આવતીકાલે સોનું ખરીદવાનો છે ખાસ અવસર, ભાવ જાણવાની સાથે આ રીતે ખરીદો સસ્તુ સોનુ ઘરેબેઠા

આવતીકાલે 14મેના રોજ દેશભરમાં અક્ષય તૃતિયાનો તહેવાર મનાવામાં આવી રહ્યો છે. આ દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનું ખરીદવાનું શુભ માનવામાં આવે છે. તો તમે પણ ખરીદી પહેલા નવા ભાવ જાણી લો તે જરૂરી છે.

image source

14મેના દિવસે દેશમાં અક્ષય તૃતિયાનો તહેવાર ઉજવાશે. આ દિવસે સોનું ખરીદવાનું શુભ માનવામાં આવે છે. આ દિવસે અનેક પ્રકારના સોનાની ખરીદી અને વેચાણ પણ થાય છે. ગયા વર્ષે લોકડાઉનમાં પણ તૃતિયાના દિવસે ગોલ્ડની ખૂબ જ ડિમાન્ડ રહી હતી. આ વખતે કોરોનાના કારણે ગોલ્ડ શોરૂમના શટર બંધ છે ત્યારે લોકો ઘરે બેઠા ખરીદી કરી શકશે.

અનેક શહેરોમાં લોકડાઉન

કોરોનાની બીજી લહેરના કારણે અનેક શહેરોમાં લોકડાઉન લગાવાયું છે. સ્થિતિ સારી ન હોવાથી લોકો લગ્નને ટાળી રહ્યા છે. તેની અસર સોના ચાંદીના વેચાણ પર થઈ રહી છે. આ સમયે થોડા સમયથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યલો મેટલની કિંમતો સતત ઘટી રહી છે.

આ કંપીઓ આપી રહી છે ખરીદી પર છૂટ

image source

આ બદલાતી સીઝનમાં મોટી જ્વેલર્સ કંપનીઓએ વચ્ચેનો રસ્તો કાઢ્યો છે અને તેઓ આ દિવસે ઓનલાઈન જ્વેલરી વેચી રહી છે. આ ઓર્ડર પર તેઓ ખાસ પ્રકારની છૂટ પણ તેમના ગ્રાહકોને આપી રહ્યા છે. જો તમે લાભ મેળવવા ઈચ્છો છો તો તમે પણ ઘરે બેસીને ઓનલાઈન ખરીદી કરી શકો છો.

કલ્યાણ જ્વેલર્સ 15000 રૂપિયાથી વધારેની જ્વેલરીની ઓનલાઈન ઓર્ડર આપવા માટે 5 ટકાની છૂટ આપી રહી છે. તો ટાટા ગ્રૂપના તનિષ્ક બ્રાંડ ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 25 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઓફરનો ફાયદો લેવા માટે તમે કંપનીની વેબસાઈટ www.tanishq.co.in પર જઈ શકો છો.

સોનાના ભાવમાં આવ્યો મોટો ઘટાડો

image source

આજે પ્રમુખ શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતો આ પ્રમાણેની છે. તેને ધ્યાનમાં રાખીને તમે ખરીદી કરી શકો છો.

22 કેરેટ સોનાની કિંમત

દિલ્હીમાં 45900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

મુંબઈમાં 44720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

ચેન્નઇમાં 45000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

કોલક્તામાં 45800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

24 કેરેટ સોનાની કિંમત

દિલ્હીમાં 49,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

મુંબઈમાં 45,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

ચેન્નઇમાં 49,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

કોલક્તામાં 49,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

image source

આ સાથે ચાંદીના ભાવમાં 370 રૂપિયાનો ઘટાડો થયા બાદ તે 71130 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો છે.