બસ આટલાં જ કરોડમાં PM મોદીનું મર્ડર કરવા તૈયાર થયો યુવાન, જાણો કોણ છે શખ્સ

પોંડીચેરીથી 43 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. કારણ કે આ વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 5 કરોડ રૂપિયામાં મારી નાખવાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પોસ્ટ વાયરલ થતા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા મુજબ આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે જો તેને કોઈ 5 કરોડ આપે તો તે વડાપ્રધાન મોદીને મારી નાખવા તૈયાર છે.

image source

આ અંગે પોંડીચેરી પોલીસના જણાવ્યાનુસાર આ વ્યક્તિની ઓળખ 43 વર્ષીય સત્યનંદમ તરીકે થઈ છે. તે પોંડીચેરી નજીક આવેલા આર્યાનકુપ્પમ ગામનો રહેવાસી છે. આ વ્યક્તિ રિયલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલો છે. તેણે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ બાદ તાત્કાલિક તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને ત્યાંથી તેને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

image source

વડાપ્રધાનને મારી નાંખવાની ધમકી આપનાર આ વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 505-1, 502-2 અંતર્ગત શત્રુતા, ઘૃણાને પ્રોત્સાહન આપવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ અંગેની વિગતો પર નજર કરીએ તો આ વ્યક્તિએ ફેસબુક પર એર પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રને મોદીને જાનથી મારી નાખવા માટે તે તૈયાર છે. જો કોઈ તેને 5 કરોડ રુપિયા આપવા તૈયાર થાય તો તે આ કામ કરી શકે છે. સૌથી પહેલા એક કાર ચાલકની નજર આ પોસ્ટ પર પડી અને તેણે આ અંગે પોલીસને જાણ કરી. પોલીસે આ ફેસબુક પોસ્ટ પરથી તે વ્યક્તિને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી લીધી.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર અનેકવાર અનેક પ્રકારની અફવાઓ વહેતી થાય છે. પરંતુ આ પ્રકારની ગંભીર બાબતનો મેસેજ પહેલીવાર શેર કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ વિરુદ્ધ પોલીસે પણ તુરંત કાર્યવાહી કરી હતી. આ સાથે જ લોકોને પણ એક મેસેજ પુરો પાડવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની હિંસા ફેલાવવાની પોસ્ટ કરવી કેટલી ભારે પડી શકે છે.

image source

હવે પોલીસ આ વ્યક્તિની પુછપરછ હાથ ધરી જાણવા પ્રસાય કરશે કે તેણે વડાપ્રધાનને મારવાની પોસ્ટ શા માટે શેર કરી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત