CM સાહેબની જબરજસ્ત જાહેરાતથી લોકોમાં કૌતુકઃ ડ્રેગન ફ્રુટનું નામ હવે કમલમ્’

અત્યાર સુધીમાં તમે તમારી આસપાસ લોકોને પોતાના નામ બદલતા જોયા હશે. શક્ય છે કે તમે કોઈ જગ્યા કે ઘરનું નામ બદલાયેલું જોયું હોય. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું હતું કે એક ફળનું નામ બદલવામાં આવ્યું હોય ? જી હાં હવે તો આ વાતની ચર્ચા જોરશોરથી થઈ રહી છે તેથી તમે જાણી જ ગયા હશો કે સરકારે એક ફળનું નામકરણ કરી દીધું છે. આ ફળ આખી દુનિયામાં ડ્રેગન ફ્રૂટ તરીકે જાણીતું છે અને તેમ જ રહેશે. પરંતુ હવેથી ગુજરાતમાં તેનું નામ કમલમ થઈ જશે.

image source

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ એક કાર્યક્રમ દરમિયાન આ ફળનું નામ બદલવાની જાહેરાત કરી છે. એટલે કે સરકારે પહેલીવાર કોઈ રસ્તા, પુલ, કે અને સ્થાપત્યનું નામ નહીં પણ એક ફળનું નામ ફેરવ્યું છે. વિજયભાઈ રૂપાણીએ એક કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું હતું કે ડ્રેગન ફ્રૂટ કમળ જેવું દેખાય છે. તેથી તેનું નામ હવેથી કમલમ છે અને હવેથી તે આ નામથી જ ઓળખાશે. આ ફળનું જે નામ છે એટલે કે ડ્રેગન ફ્રૂટ તે ચાઈનીઝ છે. તેથી હવે તેને લોકલ નામ આપવામાં આવ્યું છે.

image source

આ ફળને નવું નામ અને ઓળખ આપવા માટે સરકારે નવા નામની માન્યતા માટે દરખાસ્ત પણ કરી છે. એટલે કે ભવિષ્યમાં આ ફળને સત્તાવાર રીતે કમલમ નામ મળી જશે. મહત્વપૂર્ણ છે કે આ ફળની ખેતી સૌથી વધુ કચ્છમાં થાય છે. અહીંના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે. તેવામાં કચ્છના ખેડૂતોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે આ ફળને વિદેશી નહીં પણ લોકલ નામ આપવામાં આવે. આ દરખાસ્તને સરકારે પણ માન્ય રાખી અને મુખ્યમંત્રીએ જ પોતે આ નવા નામની સત્તાવાર જાહેરાત કરી દીધી.

image source

જો કે આ વાત સોશિયલ મીડિયા પર ચર્ચાસ્પદ બની ચુકી છે. લોકો સરકારની ફ્રૂટ નીતિ અંગે સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચાઓ કરી રહ્યા છે. જેમાં કેટલાક લોકો આ વિષયને મુદ્દો બનાવી અને સરકારની ટીકા કરી રહ્યા છે તો કેટલાક લોકો ડ્રેગન ફ્રૂટનું નામ બદલાયું એ વાતની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત