જાણો સૈન્ય અધિકારીઓના પદનામ અને ખભા પર લાગેલા રેન્ક વિશે, 90 ટકા લોકો નથી જાણતા આ વિશે

ભારતીય સેનામાં નોકરી એ દરેક યુવાનો માટે ગર્વની વાત છે. તેની સાથે જોડાયેલું ગૌરવ અને આદર યુવાનોને પોતાની તરફ આકર્ષિત કરે છે. તે ભારતીય સશસ્ત્ર દળોનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભારતીય સેનાની ગણતરી વિશ્વની ટોચની 5 સૈનામાં થાય છે. ભારતીય સૈનિકો શક્તિશાળી બનાવે છે તેના જવાનો અને તેમા ઉપયોગમાં લેવામાં આવતા શસ્ત્રો.

image source

સૈન્યમાં પણ પદનો ક્રમ હોય છે, જે મુજબ સૈન્યની કામગીરી ચાલે છે. આજે અમે તમને ભારતીય સૈન્યમાં રેન્કિંગનો ક્રમ અને પદ અનુસાર યુનિફોર્મમાં લાગેલા બેજ વિશે માહિતી આપીશું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ માહિતી મહત્વપૂર્ણ છે.

ફિલ્ડ માર્શલ

image source

થલ સેનામાં સર્વોચ્ચ રેન્ક ફીલ્ડ માર્શલની ગણાય છે. આ પદ કોઈપણ અધિકારીને સન્માન તરીકે આપવામાં આવે છે. જો કોઈ અધિકારી યુદ્ધમાં અથવા કોઈપણ મોટા ઓપરેશનમાં સર્વોચ્ચ પ્રદર્શન કરે છે, તો તેને એવોર્ડ આપવામાં આવે છે. ઇતિહાસમાં અત્યાર સુધી આ રેન્ક ફક્ત બે અધિકારીઓને આપવામાં આવ્યો છે, જેમાં કે.એમ. કરિઅપ્પા અને સેમ માણેકશોના નામ શામેલ છે. આ અધિકારીઓના ગણવેશ પર અશોક સ્તંભ અને કમળની માળા સૈબર ક્રોસમાં લાગેલી હોય છે. હવે આ બિરુદ કોઈને આપવામાં આવ્યું નથી.

જનરલ

image source

હાલમાં ભારતીય થલ સેનામાં આ સર્વોચ્ચ ક્રમ છે અને તેને કમાન્ડર-ઇન-ચીફ પણ કહેવામાં આવે છે. જનરલ રેન્કના ઓફિસરના ગણવેશમાં એક ક્રોસ્ડ બૈટન, સૈબર અને એક સ્ટારની સાથે અશોક સ્તંભ લાગેલ હોય છે. આ અધિકારીઓની નિમણૂક ત્રણ વર્ષ માટે કરવામાં આવે છે અને 62 વર્ષની વયે નિવૃત્ત થઈ છે.

લેફ્ટનન્ટ જનરલ

image source

લેફ્ટનન્ટ જનરલના ગણવેશ પર અશોક એક સ્તંભની સાથે બૈટન અને સૈબર ક્રોસમાં લાગેલી હોય છે. આ પદ પર કમિશંડ સર્વિસ દ્વારા અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે અને નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષ નક્કી કરવામાં આવી છે.

મેજર જનરલ

image source

મેજર જનરલનો રેન્ક નૌસેનાના રીયર એડમિરલ અને એર ફોર્સના એ.વી.એમ.ની બરાબર હોય છે. કમિશંડ સર્વિસના આધારે જ મેજર જનરલના પદની નિમણૂક પણ કરવામાં આવે છે અને આ માટે 58 વર્ષની વય નિવૃત્તિ નક્કી કરવામાં આવી છે. મેજર જનરલના યુનિફોર્મ પર એક સ્ટાર અને સૈબર ક્રોસમાં લાગેલ હોય છે.

બ્રિગેડિયર

મેજર જનરલ પછી બ્રિગેડિયરનો ક્રમ આવે છે. તે બ્રિગેડનો વડો ગણાય છે અને આ પદ પર પણ નિયુક્તિ કમિશંડ સર્વિસના આધારે થાય છે. બ્રિગેડિયરના ગણવેશમાં ત્રણ સ્ટાર અને અશોક સ્તંભ લાગેલ હોય છે. નિવૃત્તિ માટેની વયમર્યાદા 58 વર્ષ નક્કી કરવામાં આવી છે.

કર્નલ

image source

કર્નલની પોસ્ટ કમિશંડ સર્વિસના આધારે નિયુક્ત કરવામાં આવે છે. આ પોસ્ટના અધિકારી પાસે તેના ગણવેશ પર બે સ્ટાર અને અશોક સ્તંભ હોય છે. આ અધિકારીઓ 54 વર્ષની વયે નિવૃત્ત થાય છે.

લેફ્ટનન્ટ કર્નલ – આ પદ મેળવવા માટે 13 વર્ષની સેવા કરવી ફરજિયાત છે. આ રેન્કના ઓફિસર ની વર્દી પર અશોક સ્તંભ અને એક સ્ટાર લાગેલ હોય છે.

મેજર- લેફ્ટનન્ટ કર્નલ બાદ મેજર રેન્કના અધિકારીઓ આવે છે. તેની વર્દીમાં એક અશોક સ્તંભ લાગેલો હોય છે. આ ઉપરાંત મેજર પદ પર 2 વર્ષની સેવા બાદ બઢતી પણ થઈ શકે છે.

કેપ્ટન- સૈન્યમાં કમિશંડ ઓફિસર તરીકે 2 વર્ષ કામ કર્યા બાદ તેનું કેપ્ટન પદ માટે પ્રમોશન થાય છે.કેપ્ટનના ગણવેશ ત્રણ સ્ટાર હોય છે

લેફ્ટનન્ટ – ભારતીય સૈન્યમાં આ પ્રારંભિક કમિશંડ રેન્ક ગણાય છે. આઇએમએ, ઓટીએ (ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી) જેવી એકેડેમીમાં તાલીમ લીધા પછી પાસ આઉટ યુવા લેફ્ટનન્ટના પદ પર જાય છે. લેફ્ટનન્ટના ગણવેશમાં બે સ્ટાર્સ લાગેલા હોય છે

ક્વાર્ટર માસ્ટર હવાલદાર – તેના ગણવેશમાં અશોક સ્તંભ અને ત્રણ રેન્ક શેવરોન (ત્રણ ધારિયઓવાળી પટ્ટી) નુ નિશાન હોય છે.

હવાલદાર – હવાલદારની ગણવેશમાં ત્રણ રેન્ક શેવરોન (ત્રણ ધારિયઓવાળી પટ્ટી) નુ નિશાન હોય છે. તેમની નિવૃત્તિની વય 49 વર્ષ અથવા સેવાના 26 વર્ષ (જે પણ પહેલા થઈ જાય) નક્કી કરવામાં આવી છે.

જુનિયર કમીશન અધિકારીઓની રેન્ક

image source

સુબેદાર મેજર – સુબેદાર મેજર અથવા રીસાલદાર મેજરના ગણવેશ પર અશોક સ્તંભ અને પટ્ટી લાગેલી હોય છે. તેમની નિવૃત્તિ વય 54 વર્ષ અથવા 34 વર્ષની સેવા (જે પહેલાં થઈ જાય ) નિર્ધારિત કરવામાં આવી છે.

સુબેદાર – સુબેદાર અથવા રીસાલદારના ગણવેશ પર બે બિંદુવાળા સ્ટાર્સ અને પટ્ટી લાગેલી હોય છે. તેમની સેવા નિવૃત્તિ વય 52 વર્ષ અથવા 30 વર્ષની સેવા (જે પણ પહેલા થઈ જાય) નક્કી કરવામાં આવી છે.

નાયબ સુબેદાર – નાયબ સુબેદાર કે નાયબ રિસાલદારની વર્દી ઉપર પાંચ બિંદુઓ વાળા સ્ટાર્સ અને પટ્ટી લાગેલી હોય છે. તેમની સેવા નિવૃતિની વય 52 વર્ષ કે પછી 28ની સેવા (જે પણ પહેલા થઈ જાય) નક્કી કરવામાં આવી છે.

નાયક – નાયકના ગણવેશ પર બે રેન્ક શેવરોનનુ નિશાન હોય છે. તેમની નિવૃત્તિ વય 49 વર્ષ અથવા સેવાના 24 વર્ષ (જે પહેલાં હોય થાય તે) નિર્ધારિત કરવામાં આવ્યા છે.

લાન્સ નાયક – લાન્સ નાયકના ગણવેશ પર એક રેન્ક શેવરનની નિશાની છે. તેમની નિવૃત્તિ વય 48 વર્ષ અથવા 22 વર્ષની સેવા (જે અગાઉ થાય તે) નક્કી કરવામાં આવી છે.

સૈનિક – સૈનિકના ગણવેશ પર કોઈ નિશાન નથી હોતુ. સૈનિકની નિવૃત્તિ વય 42 વર્ષ અથવા સેવાના 19 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત