મંત્રી મંડળમાં સ્થાન ધરાવતા મંત્રીઓ જાણો કોણ છે અને ક્યાં કરી ચૂક્યા છે કામ

નવા મંત્રી મંડળનો શપથગ્રહણ સમારોહ પૂર્ણ થઈ ચુક્યો છે. રાજ્યમાં મુખ્યમંત્રી સહિત 25 મંત્રીઓએ શપથ લીધા છે. જેમાં 10 કેબિનેટ મંત્રી હશે જેમાંથી 5ને સ્વતંત્ર હવાલો મળશે અને 15 રાજ્યકક્ષાના મંત્રીઓ છે. કોણ છે આ 25 મંત્રીઓ અને ક્યાંથી આવે છે તે જાણો બધું જ નવા મંત્રી મંડળ વિશે.

image source

નરેશ પટેલ – સી.આર.પાટીલના નજીકના માણસ છે ગણદેવીથી સતત બે ટર્મથી ચૂંટાયા છે. આદિવાસી સમાજમાં સારી પકડ ધરાવે છે. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે

દુષ્યંત પટેલ – બે ટર્મથી ધારાસભ્ય તરીકે કાર્યરત, ભરૂચ જિલ્લા ક્રિકેટ એસો.ના પ્રમુખ, પાટીદારોમાં સારુ પ્રભુત્વ, આનંદીબેનના નજીકના માણસ. 2017માં બેસ્ટ ધારાસભ્યનો એવોર્ડ જીત્યો છે 2021માં ગુજ.વિધાનસભામાં ગૌણ સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે

કિરીટસિંહ રાણા- લિંબડીથી ધારાસભ્ય, પશુપાનલ મંત્રી રહી ચુક્યા છે. લિંબડી વિસ્તારમાં ભારે પ્રભુત્વ. બહોળો રાજકીય અનુભવ

image source

મુકેશ પટેલ- પાટીદાર સમાજ પર પ્રભૂત્વ, વિકાસના કામોને આપ્યુ પ્રાધાન્ય, ઓલપાડના ધારાસભ્ય, ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખ, ક્રિકેટ અને પ્રવાસનો શોખ છે.

જીતુ ચૌધરી – કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, વિકાસના કામોને પ્રાધાન્ય, ગ્રામ્ય પંચાતના ઇલેક્શનથી કારકિર્દી શરૂ થઇ હતી

બ્રિજેશ મેરજા – મોરબીના ધારાસભ્ય, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા, સૌરાષ્ટ્ર કડવા પાટીદાર પર પ્રભૂત્વ, મોરબી માળીયામાં જબરી લોકપ્રિયતા

રાઘવજીભાઇ પટેલ – જામનગરથી ધારાસભ્ય, ગ્રામ, ગૃહનિર્માણ રાજ્યકક્ષાના મંત્રી રહ્યા છે અનેક સંસ્થાઓમાં સેવાકીય પ્રવૃત્તિ. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા

image source

પ્રદિપસિંહ પરમાર- અસારવાના ધારાસભ્ય, પાયાના સ્તરથી વિકાસના કામો કર્યા, દલીત સમાજ પર છે પ્રભૂત્વ અનેક વ્યવસાયો સાથે સંકળાયેલા

દેવા માલમ – કેશોદના ધારાસભ્ય, કોળી સમાજના આગેવાન, 2 ટર્મથી જિલ્લાના પંચાયતના સભ્ય

ગજેન્દ્રસિંહ પરમાર – પ્રાંતિજ, તાલોદના ધારાસભ્ય, 2003થી 2005 તલોદ યુવા મોરચાના મહામંત્રી, સાબરકાંઠા યુવા મોરચાના ઉપપ્રમુખ, ઉજડીયા ગામના સરપંચ તરીકે પણ કામ કર્યું, સાબરકાંઠા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન

રાઘવજીભાઇ પટેલ – ધારાસભ્ય, જામનગર ગ્રામ,ગૃહનિર્માણ રાજ્યકક્ષાના મંત્રી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા

પ્રદિપસિંહ પરમાર – અસારવાના ધારાસભ્ય પાયાના સ્તરથી વિકાસના કામો કર્યા દલીત સમાજ પર છે પ્રભૂત્વ

image source

અર્જૂનસિંહ ચૌહાણ – ધારાસભ્ય, મહેમદાવાદ સંઘના નેતાઓની નજીક ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ

આર.સી મકવાણા – ત્રણ ટર્મથી મહુવાના ધારાસભ્ય, અમરેલી સાંસદની ચુંટણીમાં સતત 3 ટર્મથી ઇન્ચાર્જ તરીકે કાર્યરત, ભાવનગર જિલ્લા પંચાયતના સદસ્ય

જે.વી. કાકડિયા – ધારાસભ્ય, ધારી, કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અમરેલી જિલ્લા પર પ્રભૂત્વ અમરેલી જિલ્લો સર કરવામાં મહત્વનો ફાળો

કુબેરસિંહ ડિડોર – ધારાસભ્ય સંતરામપુર એસોસિએટ પ્રોફેસર તરીકે પણ કાર્યરત વનવિકાસ નિગમમાં ચેરમેન તરીકે રહી ચૂક્યા છે