Site icon News Gujarat

ઘરના બાકીના લોકો કોરોના વેક્સિન લઈ લે તો બાળકો આપોઆપ સુરક્ષિત થઈ જશે, જાણી લો શું શું ધ્યાન રાખવું

હાલમાં પહેલી મે પછી 18 વર્ષની ઉપરના લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે. ત્યારે લોકોના મનમા અનેક પ્રશ્નો પણ થઈ રહ્યા છે અને જેના જવાબો મેળવવા માટે લોકો આમતેમ વલખા મારી રહ્યા છે. તો હવે એની જરૂર નથી, અહીંયા તમારા મનમા રહેલા દરેક પ્રશ્નનો જવાબ મળી શકશે. સૌથી પહેલાં આપણે એ જાણીએ કે શું 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ઇમ્યુનિટી વધુ હોય છે અને એટલે તેઓ સંક્રમણ સહન કરી શકે છે? તો એનો જવાબ એવો છે કે કેટલીક હદ સુધી હા, પણ સામાન્ય રીતે દરેક વયજૂથના જે લોકો યોગ્ય આહાર લે છે અને સક્રિય જીવનશૈલી ધરાવે છે તેમની ઇમ્યુનિટી મજબૂત હોય છે. કોરોના દરેક વયજૂથના દર્દીઓને અસર જરૂર કરી રહ્યો છે પણ જે લોકોની લાઇફસ્ટાઇલ હેલ્ધી છે તેમને કોરોનાએ વધુ હેરાન નથી કર્યા.

image source

આ સાથે જ એક એવો પણ પ્રશ્ન છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી નહીં અપાય તો તેઓ સંક્રમણથી કેવી રીતે બચશે અને તેનો ઉપાય શું. તો જાણી લો કે ભારતમાં રસીકરણના ત્રીજા તબક્કામાં 18-45 વર્ષના લોકોને સામેલ કરાયા છે. ભલે બાળકોમાં ઈન્ફેક્શનના કેસ વધતા હોય, પરંતુ હાલ તેમને વેક્સિન આપી ન શકાય.

image source

કારણ કે આપણે બાળકોમાં વેક્સિનની અસરકારકતાની તપાસ નથી કરી એટલે એ જોખમી છે. આ સિવાયની આપણી પાસે બીજી પદ્ધતિઓ પણ છે. સૌથી સારી પદ્ધતિ એ છે કે, આપણે તેમને ઈન્ફેક્શનથી દૂર રાખીએ. એવું બે રીતે થઈ શકે. એક તો બાળકોને કોવિડ-19 પ્રોટોકોલ શીખવીએ. આ સાથે જ બીજું કે બાળકોની સાથે રહેતાં આપણે બધા જ વયસ્કો રસી લઈ લઈએ.

image source

કહેવામાં આવી રહ્યું છે કે બીજી લહેરમાં કોરોના ઓછી ઉંમરના લોકોમાં પણ વધુ ફેલાશે? તો એનો જવાબ છે ના. એનું નથી. કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ યુવાનોને વધુ સંક્રમિત કરી રહ્યો હોવાનો હાલ કોઇ ડેટા સામે આનવ નથી. હાલ તો વાઇરસ બધાને સંક્રમિત કરી રહ્યો છે અને જે વૃદ્ધોને અન્ય બીમારીઓ છે તેમને ગંભીર સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિ સર્જાય છે. વળી, પહેલી લહેરમાં લોકોમાં વધુ સાવધાની હતી. તેમણે કોરોનાથી બચવા માટેના ઉપાયોનું કડકાઇથી પાલન કર્યું. સંક્રમણ બાળકો સુધી ન પહોંચે તે માટે દરેક સ્તરે પ્રયાસ કરાયા પણ છેલ્લા 1 વર્ષમાં આઇસોલેશને દેશના લોકોને નાણાકીય અને ભાવનાત્મક રીતે બહુ પરેશાન કર્યા છે.

image source

તેમજ એક એવો પણ સવાલ છે કે શું નાના બાળકોની સુરક્ષાના પ્રોટોકોલ જુદા જુદા છે? તો એના જવાબ છે ના. કોરોના વાઈરસ તમામ ઉંમરના લોકો પર અસર કરે છે અને તમામ માટે એ જરૂરી છે કે, તેનાથી બચવા શક્ય એ બધું જ કરે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન પ્રમાણે માતા-પિતાએ કોરોના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવું પડશે. બાળકો માટે પણ જરૂરી છે કે તેઓ આ નિયમો તેમની દિનચર્યામાં ઉમેરે અને એવી જ આદતો પાડે. કારણ કે માતા પિતા સુરક્ષિત હશે તો બાળકો ઓટોમેટિક સુરક્ષિત થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version