જાણો કોણ છે 100 ગ્રામ કોકેઈન સાથે ઝડપાયેલી બીજેપી નેતા પામેલા ગોસ્વામી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ખૂબ જોરમાં ચાલી રહી છે. બંગાળમાં ટીએમસીને જોરદાર લડત આપી રહેલી ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના યુવા મોરચાની નેતા પામેલા ગોસ્વામીની પ્રતિબંધિત માદક દ્રવ્યો સાથે ધરપકડ કરવામાં આવી છે. હકીકતમાં, ભાજપ યુવા મોરચાની સુપરવાઈઝર અને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં હુગલી જિલ્લાની મહામંત્રી પામેલા ગોસ્વામીની પોલીસે 100 ગ્રામ કોકેઇન સાથે ધરપકડ કરી છે. પામેલાની સાથે તેના મિત્ર પ્રબીરકુમાર ડેની પણ ધરપકડ કરવામાં આવી છે.

BJP leader Pamela Goswami arrested with cocaine, know about her
image source

પોલીસે જણાવ્યું છે કે પામેલાને શુક્રવારે અલીપુર વિસ્તારમાં આવેલા એનઆર એવન્યુથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેની કારમાંથી તલાશી લેતા 100 ગ્રામ કોકેઇન મળી આવ્યું હતું. પામેલા સાથે તે સમયે તેનો મિત્ર પ્રબીરકુમાર ડે પણ હાજર હતો. પોલીસનું કહેવું છે કે પામેલાની ધરપકડ સમયે કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો પણ તેમની સાથે હાજર હતા.

પામેલા ભાજપની સક્રિય નેતા છે

image source

પામેલાની ધરપકડના સમાચાર આવતાની સાથે જ પશ્ચિમ બંગાળના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. પામેલા ભાજપના યુવા મોરચાની ખૂબ જ સક્રિય નેતા છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર રોજ પાર્ટીની પ્રવૃત્તિ વિશે માહિતી આપતી રહે છે. પામેલા ભાજપના નેતા મુકુલ રોય અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજશ્વી સૂર્યા સાથે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દેખાયા છે.

આ મામલે જાણો શું કહ્યું પોલીસે

image source

આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે પણ પ્રતિક્રિયા આપી છે. પોલીસે આ અંગે કહ્યું કે, અમને પહેલેથી જ શંકા હતી કે, પામેલા ગોસ્વામી ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ છે. પોલીસે કહ્યું કે, પામેલા ગોસ્વામી અને પ્રબીર વચ્ચે ઘણાં સમયથી ફ્રેન્ડશીપ છે. આગળ જણાવતા પોલીસે કહ્યું કે અમને ઘણા સમયથી શંકા હતી કે, પામેલા ગોસ્વામી નશાના વેપાર સાથે સંકળાયેલી છે. જેથી અમે શંકાના આધારે તેના પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. આ ઘટના અંગે વાત કરતા પોલીસે જણાવ્યું કે, ન્યૂ અલીપુર વિસ્તારમાં તે લોકો એક ગાડીમાં આવ્યા હતા. જ્યારે પોલીસ અધિકારીઓએ ગાડીની તપાસ કરી હતી. આ સમયે પામેલા ગોસ્વામીની બેગમાંથી 100 ગ્રામ નશીલો પદાર્થ મળી આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે તેની પૂછપરછ કરી હતી અને તે જાણવાનો પ્રયત્ન કર્યો કે, આ હેરાફેરી સાથે બીજુ કોણ કોણ સંડોવાયેલુ છે. ૉ

રિહાનાને આપ્યો હતો આ જવાબ

આ ઉપરાંત પામેલા ગોસ્વામીના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પરથી પણ અંદાજ આવે છે કે, તે રાજકીય ક્ષેત્રે ઘણી જાણીતી છે. તાજેતરમાં જ જ્યારે ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું ત્યારે પામેલાએ આ મામલે પોતાની પ્રતિક્રીયા આપી હતી કે, પૂરતી માહિતી અને જ્ઞાન વગર ભારતના આંતરિક મામલે દખલગીરી ન કરવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, આજે સાચા ખેડૂતો આવા આંતકીઓ અને દલાલોને જોઈને શરમજનક સ્થિતિમાં છે. તો બીજી તરફ તેમણે કોંગ્રેસ પર પણ આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, કોંગ્રેસના સમર્થન અને આતંકીના ફંડિંગથી આ પ્રમાણેના હિંસક આંદોલનો ચાલી રહ્યા છે.

2019માં ભાજપનું સભ્યપદ લીધું હતું

image source

પામેલા ગોસ્વામીએ વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટીની સભ્ય બની હતી. તે સમયે, પશ્ચિમ બંગાળના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ તેમને પક્ષનું સભ્યપદ આપ્યું હતું. હાલમાં પામેલા ભાજપ યુવા મોરચાની સુપરવાઈઝર અને હુગલી જિલ્લાના મહામંત્રીના પદ પર કાર્યરત છે. તે દરેક રેલી અને ભાજપની સભામાં પાર્ટી માટેના પ્રચારમાં મદદ કરતી જોવા મળી છે. તેના સંબંધિત ઘણા ફોટા તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પણ જોઇ શકાય છે. પામેલા તાજેતરમાં જ કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ ખાતે યોજાયેલા ‘પરક્રમ દિવાસ’ કાર્યક્રમમાં પણ હાજર રહી હતી. આ કાર્યક્રમ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ નિમિત્તે યોજવામાં આવ્યો હતો.

પામેલા એર હોસ્ટેસ અને એક્ટ્રેસ રહી ચૂકી છે

image source

રાજકારણમાં જોડાતા પહેલા પામેલા એર હોસ્ટેસ રહી ચૂકી છે. આની સાથે તે મોડલિંગની દુનિયામાં પણ હાથ અજમાવી ચુકી છે. તેણે અભિનેત્રી તરીકે બંગાળી ટેલિવિઝનમાં પણ કામ કર્યું છે. હાલમાં પામેલા કહે છે કે વિરોધી પક્ષો દ્વારા તેમને નિશાન બનાવવામાં આવી છે અને કહ્યું છે કે તેમને ખોટા કેસમાં ફસાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!