા શક્તિ પ્રબળ થાય છે અને વ્યક્તિ પૂરી નિષ્ઠા અને લગનથી પોતાનું કામ કરે છે તો તેને દરેક સ્થિતિમાં સફળતા મળે છે.

image source

આ સિવાય તમે કાચબાને પણ ઘરમાં રાખી શકો છો. ફેંગશુઈમાં કાચબાને શુભ માનવામાં આવે છે તેને ઘર કે ઓફિસમાં રાખવાથી સકારાત્મક ઉર્જા બની રહે છે. ધન સંબંધી તકલીફ દૂર કરવા માટે ક્રિસ્ટલ વાળો કાચબો રાખવો. તેનાથી પરિવારના લોકોની ઉંમર લાંબી થાય છે. ફેંગશુઈમાં કાચબાને રાખવા માટે ખાસ દિશાનું મહત્વ પણ અપનાવાયું છે. ફેંગશૂઈમાં કાળા કાચબો ઉત્તર દિશા, ગ્રીન ડ્રેગન પૂર્વ દિશા, રેડ ફિનિક્સ દક્ષિણ દિશા અને સફેદ ચીતાને પશ્ચિમ દિશામાં રાખવાનું કહેવાયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version