દીકરીના લગ્નનું ટેન્શન આ રીતે થશે દૂર, કરી લો આ કામ તો મળશે મોટી રકમ

ભારતમાં દીકરીને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. દીકરીના જન્મ્યા બાદ સામાન્ય રીતે લોકો કહે છે કે ઘરમાં લક્ષ્મી આવી છે. પણ સામાન્ય રીતે નવા મહેમાનના રૂપમાં દીકરીના આવ્યા બાદથી જ માતાપિતાને તેના લગ્નની અને અભ્યાસની ચિંતા રહે છે. અને એટલા માટે જ તેઓ દીકરીના જન્મની સાથે જ તેના ફ્યુચર માટે રૂપિયા ભેગા કરવાનું શરૂ કરી લે છે. આ બચત તેઓ એટલા માટે કરે છે કે તેના અભ્યાસથી લઈને લગ્ન સુધીના ખર્ચમાં તેમને વધારે બોજ ન રહે.

image source

આજે અમે પણ આપને એક ખાસ પ્લાન આપી રહ્યા છીએ જેની મદદથી તમે થોડા થોડા કરીને મોટી રકમ દીકરીની લગ્નની ઉંમરે મેળવી શકો છો. આ માટે અનેક વીમા કંપનીઓ તમને આકર્ષક ઓફર પણ આપતી જોવા મળે છે. પરંતુ તમે જો ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીની કન્યા દાન પોલીસી લો છો તો તમને વધારે ફાયદો થાય છે.

image source

દેશની સૌથી મોટી કંપની ભારતીય જીવન વીમા નિગમ LICની કન્યાદાન પોલીસી સ્કીમ ઘણી લોકપ્રિય છે. આ સ્કીમના આધારે માતા પિતાને દીકરીના લગ્ન અને અભ્યાસની ચિંતા બચતને માટે પ્રોત્સાહિત કરવાની છે. એસઆઈસીની આ કન્યાદાન પોલીસીમાં તમે રોજના 121 રૂપિયા જમા કરો છો તો તમને પોલીસી મેચ્યોર થવા પર 27 લાખ રૂપિયા મળી શકે છે.

કન્યાદાન સમયે મળશે 27 લાખ રૂપિયા

જ્યારે તમે તમારી દીકરીના લગ્ન કરો છો ત્યારે આ પોલીસી તમને 27 લાખ રૂપિયાની રકમ આપે છે. એટલે કે તમારે દર મહિને લગભગ 3600 રૂપિયાનું પ્રીમિયમ જમા કરવાનું રહે છે. રોજ જમા કરેલા 121 રૂપિયા તમે આ પોલીસીના 25 વર્ષ બાદ તમને 27 લાખ રૂપિયાની મોટી રકમ આપે છે. આ રકમને તમે દીકરીના લગ્નમાં વાપરી શકો છો અને તમને આર્થિક બોજથી છૂટકારો મળી શકે છે.

image source

આ પોલીસીની ખાસ વાત એ છે કે આ પ્લાન 25 વર્ષ માટે છે. તમારે તેમાં 22 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું રહે છે. પોલીસીની વચ્ચે જો વીમાધારકનું મોત થાય છે તો કોઈ પ્રીમિયમ આપવાનું રહેતું નથી. આ સાથે દીકરીને પોલીસીના આ વર્ષ સમયે દર વર્ષે 1 લાખ રૂપિયા મળે છે. આ સાથે 25 વર્ષ પૂરા થશે ત્યારે પોલીસીના નોમિનીને 27 લાખ રૂપિયા અલગથી મળે છે.

કન્યા દાન પોલીસીની ખાસ વાતો જાણો

25 વર્ષની પોલીસી લેવામાં આવે છે.

22 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું રહે છે.

image source

રોજ 121 રૂપિયા કે મહિનાના 3600 રૂપિયા જમા કરવાના રહે છે.

વીમાધારકનું નિધન થાય તો પરિવારે કોઈ પ્રીમિયમ ભરવાનું રહેતું નથી.

દીકરીને પોલીસીના બચેલા વર્ષમાં દર વર્ષે 1 લાખ રૂપિયા મળે છે.

પોલીસી પૂરી થશે ત્યારે નોમીનીને 27 લાખ રૂપિયા મળે છે.

આ પોલીસી ઓછી કે વધારે પ્રીમિયમની પણ લઈ શકાય છે.

કઈ ઉંમરે મળે છે આ પોલીસી

image source

જો તમે દીકરીને માટે કન્યા દાન પોલીસી લેવા ઈચ્છો છો તો તમારી ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષની હોય તે જરૂરી છે. આ સાથે દીકરીની ઉંમર પણ ઓછામાં ઓછી 1 વર્ષની હોય તે જરૂરી છે. આ પોલીસી આમ તો 25 વર્ષ માટે છે પણ પ્રીમિયમ ફક્ત 22 વર્ષ સુધી આપવાનું રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!