એક મહિલા વધુમાં વધુ ખરીદી શકે છે આટલું સોનું, જાણો ઇન્કમ ટેક્સ નિયમ અને છૂટછાટ વિશેની તમામ માહિતી

શું તમે જાણો છો કે એક મહિલા વધુમાં વધુ કેટલું સોનુ ખરીદી શકે છે ? ઇન્કમ ટેક્સ એકટ, 1961 ના સેક્શન 132 માં એ બાબતનો ઉલ્લેખ છે. તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ પોતાની પાસે કેટલું સોનુ રાખી શકે છે.

Gold Price Image
image source

ઇન્કમ ટેક્સ એકટ 1961 ના સેક્શન 132 મુજબ અધિકારીઓને એ સત્તા છે કે તેઓ તપાસ દરમિયાન મળી આવેલી જવેલરી, બુલિયન કે અન્ય કિંમતી ધાતુઓને કબજે કરી શકે છે. કાયદામાં એ જોગવાઈ પણ છે કે કોઈ વ્યક્તિ પોતાની પાસે કેટલું સોનું રાખી શકે છે. તેમજ એક પરિણીત મહિલા પોતાની પાસે કેટલું સોનુ રાખી શકે છે. જોગવાઈમાં જણાવ્યા મુજબ એક પરિણીત મહિલા પોતાની પાસે વધુમાં 500 ગ્રામ સોનુ રાખી શકે છે જ્યારે અપરિણીત મહિલા પોતાની પાસે વધુમાં વધુ 250 ગ્રામ સોનુ રાખી શકે છે. જ્યારે એક પુરુષ પોતાની પાસે વધુમાં વધુ 100 ગ્રામ સોનુ રાખી શકે છે.

Gold Price Image 3
image source

જો કે તેમાં બે શરતો પણ છે. પહેલી શરત એ કે એ વ્યક્તિ આઇટી રીટર્ન ફાઇલ ન કરતા હોય અને બીજી શરત એ કે તે સોનુ જવેલરીના સ્વરૂપમાં ન હોય. સાદી ભાષામાં.કહીએ તો તે સોનુ સિક્કા કે બાર સ્વરૂપે હોય.

image source

કાયદો એમ કહે છે કે જવેલરી સ્વરૂપે સોનુ રાખવાની કોઈ મર્યાદા નથી. પરંતુ તમારે તે જવેલરી ખરીદવાની રકમનો સ્ત્રોત જણાવવો પડશે. જો કોઈ વ્યક્તિને જવેલરી સ્વરૂપે સોનુ વારસામાં મળ્યું હોય તો તમારે સંબંધિત વિરાસત બતાવવી પડશે. ડિસેમ્બર 2016 માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સીઝ (CBDT) એ કહ્યું હતું કે જો રોકાણનો સ્ત્રોત અથવા વારસા સંબંધિત પુરાવા રજૂ કરવામાં આવે તો ગોલ્ડ જવેલરી રાખવાની કોઈ મર્યાદા નથી.

ટેક્સ કન્સલ્ટન્ટ નારાયણ જૈન કહે છે કે ગોલ્ડ રાખવાની આ મર્યાદા મૂળભૂત રીતે આઇટી રીટર્ન ફાઇલ ન કરનારાઓ માટે છે. તેમાં મર્યાદાથી વધુ ગોલ્ડ રાખવાની પરવાનગી છે પરંતુ તેની અમુક શરતો ઓન છે. જો તમે વારસામાં સોનુ મેળવ્યું હોય અને તેનો પુરાવો આપી ન શકો તો આઇટી અધિકારીઓ તમારું સોનુ કબજે લઈ શકે છે.

Gold Price Image 1
image source

ભેટ સ્વરૂપે મળેલ સોનુ પણ લેખિતમાં પારિવારિક કરાર દ્વારા બતાવવું પડે છે. 2019 થી એ ફરજીયાત કરી દેવામાં આવ્યું હતું કે જો તમે 50,000 રૂપિયાથી વધુ રકમનું સોનુ ખરીદો તો તમારે તમારું પાન કાર્ડ રજૂ કરવું પડશે. વકીલની સલાહ મુજબ ગોલ્ડ ખરીદતા સમયે બધી રસીદ સંભાળીને રાખવી પછી ભલે તે ગોલ્ડ જ્વેલરી સ્વરૂપે હોય કે પછી રોકાણના હેતુએ ખરીદેલ હોય. કારણ કે ભવિષ્યમાં ગમે ત્યારે તેની જરૂર ઉભી થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!