પ્રદોષ વ્રત 2021: જાણો જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી કયા-કયા દિવસે છે પ્રદોષ વ્રત, કરી લો આ લિસ્ટ પર નજર

મિત્રો, આપણા હિંદુ ધર્મમા પ્રદોષ વ્રતનુ વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. એકાદશીની જેમ પ્રદોષ વ્રત પણ મહિનામા બે વખત આવે છે. હિન્દી કેલેન્ડર અને પંચાંગ મુજબ દરેક મહિનાની ત્રયોદશી તિથીએ પ્રદોષ વ્રત હોય છે. એવી માન્યતા છે કે, વિધિવત આ પ્રદોષ વ્રત કરવાથી તમારા તમામ દુઃખ દૂર થાય છે. તો ચાલો આજે આ લેખમા આ અંગે થોડી વિગતવાર માહિતી મેળવીએ.

આ વર્ષનુ પ્રથમ પ્રદોષ વ્રત ક્યારે છે?

image source

આ વર્ષનુ પ્રથમ પ્રદોષ વ્રત ૧૦ જાન્યુઆરીના રોજ હતુ. પ્રદોષ વ્રતની મુખ્યત્વે સાંજે પૂજા કરવામાં આવે છે. આ વખતે પ્રદોષ વ્રતનુ શુભ મુહૂર્ત રવિવારે સાંજે ૪ વાગ્યે ૫૨ મિનિટથી શરૂ થશે. શ્રદ્ધાળુઓ ૧૧ જાન્યુઆરીએ એટલે કે બીજા દિવસે ઉપવાસ શરુ કરી શકશે. આ વ્રત અંગે એવી માન્યતા છે કે, ભગવાન શિવ મહાકાલ સ્વરૂપમા આ સમયગાળા દરમિયાન કૈલાશ પર્વત પર નૃત્ય કરે છે અને દેવતાઓ તેમની સ્તુતિ કરે છે. તેથી આ વ્રતનું મહત્વ ઘણું વધી જાય છે.

પ્રદોષ વ્રતની પૂજા વિધિ :

image source

જે લોકો દોષનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લે છે તેમણે આ દિવસે સવારે વહેલા ઊઠી જવું જોઈએ. આ દિવસે આખો દિવસ ઉપવાસ કરવાનો રહેશે. ત્યારબાદ વહેલી સવારે સ્નાન કરીને પ્રભુ શિવજીની પુજા કરવાની તૈયારી શરૂ કરો. તમે પૂજા માટે પ્રભુ શિવજીના મંદિરમા જઈ શકો છો. જો તે શક્ય ના હોય તો ઘરે પુજા કરો.

image source

સાંજે સૂર્યાસ્ત થાય તે પહેલા ફરી એકવાર સ્નાન કરો. ત્યારબાદ સફેદ રંગના કપાસ પહેરો. ત્યારબાદ માટીમાંથી શિવલિંગ બનાવો અને વિધિવત પુજા કર્યા બાદ તેમનુ વિસર્જન કરી દો. પંચામૃતથી પ્રભુ શિવજીનો અભિષેક કરો. આ ઉપરાંત પુજામા બેલપત્ર, ફૂલો, મીઠાઈ, ફળો વગેરેનો સમાવેશ કરો.

આ વર્ષમા ક્યારે-ક્યારે છે પ્રદોષ વ્રત?

image source

આ વર્ષ દરમિયાન પ્રદોષ વ્રત ક્યા માસમા કઈ-કઈ તારીખો એ હશે, તે અંગેની સંપૂર્ણ યાદી નીચે આપેલી છે, એકવાર શાંતિથી વાંચી લો. હા, એ વાત અવશ્ય ધ્યાનમા રાખવી કે, અમુક તિથિઓમા આવતા પરિવર્તનના કારણે આ તારીખોમાં પણ બદલાવ આવી શકે છે.

જાન્યુઆરી માસ : ૧૦ અને ૨૪ તારીખ

ફેબ્રુઆરી માસ : ૯ અને ૨૪ તારીખ

માર્ચ માસ : ૧૦ અને ૨૬ તારીખ

એપ્રિલ માસ : ૯ અને ૨૪ તારીખ

મે માસ : ૮ અને ૨૪ તારીખ

જૂન માસ : ૭ અને ૨૨ તારીખ

જુલાઈ માસ : ૭ અને ૨૧ તારીખ

ઓગસ્ટ માસ : ૫ અને ૨૦ તારીખ

સપ્ટેમ્બર માસ : ૪ અને ૧૮ તારીખ

ઓક્ટોબર માસ : ૪ અને ૧૭ તારીખ

નવેમ્બર માસ : ૨ અને ૧૬ તારીખ

ડિસેમ્બર માસ : ૨ અને ૩૧ તારીખ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ