જાણી લો ક્યાં ફળ અને શાકભાજીની છાલ તો કોઈપણ જાતના ખચકાટ વગર ખાઈ શકો છો.

આપણે ઘણા બધા શાકભાજી અને ફળો ખાઈએ છીએ પણ એવા ઘણા ફળ અને શાકભાજી છે જેની છાલમાં પણ એટલા જ પોષકતત્વો હોય છે જેટલા અંદરના ફળ અને શાકભાજીમાં હોય છે.

image source

આજે અમે તમને જણાવીશું એવા 6 ફળ અને શાકભાજી વિશે જેને તમારે કોઈપણ જાતના ખચકાટ વગર છાલ સાથે ખાવા જોઈએ. તો ચાલો જાણી લઈએ એ ફળો અને શાકભાજી વિશે.

1. ગાજરની છાલ.

image source

એ તો બધા જ જાણે છે કે ગાજર ખાવાથી આંખોની રોશની તેજ થાય છે પણ તમને કદાચ જ ખબર હશે કે ગાજરની છાલ ખાવાથી આંખોની રોશનીમાં સુધારાની સાથે સાથે જ કેન્સરનું જોખમ પણ ઓછું થાય છે. ગાજરની છાલમાં વિટામિન બી-6, વિટામિન સી, વિટામિન એ, મેગ્નેશિયમ, પોટેશિયમ તેમજ ન્યુટ્રિએન્ટ્સ રહેલા હોય છે જે કેન્સરની કોશિકાઓને વધારતી રોકવામાં ખૂબ જ મદદ કરે છે. એ સિવાય ગાજરની છાલમાં બીટા કેરોટીન રહેલું હોય છે જે સ્કિન પર થયેલી તડકાની અસરને ઘટાડવામાં મદદ કરે છે.

2. સફરજનની છાલ.

image source

જે રીતે સ્ફરજનમાં ભરપૂર પ્રમાણમાં મિનરલ અને વિટામિન હોય છે, એવી જ રીતે એની છાલમાં પણ ભરપૂર માત્રામાં પોષકતત્વો હોય છે. કહેવામાં આવે છે કે સફરજનની છાલમાં એવું ફાઇબર હોય છે જે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવાની સાથે જ સુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે.

3.બટાકાની છાલ

image source

એવું પણ માનવામાં આવે છે બટાકાની છાલમાં બટાકા કરતા વધુ ગુણ હોય છે. બટાકાની છાલ મેટાબોલિઝમને પણ સરખુ રાખવાંમાં
મદદ કરે છે. એને ખાવાથી નર્વસને મજબૂતી મળે છે.બટાકાની છાલમાં આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે જેનાથી એનિમિયા થવાનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે.

4.કેળાની છાલ.

કેળાની છાલમાં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, એન્ટી ફંગલ, ફાઇબર વગેરે પોષકતત્વો હોય છે. એ લોહી સાફ કરવા અને કબજિયાત વગેરેને ખતમ કરવામાં પણ મદદ કરે છે. એમાં ટ્રીપટોફેન નામનું એક તત્વ હોય છે જેના કારણે સૂકુનની ઊંઘ આવવામાં પણ મદદ મળે છે.

5.રીંગણની છાલ.

image source

રીંગણની છાલમાં રહેલા નેસોનીન એન્ટીઓક્સીડેન્ટ દિમાગ અને નર્વસ સિસ્ટમમાં થતા કેન્સરથી બચાવે છે. એવું માનવામાં આવે છે કે એને ખાવાથી ઉંમરની અસર પણ ઓછી થાય છે.

6. કાકડીની છાલ.

image source

કાકડીને પણ છાલ સહિત ખાવી ફાયદાકારક હોય છે. એ શરીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ,વિટામિન એ, વિટામિન કે વગેરેની કમીને પુરી કરવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *