મહિલાઓ પિરીયડ્સમાં હોય ત્યારે રસોડામાં અને મંદિરમાં કેમ નથી જતી, જાણો આ પરંપરાની શરૂઆત કેવી રીતે થઇ…

મિત્રો, માસિકધર્મ એ એક સામાન્ય ઘટના છે કે, જેનાથી સ્ત્રીઓ દર મહીને પીડાય છે. આ દિવસો દરમિયાન સ્ત્રીઓએ અસહ્ય પીડાઓનો સામનો કરવો પડે છે. આ સમયકાળ દરમિયાન તેમના શરીરમાથી લોહીનુ પ્રમાણ ખુબ જ વધારે પડતુ નીકળતુ હોય છે અને તેના કારણે જ શરીરમા નબળાઇની સમસ્યા પણ આવવા લાગે છે.

image source

આ માસિકની સમસ્યા દરમિયાન સ્ત્રીઓને મૂડ સ્વીંગની પણ વધારે પડતી સમસ્યાઓ રહેતી હોય છે. આપણા દેશમા લગભગ મોટાભાગના ઘરોમા આ માસિકધર્મના સમય દરમિયાન અમુક વિશેષ પ્રકારના નીતિ-નિયમોનુ પાલન કરવામા આવતુ હોય છે, જેને લઈને ઘણીવાર આપણા મનમા અનેકવિધ પ્રકારના વિચારો આવતા હોય છે, તો ચાલો જાણીએ.

image source

આ દિવસો દરમિયાન સ્ત્રીઓને રસોઈઘરની અંદર પ્રવેશવા દેવામા આવતી નથી તથા મંદિરમા જઈને પૂજા કરવા માટે પણ તેના પર પ્રતિબંધ લગાવવામા આવે છે. શું તમે ક્યારેય આ પાછળનું વાસ્તવિક કારણ શોધવા માટેનો પ્રયત્ન કર્યો છે ? નહિ તો ચાલો આજે એક તજજ્ઞનુ આ અંગે શું કહેવુ છે? તેના વિશે આપણે માહિતી મેળવીએ.

image source

તે જણાવે છે કે, આ બધુ જ લોકોની નીચી માનસિકતાનુ પરિણામ છે કે, સ્ત્રીઓને રસોડામાં પ્રવેશ ન કરવા દે અને મંદિરથી દૂર રહેવું અને પૂજા કરવી. આ દિવસો એવા હોય છે કે, જ્યારે સ્ત્રીઓને વધારે પડતા આરામની જરૂર હોય છે.આ સમય દરમિયાન સ્ત્રીઓના શરીરમા ખુબ જ વધારે પડતી નબળાઈ જોવા મળે છે, તેથી તેને શક્ય તેટલો આરામ મળે તે અત્યંત આવશ્યક છે.

image source

પહેલાના સમયમા સંયુક્ત કુટુંબ રહેતા હતા અને તેના કારણે સ્ત્રીઓ પર આખા ઘરની જવાબદારીઓનો ભાર રહેતો હતો, ત્યારે આ માસિકધર્મના દિવસો એવા હતા કે જ્યારે એક સ્ત્રીને આ તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવામા આવતી હતી. જેથી, તેને યોગ્ય આરામ મળી રહે.

આ ઉપરાંત પ્રાચીન સમયમા લોકો ખૂબ જ વધારે પડતા ધાર્મિક હતા. તેઓ આ બાબતોને તર્ક કરતા ધર્મ સાથે જોડતા હતા. આ સમયે રૂઢીચુસ્તતાનુ પ્રમાણ ખુબ જ વધારે હતુ. આ સમયે સ્ત્રીઓને પૂજા-પાઠના કાર્યોથી એટલા માટે દૂર રાખવામાં આવતી હતી કારણકે, તે સમયના લોકો એવુ સમજતા હતા કે, સ્ત્રીઓ આ સમયે અપવિત્ર હોય છે માટે તેને પૂજા અને ધાર્મિક કાર્યોથી દૂર રાખવામા આવતી.

image source

હવે મિત્રો જો અત્યારના સમય અને તર્ક-વિતર્ક પ્રમાણે જોવા જઈએ તો આ બધી જ બાબતો તમને દકીયાનુસી લાગશે, હા, પણ તમે એ બાબતને પણ નકારી શકો નહિ કે, આપણા વડવાઓ જે કઈપણ બોલતા કે કરતા તેની પાછળ કોઈ વિશેષ તર્ક હમેંશા રહેતો એટલે જો જોવા જઈએ તો આ બાબતને તમે અંધશ્રદ્ધા સાથે પણ ના સરખાવી શકો કે ના તો તેને કોઈ વિશેષ પરંપરા સાથે પણ ઓળખાવી શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *