લગ્ન પછી ભારતીય સ્ત્રીઓ માંગમાં કેમ ભરે છે સિંદૂર? જાણો આ પાછળ શું છે માન્યતા

લગ્ન પછી ભારતીય સ્ત્રીઓ માંગમાં સિંદૂર કેમ ભરે છે? માંગમાં સિંદૂર ભરવા પાછળ કઈ ધાર્મિક માન્યતાઓ અને ક્યાં વૈજ્ઞાનિક રહસ્ય છે? ભારતમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે માંગ ભરવી અનિવાર્ય કેમ માનવામાં આવે છે? લગ્ન સમયે માંગ ભરવાની વિધીને ખાસ મહત્વ કેમ આપવામાં આવે છે? જો તમે પણ આ સવાલોના જવાબ નથી જાણતા, તો અમે તમને જણાવી રહ્યા છે માંગમાં સિંદૂર ભરવા સાથે જોડાયેલી માન્યતાઓ અને વૈજ્ઞાનિક રહસ્યો.

image source

1) આપણા દેશમાં સિંદૂરને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે એટલે લગ્ન સમયે વર સિંદૂરથી વધુની માંગ ભરે છે.

2) સિંદૂર સૌભાગ્યવતી સ્ત્રીઓના શનગારમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે એટલે લગ્ન પછી લગભગ બધી સ્ત્રીઓ માંગમાં સિંદૂર ભરે છે.

3) પૌરાણિક કથા અનુસાર, દેવી પાર્વતી પોતાના પતિ શિવજીને ખરાબ નજરથી બચાવવા માટે સિંદૂર લગાવતી હતી. એ જ રીતે માતા સીતા પણ ભગવાન રામની લાંબી ઉંમર માટે સિંદૂર લગાવતી હતી.

image source

4) એવી ધાર્મિક માન્યતા છે કે માતા લક્ષ્મીનો પૃથ્વી પર પાંચ સ્થાનમાં વાસ છે, જેમાંથી એક સ્થાન છે માથું. એટલે પરણિત સ્ત્રીઓ માંગમાં માતા લક્ષ્મીનું પ્રિય સિંદૂર લગાવે છે જેથી એમના ઘરે માતા લક્ષ્મીનો વાસ થાય અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ જળવાઈ રહે.

5) શાસ્ત્રો અનુસાર, જે સ્ત્રીઓ માંગમાં લાબું સિંદૂર લગાવે છે એમના પતિને ખૂબ જ માન સમ્માન મળે છે.

6) સિંદૂરમાં પારા જેવી ધાતુની અધિકતા હોય છે જેનાથી ચહેરા પર કરચલીઓ નથી પડતી એટલે કે સિંદૂર લગાવવાથી સ્ત્રીઓના ચહેરા પર વધતી ઉંમરના સંકેત જલ્દી નથી દેખાતા અને એમનો ચહેરો સુંદર લાગે છે.

7) સિંદૂર લગાવવાથી સ્ત્રીના શરીરમાં સ્થિત વૈધુતિક ઉત્તેજના નિયંત્રણમાં રહે છે.

image source

8) લાલ રંગ સ્ત્રીઓની ખુશી, તાકાત, સ્વસ્થ, સુંદરતા વગેરે સાથે સીધો જ જોડાયેલો છે એટલે માંગમાં સિંદૂર લગાવવું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે.

9) સ્ત્રીઓ આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ક્યારેય પણ કોઈ અન્ય સ્ત્રીનું સિંદૂર ન લગાવો અને ના કોઈને તમારું સિંદૂર લગાવવા દો. એવું કરવાથી પતિનો પ્રેમ વહેંચાઈ જાય છે.

10) સ્નાન કર્યા વગર ક્યારેય પણ સિંદૂર ન લગાવો. જો સિંદૂર જમીન પર પડી જાય તો એને ઉઠાવીને ડબ્બીમાં ન ભરો. જમીન પર પડેલું સિંદૂર લગાવવું એ સારું નથી માનવામાં આવતું.

તમે ઘરે જ બનાવી શકો છો સિંદૂર.

image source

જો તમે ઘરે જ સિંદૂર બનાવવા માંગતા હોય તો એ માટે હળદર, ફટકડી અને સુહાગા મિક્સ કરીને એમાં લીંબુનો રસ ભેળવો. આ મિશ્રણને ડબ્બીમાં ભરી લો અને પછી તેનો ઉપયોગ કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ