લાંબો સમય માસ્ક પહેરવાથી શરીરમાં કાર્બન ડાયોક્સાઈડની માત્ર વધી જાય છે, શું કહે છે નિષ્ણાતો

દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસની બીજી લહેરમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે અને લાખો લોકો દરરોજ સંક્રમિત થઈ રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતો કોરોનાને રોકવા માટે માસ્ક લગાવવાની ભલામણ કરે છે. માસ્ક કોવિડ -19 સામે લડવા માટે અસરકારક હથિયાર તરીકે કાર્ય કરે છે.

image source

આટલું જ નહીં, ઘરની બહાર જતા સમયે નિષ્ણાંતો સલામતી માટે ડબલ માસ્ક લગાવવાનું કહેતા હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લાંબા સમય સુધી માસ્કનો ઉપયોગ કરવાથી શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી શકે છે અને ઓક્સિજન ઓછું થઈ શકે છે.

ઓક્સિજનનો અભાવ શરૂ થાય છે

image source

દેશની સરકાર, આરોગ્ય મંત્રાલય, ડોકટરો અને નિષ્ણાતો ભાર મૂકે છે કે કોરોનાને રોકવા માટે માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે. લોકો જ્યારે બહાર જાય ત્યારે જ નહીં, પણ જ્યારે ઘરમાં રહે છે ત્યારે માસ્ક લગાડવાનું ખૂબ મહત્વનું છે. પરંતુ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે લાંબા સમય સુધી માસ્ક લગાવવાથી શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, જેના કારણે ઓક્સિજનનો અભાવ શરૂ થાય છે. આ પોસ્ટ વાયરલ થતાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વ્યક્તિને એક દિવસમાં 550 લિટર ઓક્સિજનની જરૂર હોય છે

image source

વાયરલ પોસ્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિને એક દિવસમાં 550 લિટર ઓક્સિજનની જરૂર હોય છે, જે તે કુદરતી રીતે લે છે. પરંતુ માસ્કના અવરોધના કારણે તે દિવસ દરમિયાન 250 થી 350 લિટર જ ઓક્સિજન લઈ શકે છે. તો બીજી તરફ શરીરમાંથી નિકળતો કાર્બન ડાયોક્સાઈડ જે હવામાં ભળી જવો જોઈતો હતો તે માસ્ક લગાવવાથી ફેફસામાં પરત ફરી રહ્યો છે. તેના કારણે શરીરમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જાય છે અને ઓક્સિજનનું સ્તર ઘટી રહ્યું છે.

કોરોનાથી બચવા માસ્કનો યોગ્ય રીતે ઉપયોગ કરવો

image source

તમને જણાવી દઇએ કે આ પોસ્ટ વાયરલ થતાં પીઆઈબી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. પીઆઈબીની ફેક્ટ ચેક ટીમ મુજબ, વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં કરેલો દાવો એકદમ નકલી છે. પીઆઈબી કહે છે કે કોરોના વાયરસથી ચેપ ટાળવા માટે માસ્કનો યોગ્ય રીતે ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

PIBએ ફેક્ટ ચેક ટીમ બનાવી છે

image source

કોવિડ -19 રોગચાળો સામે લડવા માટે જરૂરી છે કે કોઈ પણ સમાચાર પર વિશ્વાસ કરતા પહેલા તેની સત્યતા તપાસો. તમને જણાવી દઈએ કે બનાવટી સમાચાર સાથે લડવા માટે પત્ર સુચના કાર્યાલય (PIB)એ PIB ફેક્ટ ચેક ટીમ બનાવી છે. PIB ફેક્ટ ટીમ દ્વારા તમે પણ કોઈપણ માહિતીની સત્યતા તપાસી શકો છો. કરવામાં આવી છે. તમે પીઆઈબી ફેક્ટ ચેક ટીમ દ્વારા તપાસવામાં આવેલી કોઈપણ માહિતીની સચ્ચાઈ પણ મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *