લગ્નની મજા બની ગઈ સજા! લગ્નમાં એટલા બધા લોકો સંક્રમિત થયા કે ગામમાં જ આઈસોલેશન સેન્ટર બનાવવું પડ્યું

સમગ્ર દેશમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે. આને કારણે રાજ્ય સરકારો દ્વારા નિયમોને કડક બનાવવામાં આવી રહ્યા છે, અને નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી રહી છે. આમ છતાં લોકો દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. તો બીજી તરફ લગ્નના એક કાર્યક્રમમાં બેદરકારી દાખવવી લોકોને ભારે પડી છે. ખરેખર, તેલંગાણાના એક ગામમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. નિઝામાબાદ જિલ્લાના હનમજીપેટ ગામમાં આયોજિત લગ્નમાં આવેલા 87 મહેમાનોને સોમવારે કોરોના પોઝિટવ આવ્યા છે.

આ લગ્નમાં 370 લોકો સામેલ થયાં હતા

image source

આ અંગે મળતી માહિતી પ્રમાણે આ લગ્નમાં 370 લોકો સામેલ થયાં હતા અને ત્યારબાદ તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા 87 લોકોના રિપોર્ટ પોઝિટિવ હોવાની વાત સામે આવી છે. જેથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો અને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. ત્યાર બાદ યુદ્ધના ધોરણે આ તમામને હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અને ગામમાં આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. ત્યાર બાદ સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ પણ સતત આ લોકોના સંપર્કમાં છે અને સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

સિદ્ધાપુર ગામના કેટલાક લોકો પણ સામેલ

image source

સામે આવેલી વીગતો અનુસાર લગ્નમાં નજીકના સિદ્ધાપુર ગામના કેટલાક લોકો પણ સામેલ થયાં હતા અને તેઓ પણ કોરોના સંક્રમિત થયાં હોવાની વાત સામે આવી છે. એમાથી કેટલાક લોકોને નિઝામાબાદની સરકારી જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીઓએ સિદ્ધાપુર ગામમાં કોવિડ કેમ્પ શરૂ કર્યો છે. તમને જણાવી દઈએ કેતેલંગણાના નિઝામાબાદ જિલ્લામાં કોરોનાના 96 કેસ નોંધાયા છે.

શનિવારે દેશમાં 1.45 લાખ નવા દર્દીઓ મળી આવ્યા

image source

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર બેકાબૂ બની રહી છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હી સહિતના મોટાભાગના રાજ્યોએ વિવિધ પ્રતિબંધો લગાવી દીધા છે. આ હોવા છતાં, દેશમાં નવા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા દરરોજ નવા રેકોર્ડ્સ બનાવી રહી છે. આજે શનિવારે દેશમાં 1.45 લાખ નવા દર્દીઓ મળી આવ્યા છે. તે જ સમયે, 794 દર્દીઓના મૃત્યુ કોરોના વાયરસથી થયા છે.

ઉદ્ધવ ઠાકરેએ આજે કોરોના પર સર્વપક્ષીય બેઠક બોલાવી

image source

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ આજે કોરોના પર સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તે જ સમયે ઉજ્જેનમાં 19 એપ્રિલ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સહિતના ઘણા રાજ્યોમાં, ઓક્સિજન, કોરોના સારવાર માટેની દવાઓ, હોસ્પિટલોમાં વેન્ટિલેટર અને બેડની અછતથી પરિસ્થિતિ ગંભીર બની છે. તેથી લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે અને કામ વગર ઘરની બહાર ન જવા અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!