આનાથી વધારે કરૂણતા બીજી કેવી હોય, લગ્નના ફેરા ફરતી વખતે ખબર પડી કે આ તો પોતાની જ બહેન છે

આપણી આસપાસ ઘણી વાર આવી ઘણી ઘટનાઓ બની રહે છે જેનાં પર વિશ્વાસ કરવો અઘરો હોય છે. આવો જ કિસ્સો ચીનથી સામે આવ્યો છે જ્યાં લગ્નના દિવસે એક એવી ઘટના બની કે જેનાથી ન માત્ર વરરાજા પરંતુ જાનમાં પહોંચેલા દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં. લગ્નનાં દિવસે આવું રહસ્ય ખુલ્યું કે વરરાજાના પગ નીચેથી જમીન સરકી ગઈ તેમ કહીએ તો પણ કઈ ખોટું નથી. અહીં જે લગ્ન થઈ રહ્યાં હતાં તે બે ભાઈ બહેન વચ્ચે થઈ રહ્યાં હતાં જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી.

image source

મળતી માહિતી મુજબ આ જે કંઈ પણ બન્યું તે વિશે વરરાજાને કઈ પણ ખબર હતી નહીં. અહીં દુલ્હનને બદલેલી જોઈને બધાના હોશ ઉડી ગયા હતાં. આ ઘટનાં વિશે વિગતે વાત કરીએ તો આ ઘટના ચીનના જિયાંગસુ પ્રાંતના સોઝહૂની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક વ્યક્તિ લગ્ન કરી રહ્યો હતો. તે જ સમયે અચાનક દુલ્હનની માતાની નજર દુલ્હનના હાથ પર પડી. તેણે તેના હાથ પર કંઈક જોયું જેની તેણે સ્વપ્નમાં કલ્પના પણ નહોતી કરી. આ જોતાની સાથે જ તે જોરથી રડવા લાગી. રિપોર્ટ અનુસાર લગ્ન કરનાર દંપતી ખરેખર ભાઇ-બહેન હોવાનું જાણવા મળી રહ્યું છે.

image source

જાણવા મળી રહ્યું છે કે દુલ્હનની માતાએ તે સમયે દુલ્હન બનેલી કન્યાના હાથ પર એક નિશાન જોયું અને તે નિશાન તેનાં હાથ પર જન્મ સમયથી જ છે આ વાતની ખબર તે મહિલાને હતી. આ જ કારણે જ્યારે મહિલાએ આ નિશાન જોયું કે તરત જ તે બુમો પાડવા લાગી હતી. આ ઘટનાં અંગે પાછળથી બહાર આવ્યું હતું કે આ છોકરી 20 વર્ષ પહેલા ગુમ થઈ ગઈ હતી અને એક પરિવારે આ યુવતીને રસ્તામાંથી આ પરિવારને તે મળી હતી.

image source

આ પછી તેમણે આ યુવતીને દત્તક લઈ લીધી હતી. આ પછી લગ્ન સમયે અચાનક આ નિશાન જોતાં જ તેની માતાએ તેની પુત્રીને ઓળખી લીધી હતી. આ પછી જે બન્યું તે ખરેખર ચોંકાવનારું હતું. આ ઘટનાં બાદ બીજા એક રહસ્ય પરથી પરદો હટ્યો. દુલ્હનની માતાએ કહ્યું કે તેને લગ્ન થવા દેવામાં કંઈ વાંધો નથી. બધા આ સાંભળીને ખુબ આશ્ચર્ય પામ્યાં હતાં. આ પછી મહિલાએ આગળ ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે તે લગ્નથી કઈ વાંધો નથી તેવું એટલાં માટે કહી રહી છે કે અહીં જે વરરાજા બનેલો છે તે તેનો અસલી પુત્ર નથી પરંતુ તેણે દત્તક લીધો હતો. તેથી, આ લગ્નથી રોકવાનો કોઈ અર્થ નથી.

image source

મહિલાએ આખી વાત કરતાં કહ્યું કે 20 વર્ષ પહેલા તેની પુત્રી ગુમ થઈ ગઈ હતી. તેઓએ તેને શોધવાની ઘણી કોશિશ કરી પરંતુ કંઇ મળી શક્યું નહીં. તે પછી તેમણે આ યુવકને દત્તક લીધો હતો. જ્યારે આખું સત્ય સામે આવ્યું ત્યારે લોકો પણ ભાવુક બની ગયા અને બંનેને અભિનંદન પાઠવ્યા. અત્યારે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે તો બીજી તરફ મહિલા ખુબ ખુશ છે. તે કહી રહી છે કે મારા બંને બાળકોને સાથે જોઇને મને ઘણી ખુશી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!