જાણી લો..મહિલાઓમાં હિમોગ્લોબીન 12 અને પુરુષોમાં 14થી ઓછું હોય તો ઇમ્યુનિટી ઓછી ગણાય, ખાઓ આ ફ્રુટ અને વધારી દો ઇમ્યુનિટી

ઈમ્યુનિટીનો ચોક્કસ અર્થ શું છે?

image source

માનવ શરીરમાં અનેક પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા હોય છે. એમાંના કેટલાક શરીર માટે લાભદાયી હોય, જ્યારે કેટલાક નુકસાનકારક, તેથી કેટલાક અવયવો શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વિકસાવે છે, જેથી શરીર વાયરસ સામે લડવાની શક્તિ મેળવે છે. એ ક્ષમતાને ઈમ્યુનિટી કહેવાય છે.

કોઈ વ્યક્તિની ઈમ્યુનિટી કેટલી છે, એ જાણવાની કોઈ પદ્ધતિ છે?

હા. જુદી જુદી બીમારીઓ માટે ઈમ્યુનિટી તપાસવાના જુદા જુદા ટેસ્ટ હોય છે. કોરોનાના કેસમાં આઈજીજી એન્ટિબોડી ટેસ્ટથી ઈમ્યુનિટી માલૂમ પડે છે. સામાન્ય રીતે હીમોગ્લોબિનના સ્તરથી પણ ઈમ્યુનિટી ખબર પડે છે. હીમોગ્લોબિનનો આદર્શ સ્તર પુરુષોમાં 14 અને મહિલાઓમાં 12 હોય છે. એનાથી ઓછું હોય તો ઈમ્યુનિટી ઓછી ગણાય છે.

વ્યક્તિની ઈમ્યુનિટી થોડા સમયમાં વધારાય?

image source

હા, પરંતુ ઈમ્યુનિટી વધારવાની કૃત્રિમ પદ્ધતિ બહુ લાંબો સમય ના ટકી શકે. દવા કે પૌષ્ટિક આહારથી થોડા દિવસમાં ઈમ્યુનિટી વધી શકે.

કહેવાય છે કે બાળકોની ઈમ્યુનિટી વધુ હોય છે. શું એ સાચું છે? જો હા, તો એવું કેમ હોય છે?

બાળકોમાં ઈમ્યુનિટી વધારે હોય એ સાચી વાત. જોકે એવું ના હોય કે બાળકોમાં સંક્રમણ નથી થતું. બાળકો અનેક પ્રકારના સંક્રમણને રિસીવ નથી કરી શકતાં, એટલે બચી જાય છે.

બજારમાં અનેક પ્રોડક્ટ્સ એવું કહીને વેચાય છે કે એ ઈમ્યુનિટી બૂસ્ટર છે. એની પ્રમાણિતતા શું?

image source

બજારમાં આવી અનેક પ્રોડક્ટ્સ મળે છે, જે ફૂડ સપ્લિમેન્ટ્સ તરીકે સારી પણ હોય છે અને એનાથી ઈમ્યુનિટી પણ વધે છે. જોકે આ બધાની પ્રમાણિતતા તપાસવી દરેક વખતે શક્ય નથી, એટલે ઈમ્યુનિટી વધારવા માટે બાજરી, ચણા, મગ, દાળ, લીલા શાકભાજી, દૂધનું સેવન વધુ કરવું હિતાવહ છે. આ ઉપરાંત કેળાં અને સંતરાં, અનાનસ જેવાં ફળો, ગરમ પાણીમાં લીંબું, ડ્રાયફ્રૂટ્સમાં કિશમિશ, ખારેક, બદામ તેમજ લસણ પણ ઈમ્યુનિટી બૂસ્ટર છે.

ફક્ત ખાનપાનથી ઈમ્યુનિટી વધારી શકાય?

ફક્ત ખાનપાનથી ઈમ્યુનિટી ના વધે. એની સાથે સકારાત્મક વિચારો, નિયમિત કસરત, સાત-આઠ કલાકની ગાઢ નિદ્રાની આદત જરૂરી છે. તણાવ ઘટાડવો પડશે. આ સાથે પૌષ્ટિક આહારથી ઈમ્યુનિટી વધશે.

જો કોઈ સામાન્ય વ્યક્તિની ઈમ્યુનિટી નબળી હોય તો શું તેણે વધારે સાવચેતી રાખવાની જરૂર છે ?

image source

હા. એવી વ્યક્તિ, જેની ઈમ્યુનિટી નબળી હોય તેણે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. એવા લોકો જેમને કોઈ ગંભીર રોગ છે, જેમ કે કેન્સર, ડાયાબિટીસ કે બીજી ઈમ્યુનો કોમ્પ્રોપાઈઝ બીમારી ઉપરાંત વૃદ્ધ છે તો એવા લોકોએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. આ કારણે જ સરકારે પણ તેના પહેલા પ્રોટોકોલથી જ કહેવાનું શરૂ કરી દીધું હતું કે વૃદ્ધો ઘરથી બહાર ન નીકળે. એના પછી જ્યારે વેક્સિન આવી ત્યારે સૌથી પહેલા વૃદ્ધો પછી ગંભીર બીમારીથી પીડિતોને વેક્સિન અપાઇ. નિયમિત વ્યાયામ, પૌષ્ટિક આહાર અને ખુશ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.

ઈમ્યુનિટી ડેફિશિયન્સી ડિસઓર્ડરથી પીડિત લોકો માટે આ સમય કેટલો ઘાતક હોઈ શકે છે?

તેમણે શું સાવચેતી રાખવી જોઈએ?

image source

ઈમ્યુનિટી ડેફિશિયન્સીથી પીડિત લોકો માટે આ સમય અત્યંત ઘાતક છે. જોકે આ આનુવંશિક બીમારીઓ, જેમ કે કોમન વેરિયેબલ ઈમ્યુનોડેફિશિયન્સી (સિવિડ) કે એલિમ્ફોસાઈટોસિસ ઓછા લોકોને થાય છે. આ બીમારીઓ એચઆઈવીના સંક્રમણથી અલગ છે. એચઆઈવી સંક્રમણ પણ એક રીતે ઇમ્યુનોડેફિશિયન્સી ડિસઓર્ડર છે. ડાયાબિટીસ કે કેન્સરના દર્દીઓને પણ ઈમ્યુન ડેફિશિયન્સીની સમસ્યા થાય છે. નબળા શરીરમાં શરીરની અંદર વાયરસ સામે લડવાની ક્ષમતા નથી હોતી, જેને કારણે વાયરસ શરીર પર કબજો કરી લે છે. આ બીમારીઓના દર્દીઓ માટે સંક્રમણથી બચ્યા રહેવું એકમાત્ર ઉપાય છે.સંક્રમણ થશે તો સ્થિતિ ગંભીર થશે. સંક્રમણથી બચાવ
માટે હાલ માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું જ સારું છે. જો તમે વેક્સિન લઈ શકો છો તો લઈ લો અને ઈમ્યુનિટી વધારવા માટે જો સંભવ હોય તો કસરત અને ખાણી-પીણી પર ધ્યાન આપવું જરૂરી છે.