આ કલાકારોએ ખલનાયક બનીને જીત્યું લોકોનું દિલ, જેમાં રણવીર સિંહ આ એકટર પર પડ્યા હતા ભારે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા અભિનેતાઓ છે જેમને પોતાના પાત્રો સાથે ઘણા અખતરા કર્યા અને દર્શકોના દિલ પર રાજ લન કર્યું. સામાન્ય રીતે અભિનેતા પડદા પર હીરો બનીને વાહવાહી લૂંટે છે પણ ઘણા એવા પણ છે જે ખલનાયક બનીને છવાઈ જાય છે.

image source

ન ફક્ત અભિનયથી જ પણ લુકસથી પણ હીરો પર ભારે પડી જાય છે. તો ચાલો એક નજર નાખીએ એવા અભિનેતાઓ પર જે પડદા પર ખલનાયકના રોલમાં દેખાયા લન લુકસના કારણે એમની ઘણી પ્રશંસા થઈ.

સંજય દત્ત.

image source

સંજય દત્તે પોતાના આખા કરિયર દરમિયાન અલગ અલગ પ્રકારના પાત્ર ભજવ્યા. લાંબી પહોળી કદ કાઠી વાળા સંજય દત્ત ઘણી ફિલ્મોમાં ખલનાયક બન્યા.હીરોના પાત્રમાં તો સંજય દત્ત ફિટ બેઠા જ પણ વિલન બનીને પણ એમને લોકોનું દિલ જીતી લીધું. એમને ફિલ્મ વાસ્તવ, અગ્નિપથ અને પાનીપતમાં વિલનનું પાત્ર ભજવ્યું છે.

રોનીત રોય

image source

ટીવી અભિનેતા રોનીત રોયે બોલીવુડમાં પણ પોતાનો ખૂબ દમ બતાવ્યો. એ ફિલ્મ બોસ, ગુડડુ રંગીલા, ઉડાન અને કાબિલમાં ખલનાયક બન્યા. એમના દરેક પાત્રને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું છે.

સૈફ અલી ખાન.

image source

સૈફ અલી ખાનને જોઈને પહેલા કોણ કહી શકતું હતું કે એ વિલનના પાત્રમાં ફિટ બેસી શકે છે. સૈફ એ કલાકારોમાંથી એક છે જે દરેક પાત્રમાં પોતાની જાતને સારી રીતે ઢાળી લે છે. ફિલ્મ ઓમકારામ એમનું પાત્ર જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ જતી. એ પછી તાનાજીમાં પણ સૈફ અલી ખાન વિલન બનીને ચર્ચામાં રહ્યા છે.

સોનુ સુદ.

image source

લોકડાઉનમાં લોકોની મદદ કરી સોનુ સુદ અસલ જિંદગીમાં હીરો બની ગયા છે. જો કે પડદા પર એમને ખલનાયકના પાત્રમાં જ વધુ જોવામાં આવ્યા છે. સોનુ સુદે દબંગ, આર રાજકુમાર અને સિમ્બા જેવી ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવ્યું છે.

વિદ્યુત જામવાલ.

image source

માર્શલ આર્ટ્સમાં નિપુણ વિધુત જામવાલે ફિલ્મ ફોર્સથી બોલીવુડમાં પગ મૂક્યો હતો. ફિલ્મમાં હીરોની ભૂમિકામાં જોન અબ્રાહમ દેખાયા હતા, વિદ્યુત જામવાલે પોતાના પાત્રથી એ હદે છાપ છોડી હતી કે દરેક એવોર્ડ ફંક્શનમાં છવાયેલા રહ્યા.

નિલ નીતિન મુકેશ.

image source

નિલ નીતિન મુકેશ ફિલ્મોમાં હીરો બનીને કઈ ખાસ કમાલ ન કરી શક્યા પણ જે ફિલ્મોમાં એ વિલન બન્યા એ માટે એ જરૂર ચર્ચામાં રહ્યા. અભિનેતાએ પ્લેયર્સ, વજીર, ગોલમાલ, અગેન અને સાહોમાં વિલનનું પાત્ર ભજવ્યું. એમાં એમના અભિનયના પણ વખાણ થયા હતા.

રાહુલ દેવ.

image source

મોડલ અને અભિનેતા રાહુલ દેવની ગણતરી હેન્ડસમ હંકમાં થાય છે. રાહુલ દેવે ફિલ્મ ચેમ્પિયન, ફૂટપાથ, આવારા પાગલ દીવાના અને સુપારી સહિત ઘણી ફિલ્મોમાં વિલનનો રોલ કર્યો છે.

રિતેશ દેશમુખ.

image source

મોટાભાગે કોમેડી ફિલ્મો કરતા રિતેશ દેશમુખ પણ વિલનનો રોલ કરી ચુક્યાં છે. રિતેશ દેશમુખે ફિલન એક વિલન અને મરજાવામાં નેગેટિવ પાત્ર ભજવ્યું હતું. બંને ફિલ્મોમાં એમના અભિનયને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

નિકીતીન ધીર.

image source

પોતાની બોડી અને લુકસને કારણે ચર્ચામાં રહેતા અભિનેતા નિકીતીન ધીર આમ તો ઓછી ફિલ્મોમાં દેખાયા છે પણ જે ફિલ્મોમાં એ દેખાયા એમાં એમને વાહવાહી બહુ લૂંટી છે. નિકીતીન ધીર જોધા અકબર, રેડી , ચેન્નઈ એક્સપ્રેસ અને મિશન ઇસતંબુલમાં ખલનાયક બન્યા હતા.

રણવીર સિંહ.

image source

રણવીર સિંહનો પદ્માવતનો રોલ કોણ ભૂલી શકે. ભલે ફિલ્મમાં રણવીર સિંહનું પાત્ર નેગેટિવ રહ્યું હોય પણ એમની ચર્ચા શાહિદ કપૂર કરતા વધુ થઈ. આ ફિલ્મમાં એમને અલાઉદ્દીન ખીલજીનું પાત્ર ભજવ્યું હતું જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!