જાણો ક્યારે ઉજવાશે હોળીનો તહેવાર, કયા દિવસે થશે હોળીકા દહન અને શું છે શુભ મૂહૂર્ત

રંગોનો તહેવાર ધૂળેટી માનવામાં આવે છે અને સાથે જ તેના એક દિવસ પહેલા હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ રંગોના તહેવારને ધામધૂમથી દેશમાં મનાવવામાં આવે છે. તેની સાથેની ધાર્મિક પરંપરાઓને પણ શ્રદ્ધા સાથે નિભાવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર અસાર આ વર્ષે હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાએ મનાવવામાં આવે છે. તેના એક દિવસ પહેલાં જ હોળિકા દહન પણ કરાય છે. જે દિવસે રંગથી હોળી રમાય છે તેને ઘૂળેટી કહેવામાં આવે છે. આ વર્ષે હોળીનો તહેવાર 29 માર્ચે સોમવારે ઉજવાશે. તેના એક દિવસ પહેલાં 28 માર્ચે રવિવારે હોળીકા દહન કરાશે.

image source

28 માર્ચ, રવિવારે કરાશે હોળીકા દહન

29 માર્ચે સોમવારે રમાશે ધૂળેટી

હોળિકા દહનનું શુભ મૂહૂર્ત- સાંજે 6.37થી રાતે 8.56 મિનિટ સુદી

પૂર્ણિમા તિથિની શરૂઆત – 28 માર્ચ સવારે 3.27 મિનિટથી થશે.

પૂર્ણિમા તિથિ સમાપ્ત – 29 માર્ચ રાતે 12.17 મિનિટે થશે.

image source

જાણો હોળીનું ધાર્મિક મહત્વ પણ

આ સાથે એક ધાર્મિક કથા જોડાયેલી છે, જે રીતે પોતાને ભગવાન માની બેઠેલા હિરણ્યકશિપુએ ભગવાનની ભક્તિમાં લીન પોતાના દીકરા પ્રહલાદને પોતાની બહેન હોળિકાની મદદથી જીવતા જ સળગાવી દેવાની કોશિશ કરી હતી. ભગવાનને પોતાના ભક્ત પર કૃપા કરી અને પ્રહલ્દા બચી ગયા અને તે આગમાં બહેન હોળિકા બળીને મરી ગઈ. આ કારણે આ તહેવારને હોળિકા દહન કહેવામાં વે છે. સાથે આ તહેવાર ભાઈચારાના રૂપમાં પણ ઉજવવામાં આવે છે.

image source

તેનાથી એ સંદેશ મળે છે કે રંગમાં રંગ હોવાના કારણે આ દિવસે કોઈ પણ પ્રકારના ભેદભાવ મટી જાય છે. હોળી દહન એ વાતનું પ્રતિક છે કે માણસ પોતાના મનના ખરાબ વિચારોને હોળીની આગની અંદર સળગાવી દે. આનાથી મન નિર્મળ રહેશે અને ભક્ત પ્રહલાદની જેમ આગની અંદરથી તપેલા સોનાની જેમ નિખરીને નીકળશે. હોળીનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ છે. આ દિવસે લોકોના મનમાં ઘણાં પ્રકારના મનોવિકાર છુપાયેલા રહે છે.

image source

હોળીના દિવસે વ્યક્તિ ખુબ જ ઉલટા સીધા કામ કરવા માટે સ્વતંત્ર બની જાય છે. હાસ પરિહાસ, ઉપહાસ, મશ્કરી, મજાક-મસ્તીના માધ્યમથી બધી જ ખરાબ ભાવનાઓ છુટી જાય છે. કોરોના મહામારીના કારણે આ વખતે પણ હોળીનો રંગ ફીકો હોઈ શકે છે. ગયા વખતે પણ આ સમયે દેશમાં કોરોનાની દસ્તક હતી અને હોળીના કાર્યક્રમ રદ કરાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!