ઉત્તરાખંડ: ગ્લેશિયર ફાટતાં તબાહી, જાણો કેમ અને કેવી રીતે ફાટે છે ગ્લેશિયર, તેના લીધે કેમ આવે છે પૂર અને સર્જાય છે વિનાશ….

ઉત્તરાખંડ (Uttrakhand રાજ્ય માંથી ઘણા સમાચાર આવી રહ્યા છે. પહેલા પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ ચમોલી જીલ્લાની નજીક ગ્લેશિયર (Glacier) તૂટી જતા ભારે હિમસ્ખલન (Avalanche)થવા પામ્યું છે. ભારે તારાજી થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્લેશિયતૂટી જવાના લીધે તેનો બરફ ધૌલીગંગા નદી (Dhauliganga River)માં વહી રહ્યું છે તેની આસપાસ આવતા વિસ્તારોમાં જાન- માલને ખુબ જ નુકસાન થયું હોવાનો ભય સેવાઈ રહ્યો છે.

image source

ઉત્તરાખંડ રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે એટલું જ નહી, રેસ્કયુ ટીમને પણ ઘટના સ્થળે મોકલવામાં આવી છે. ઋષિગંગા પાવર પ્રોજેક્ટ (Rushi Ganga Project)ને પણ ઘણું નુકસાન થયા હોવાની જાણકારી મળી રહી છે. અલકનંદા નદી (Alaknanda River) ના તટે વસતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ચાલ્યા જવાના નિર્દેશ કરવામાં આવ્યા છે. સાવધાની રાખતા ભગીરથી નદીના પાણીને અટકાવી દેવામાં આવ્યું છે અને શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમને ખાલી કરાવી દેવામાં આવ્યા છે.

ગ્લેશિયર કેવી રીતે તૂટે છે?

image source

ગ્લેશિયર ઘણા વર્ષો સુધી મોટા પ્રમાણમાં એક સ્થાન પર બરફ જામી જવાના લીધે બને છે. ગ્લેશિયર બે પ્રકારના હોય છે.: અલ્પાઈન ગ્લેશિયર્સ અને બરફની ચાદરો. પર્વતો પરના ગ્લેશિયરને અલ્પાઈન શ્રેણીમાં સમાવેશ થાય છે. પર્વતો પર રહેલ ગ્લેશિયર તૂટી જવાના ઘણા કારણો હોઈ શકે છે. અલ્પાઈન ગ્લેશિયર તૂટવાનું કારણ ગુરુત્વાકર્ષણના કારણે હોઈ શકે છે અને બીજું ગ્લેશિયરની આસપાસ તણાવ વધી જવાના કારણે અને ગ્લોબલ વોર્મિંગના કારણે બરફ ઓગળવાથી પણ ગ્લેશિયરના ભાગ તૂટી જુદો પડી જાય છે. યારે ગ્લેશિયર માંથી બરફનો કોઈ ભાગ જુદો પડી જાય છે ત્યારે તેને કલ્વિંગ તરીકે ઓળખવામાં આવે છે.

ગ્લેશિયરના કારણે પુરની સ્થિતિ કેવી રીતે થઈ શકે છે?

image source

હિમનદી ફાટી જવાના લીધે કે પછી તૂટી જવાના લીધે પુર જેવા ભયંકર પરિણામો સામે જોવા મળી શકે છે. આવી સ્થિતિ સામાન્ય રીતે ત્યારે ઉત્પન્ન થાય છે જયારે ભાંગી ગયેલ ગ્લેશિયરની અંદરની તરફ ડ્રેનેજ બ્લોક આવ્યો હોય છે. પાણી પોતાનો માર્ગ કરી લે છે અને જયારે આ પાણી ગ્લેશિયરના વચ્ચેના ભાગેથી પસાર થાય છે ત્યારે બરફના ઓગળવાનો દર વધી જાય છે અને પાણીનો માર્ગ મોટો થતો જાય છે સાથે જ બરફ પણ પીગળીને વહેવા લાગે છે. એન્સાયકલોપીડિયા બ્રિટાનિકાના જણાવ્યા મુજબ આવી સ્થિતિને આઉટબર્સ્ટ પુર (Outburst flood) તરીકે જાણવામાં આવે છે. આવી સ્થિતિ સામાન્ય રીતે પર્વત વિસ્તારોમાં જોવા મળે છે. પર્વત પણ આવેલ ઘણા ગ્લેશિયર દર વર્ષે તૂટે છે જયારે ઘણા ગ્લેશિયર બે કે ત્રણ વર્ષના અંતરે તૂટે, પરંતુ પર્વત વિસ્તાર પર આવેલ કેટલાક ગ્લેશિયર એવા હોય છે જે ક્યારે તૂટશે તેના વિષે કોઈ અંદાજ લગાવી શકાય નહી.

ઉત્તરાખંડ રાજ્યમાં ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

image source

ઉત્તરાખંડ રાજ્યમાં ગ્લેશિયર તૂટી જવાના લીધે કીર્તિ નગર, દેવપ્રયાગ, મુનિ કી રેતી જેવા વિસ્તારમાં રહેતા લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે. સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતના જણાવ્યા મુજબ, ‘અમને અત્યાર સુધીમાં મળેલ જાણકારી પ્રમાણે બે પુલ તણાઈ ગયા હોવાના અહેવાલ મળ્યા છે. સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત વધુ જણાવતા કહે છે કે, જાનમાલને ખુબ જ નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમ છતાં અત્યાર સુધીની સ્થિતિ પૂરી રીતે સ્પષ્ટ થઈ શકી નથી. SDRF અને જીલ્લા વહીવટી તંત્રની ટીમોને મદદ કરવા માટે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી જવા નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત