કોરોના વેક્સિન લેનારી પહેલી ભારતીય અભિનેત્રી બની ‘આ’, શેર કર્યો પોતાનો અનુભવ

હમ, ગોપી કિશન, આંખે, બેવફા શનમ, ખુદા ગવાહ જેવી હિટ ફિલ્મોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરનાર એક્ટ્રેસ શિલ્પા શિરોડકર ઘણા વર્ષોથી મોટા પડદા પરથી ગાયબ હતી. જો કે શિલ્પા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. એનું કારણ એ છે કે શિલ્પાએ હાલમાં જ વેકસીન લીધી છે અને એનો ફોટો એમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. સૌથી ખાસ વાત એ છે કે શિલ્પા વેકસીનેશન કરાવનારી પહેલી ભારતીય અભિનેત્રી છે.

image source

શિલ્પા શિરોડકરનો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે એમાં એમને ચહેરા પર માસ્ક લગાવેલું છે. અને સાથે સાથે એમની હાથ પર એક હળવી પટ્ટી બાંધેલી છે. આ ફોટો શેર કરતે એમને લખ્યું કે “વેકસીનેટેડ અને સુરક્ષિત….આ ન્યુ નોર્મલ છે…2021 હું આવી રહી છું” હવે શિલ્પાનો આ ફોટો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે શિલ્પા સિવાય હજી સુધી કોઈપણ ભારતીય એક્ટ્રેસે વેકસીન નથી લીધી.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shirodkar (@shilpashirodkar73)

તમને જણાવી દઈએ કે શિલ્પા શિરોડકરને આ વેકસીન દુબઈમાં આપવામાં આવી છે. કરિયરની વાત કરીએ તો શિલ્પાએ ઘણી બધી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું પણ પછી એ મોટા પડદાથી દૂર જતી રહી. એક ઇન્ટરવ્યૂમાં એમને કહ્યું હતું કે વર્ષ 2000માં લગ્ન થયા પછી મારા પતિ અને હું પાંચ વર્ષ સુધી લોન્ગ ડિસ્ટનસમાં રહ્યા. પછી હું દુબઈ જતી રહી પણ મારા કામને ખૂબ જ મિસ કરતી હતી.

image source

જો કે હવે શિલ્પા ખૂબ જ જલ્દી બોલીવુડમાં કમબેક કરવાની છે. એની જાણકારી એમને જાતે જ આપી છે. ફિલ્મોમાં કમબેકને લઈને એક્ટ્રેસે કહ્યું કે મારા સમયથી લઈને અત્યાર સુધીમાં સિનેમા ઘણું બદલાઈ ચૂક્યું છે. હવે લોકો વધુ પ્રોફેશનલ થઈ ગયા છે. હું મારા કરીયરના જે સ્ટેજ પર છું ત્યાં રોમેન્ટિક લીડ કેરેકટર પ્લે કરવા વિશે હું વિચારી પણ નથી શકતી.

image source

શિલ્પાએ જણાવ્યું છે કે એમને પડદા પર પરત ફરવાની ખુશી થઈ રહી છે. શિલ્પા ફિલ્મોમાં તો પરત ફરશે પણ સોશિયલ મીડિયા પર એ ઘણા વર્ષોથી એક્ટિવ છે. એમના ફેન્સ એમના ફોટાને ઘણું પસંદ પણ કરે છે. હવે શિલ્પાએ કોરોના વેકસીન લગાવીને પોતાના ફેન્સને વધુ એક સરપ્રાઈઝ આપી દીધી ચ3. ફેન્સ એમની આ પોસ્ટ જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત