આ સમયથી રાજ્યમાં ખૂલી જશે સ્કૂલો, નીતિન પટેલે કરી મોટી જાહેરાત
કોરોના મહામારીની પહેલી, બીજી લહેરના વિરામ બાદ હવે ત્રીજી લહેરને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આ કારણે શાળાઓ લગભગ 2 વર્ષથી બંધ છે અને વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે.

હવે કોરોનાએ વિરામ લીધો છે ત્યારે રાજ્યમાં ફરીથી શાળાઓ ખોલવાને લઈને આજે કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે શાળાઓ ખોલવાની માંગને લઈને બેઠક બાદ નીતિન પટેલે ખાસ નિર્ણય સંભળાવ્યો છે.
શું કહ્યુ નાયબ મુખ્યમંત્રીએ

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું છે કે રાજ્યમાં જલ્દી શાળાઓ શરૂ કરાશે અને સાથે કેટલીક ખાસ શરતો અને નિયમો સાથે શાળા શરૂ કરાશે. શાળાઓ શરૂ કરવા અનેક વાર સરકાર પાસે રજૂઆત આવી છે. આ માટે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં અનેક વિદ્યાર્થીઓને મુશ્કેલી આવી રહી છે.

આ સાથે તેઓએ કહ્યું કે ગામડામાં જ્યાં વ્યવસ્થા નથી, ફોન નથી, ઈન્ટરનેટ નથી એવા વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ જલ્દી શરૂ કરાય તેવી વ્યવસ્થા વિચારાઈ રહી છે.

આ વિદ્યાર્થીઓ લાંબા સમયથી શિક્ષણથી વંચિત છે. તમામ સૂચનાના પાલન સાથે શાળાઓ ઓફલાઈન રીતે એટલે કે પહેલાની જેમ ચાલુ કરાય તે રીતે રાજ્ય સરકાર વિચાર કરી રહી છે.
ક્યારથી શરૂ થઈ શકે છે શાળાઓ

રાજ્યના મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર રાજ્યમાં શાળાઓ આવતા મહિનાની શરૂઆતમાં ખૂલી શકે છે. ઓનલાઈન શિક્ષણમાં નેટવર્કની મુશ્કેલીને લઈને નિર્ણય લેવા માટે વ્યવસ્થા કરાઈ છે.