છપાકથી લઇને આ વેબ સિરીઝનો થયો છે જોરદાર વિરોધ, જેમાં એક વિશે વાંચીને તમે પણ બોલી ઉઠશો બાપ રે બાપ!

વેબ સિરિઝ ધ સૂટેબલ બોયમાં એક મુસ્લિમ છોકરાનું હિન્દુ છોકરીને ચુમવું, પાતાલ લોકમાં એક કૂતરાનું નામ, ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં પાકિસ્તાની એક્ટરની ભૂમિકા વિગેરે પહેલા પણ વિવાદોને જન્મ આપી ચૂક્યા છે અને તેમાં નવું નામ તાંડવ વેબ સિરિઝનું ઉમેરાયું છે.

image source

એમેઝોન પ્રાઈમ વિડિયો પર પ્રસારિત થતી 9 એપિસોડવાળી પોલિટિકલ થ્રિલર તાંડવનું સ્ટ્રીમિંગ છેલ્લા એક અઠવાડિયાથી શરૂ થયું છે. તેની સાથે જ એ વિવાદમાં ઘેરાઈ ગઈ અને તેનો બહિષ્કાર કરવાની માંગ ઉભી થઈ છે. લખનૌમાં તેના નિર્માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સૈફ અલી ખાન, ડિંપલ કપાડિયા, મોહમ્મદ જીશાન, અયુબ અને સુનીલ ગ્રોવર અભિનિત તાંડવ નામની વેબ સીરીઝમાં કોલેજના વિદ્યાર્થી શિવાનું કિરદાર ભજવી રહેલા જીશાનને એક નાટકમાં ભગવાન શંકર તરીકે બતાવવામા આવ્યા છે જેના પર વિવાદ ઉભો થયો છે.

image source

કરહણ જોહર નિર્દેશિત ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનનું પાત્ર હોવાના કારણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તરફથી ધમકીઓ મળી હતી. પાર્ટીએ કહ્યું કે ઉરી આતંકવાદી હૂમલા બાદ પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ નહી કરવા દેવામા આવે. તેના પર કરણ જોહરે માફી માંગવી પડી હતી.

image source

સંજય લીલા ભણસાળીની પદ્માવત રિલિઝ પહેલાં કરણી સેનાએ તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી અને રાણી પદ્માવતી સાથે જોડાયેલા ઐતિહાસિક તથ્યોમાં ફેરબદલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફિલ્મનું નામ પદ્માવતીથી બદલીને પદ્માવત કરી દેવામા આવ્યું હતું. દીપિકા પાદુકોણ સ્ટારર એસિડ એટેક વિક્ટિમ એક મહિલાની સત્ય કથા પર આધારિત છપાક ફિલ્મનો ત્યારે વિરોધ કરવામાં આવ્યો જ્યારે દીપિકા પાદુકોણ ગયા વર્ષે ફિલ્મની રિલિઝ પહેલાં જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલયમાં જઈને તેના વિદ્યાર્થીઓ સાથે એકતા પ્રદર્શિત કરી હતી. આ વિદ્યાર્થીઓ પર બુકાનીધારી ઉપદ્રવિઓ વિશ્વવિદ્યાલય પરિસરમાં હૂમલો કર્યો હતો.

image source

વિક્રમ સેઠની નવલકથા પર આધારિત ધ સૂટેબલ બોય નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ હતી. તેમાં એક મંદિરની પૃષ્ઠભૂમિમાં એક મુસ્લિમ છોકરાને એક હિન્દુ છોકરીને ચૂમવાના દ્રશ્ય પર વિવાદ ઉભો થઈ ગયો અને કેટલાએ નેતાઓએ પણ તેનો વિરોધ કર્યો હતો.

image source

અનુષ્કા શર્મા દ્વારા નિર્મિત વેબ સિરિઝ પાતાલ લોક પર ત્યારે વિવાદ ઉભો થયો જ્યારે ભાજપા વિધાયક નંદકિશોર ગુર્જરે એમેઝોન પ્રાઈમ વિડિયો પર આવેલી આ સીરીઝમાં તેમની પરવાનગી વગર તેમની તસ્વીરનો ઉપયોગ કરવાનો આરોપ મુકીને ફરિયાદ નોંધવામાં આવી. તેમાં એક કૂતરાના નામ પર પણ વિવાદ થયો હતો.

image source

નેટફ્લિક્સ પર 2019માં આવેલી દીપા મહેતાના શો લીલાને આર્યાવર્તની ખરાબ તસ્વીર બતાવવા માટે હિન્દુ વિરોધી કહેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સેક્રેડ ગેમ્સ અને લિપસ્ટિક અંડર માઈ બુરખા સહિત અય કેટલીક ફિલ્મો અન સીરીઝને લઈ પણ ઘણા વિવાદો થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત