Site icon News Gujarat

કોરોના ટેસ્ટિંગમાં ભારતને મળી મોટી સફળતા, હવે જાતે કરી શકશો પરિક્ષણ

ભારતે કોરોના સંબંધિત સંશોધનમાં મોટી સફળતા મેળવી છે. નાગપુરની નેશનલ એન્વાયર્નમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI) એ કોરોનાનું પરીક્ષણ કરવાનો એક સરળ રસ્તો શોધી કાઢ્યો છે. આ 3 કલાકની અંદર જ આરટી-પીસીઆર જેવા જ સચોટ પરિણામો આપે છે.

image source

તેને સલાઈન ગાર્ગલ RT-PCR ટેસ્ટ નામ આપવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે મીઠાના પાણી કોગળા દ્વારા કોરોનાનું ટેસ્ટિંગ. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) એ શનિવારે તેને મંજૂરી આપી દીધી છે. NEERI એ કહ્યું છે કે તેઓ દેશભરમાં આ પ્રક્રિયા દ્વારા પરીક્ષણમાં વધારો કરવામાં પ્રયોગશાળાઓને મદદ કરશે.

image source

આ પ્રક્રિયા દર્દી માટે સરળ, ઝડપી અને આરામદાયક છે. આ ગ્રામીણ વિસ્તારો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. એનઈઆરઆઈઆઈના વાઇરોલોજી વિભાગના મુખ્ય વૈજ્ઞાનિક ડો. કૃષ્ણા ખૈરનારે જણાવ્યું હતું કે આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે.

image source

સામાન્ય રીતે, લોકોને આરટી-પીસીઆર પરીક્ષણ માટે સ્વેબ નમૂનાઓ આપવા કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. આ પછી, તે સ્વેબ નમૂનાને એકત્રિત કરવામાં અને લેબમાં લઈ જવા માટે પણ સમય લે છે. તેનાથી વિપરીત સલાઈન ગાર્ગલ આરટી-પીસીઆર પરીક્ષણમાં તરત જ નમૂના આપી શકાય છે અને પરિણામ પણ 3 કલાકની અંદર ઉપલબ્ધ થાય છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનએ કહ્યું છે કે આ સંશોધન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પરીક્ષણ દ્વારા ટેસ્ટિંગને મંજૂરી આપવામાં આવી છે.

દર્દી કેવી રીતે નમૂના લઈ શકે છે?

image source

આ માટે સામાન્ય સેંપલ કલેક્શન ટ્યુબની જરૂર હોય છે.

દર્દીએ સલાઈન વોટર (ખારુ પાણી)થી 15 સેકંડ કોગળા કર્યા બાદ તેને ટ્યુબમાં રેડવું પડે છે.

સેમ્પલને ઓરડાના તાપમાને NEERI દ્વારા તૈયાર કરવામાં આવેલા વિશિષ્ટ ધોલમાં રાખવામાં આવે છે.

ધોલને ગરમ કર્યા બાદ એક RNA ટેમ્પ્લેટ તૈયાર થાય છે.

તે RT-PCR માટે પ્રોસેસ કરવામાં આવે છે.

RNAના એક્સટ્રેશનની બીજી પ્રક્રિયા કરતા આ ખૂબ સસ્તી છે.

આ પ્રક્રિયા પછી, વેસ્ટેજ ખૂબ ઓછું છોડે છે. તે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે.

RT-PCR પરીક્ષણ કેવી રીતે થાય છે?

RT-PCR એટલે રિવર્સ ટ્રાંસ્ક્રિપ્શન પોલિમરેઝ ચેઇન રિએક્શન ટેસ્ટ હોય છે. તેમાં દર્દીની અંદરના વાયરસને શોધવા માટે ડીએનએ ચેન પ્રતિક્રિયા કરવામા આવે છે. ટેસ્ટ દ્વારા વાયરસના જેનેટિક મટિરિયલને ટેસ્ટિંગ કરવામાં આવે છે. કોરોના RNA વાયરસ છે. આમાં, પરીક્ષણ માટે વપરાયેલ આર.એન.એ. દર્દીના સ્વેબમાંથી કાઢવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version