Site icon News Gujarat

જાણો ક્યાં દેશનાં લોકો સૌથી વધુ જમવામાં સમય લે છે અને ક્યાં દેશના આહારને ગણવામાં આવે છે સૌથી બેસ્ટ

ડિસેમ્બર મહિનામાં પાર્ટીઓ શરૂ થઈ જાય છે. ભલે આ કોવિડ -19 ના કારણે આ વર્ષે પહેલાની જેમ પાર્ટીઓ નહીં તાય , પરંતુ લોકો તેમના પરિવાર સાથે વિશેષ વાનગી બનાવવાની યોજના બનાવી રહ્યા છે. ખાવા-પીવાનો આ સમયગાળો ખૂબ લાંબો ચાલશે. જો કે ફ્રાંસ આ તમામ બાબતોમાં ઘણું આગળ છે. અહીંના લોકો દરરોજ સરેરાશ 2 કલાક 13 મિનિટ ખાવામાં લગાવે છે. આજે અમે તમને દુનિયાના આવા 9 દેશો વિશે જણાવીશું, જે કલાકો ખાવામાં ખર્ચ કરે છે.

ફ્રેન્ચ આહાર લાંબા સમયથી તંદુરસ્ત આહારનું એક મોડેલ

image source

તાજેતરમાં જ ઓર્ગેનાઈઝેસન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટે વિશ્વના ઘણા દેશોના લોકોની પ્રવૃતિ અને જીવનશૈલીથી સંબંધિત ડેટા રજૂ કર્યા છે. આ આંકડાઓ અનુસાર, ફ્રેન્ચ આહાર લાંબા સમયથી તંદુરસ્ત આહારનું એક મોડેલ છે. અહીંના લોકો સંતુલિત આહાર લે છે, જેમાં ટામેટા અને ઓલિવ સાથે લીલા શાકભાજી અને ફળો ખૂબ ખાવામાં આવે છે. સામાન્ય રીતે ફ્રાન્સમાં, કુટુંબના દરેક સભ્યનું એક અલગ આહાર હોય છે, જે તેમની શારીરિક અને માનસિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે.

ઇટાલીના લોકોને ખાવા-પીવાનો ખૂબ શોખ છે

image source

ફ્રાન્સ બાદ નંબર આવે છે ઇટાલીનો. યુરોપિયન દેશ ઇટાલીની ખાવાની રીત પણ ફ્રાન્સ જેવી જ છે. ઇટાલીના લોકોને ખાવા-પીવાનો ખૂબ શોખ છે. અહીં સમગ્ર વર્ષ દરમિયાન દેશના કેટલાક ભાગોમાં એક વિશેષ ફૂડ ફેસ્ટિવલ ચાલે છે. ઇટાલિયન લોકો દિવસમાં સરેરાશ 2 કલાક 7 મિનિટ ખાવામાં સમય વિતાવે છે.

ખાવાનું ભગવાનની ભેટ કહેવામાં આવે છે

આ સૂચિમાં સ્પેન ત્રીજા નંબરે છે, જ્યાં ખાવાનું ભગવાનની ભેટ કહેવામાં આવે છે. અહીંના લોકો ક્યારેય ખોરાક ડિસમાં છોડીને ઉઠતા નથી. આ બધા કારણોને લીધે આ દેશ અન્નના બગાડના મામલામાં અન્ય દેશોથી ઘણો પાછળ છે.

કોરિયામાં ખાવાને અને સૂવાને ખૂબ મહત્વ આપવામાં આવે

image source

ચોથા નંબર પર દક્ષિણ કોરિયા છે, જ્યાં લોકો 1 કલાક 45 મિનિટ ખાવામાં સમય બગાડે છે. તમને જણાવી દઈએ કે કોરિયામાં ખાવાને અને સૂવાને ખૂબ મહત્વ આપવામાં આવે છે. તાજેતરમાં આ દેશે ચીને પર તેની પરંપરાગત વાનગી કિમચી ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાની વાનગીઓ લગભગ સમાન છે. આ કારણોસર, જ્યારે પણ આ બંને દેશોમાં કોઈ શાંતિની પહેલ કરવામાં આવી હતી, ત્યારે મેનૂ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું, જે બંને વચ્ચેના પુલનું કામ કરે.

ચીનમાં રસોઈ પ્રક્રિયામાં ઓછો સમય ફાળવે છે

image source

આ યાદીમાં ચીન પાંચમા ક્રમે છે. અહીંનો ખોરાક કોરિયન દેશો જેવો જ છે. પરંતુ ચીનમાં પશ્ચિમી શૈલીની સાથે સ્થાનિક પ્રયોગ પણ કરવામાં આવે છે, જ્યાં તેનો મૂળ સ્વાદ ખોવાય જાય છે. તમને જણાવી દઈએ કે ચીનમાં રસોઈ પ્રક્રિયામાં ઓછો સમય ફાળવવાનું યોગ્ય માનવામાં આવે છે. ચીનમાં લોકો દરરોજ સરેરાશ 1 કલાક 40 મિનિટ ખાવામા માટે સમય લે છે.

આ દેશનો ખોરાક આરોગ્યપ્રદ માનવામાં આવે છે

image source

લગભગ 1 કલાક અને 35 મિનિટ સાથે જર્મની આ સૂચિમાં છઠ્ઠા સ્થાને છે. તેના તુરંત બાદ જાપાનનો નંબર આવે છે. આ દેશનો ખોરાક આરોગ્યપ્રદ માનવામાં આવે છે. અન્ય વિકસિત દેશોથી વિપરીત અહીંના લોકો ભાગ્યે જ બહારનું ખાવાનું પસંદ કરે છે. અહીં મોટાભાગના લોકો ઘરે બાફેલા ખોરાક અથવા શેકેલા ખોરાક ખાય છે. તે જ સમયે, આરામથી બેસીને જમવુ અને ખુબ પગપાળા ચાલવું પણ અહીંના લોકોના સ્વાસ્થ્યનું રહસ્ય છે.

ભારતમાં ખોરાક તૈયાર કરવામાં ઘણો સમય પસાર થાય છે

જાપાન પછી ઔસ્ટ્રેલિયા આઠમાં અને આપણો દેશ ભારત નવમા ક્રમે છે. ભારતના લોકો દરરોજ સરેરાશ 1 કલાક 24 મિનિટ ખાવામાં સમય લે છે. જો કે, ભારતમાં ખોરાક તૈયાર કરવામાં ઘણો સમય પસાર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version