માનો તમે પણ: 94 ટકાથી ઓછો ઓક્સિજન અને 5 દિવસ આટલા ડીગ્રીથી વધુ તાવ રહેતો હોય તો હોસ્પિટલમાં દાખલ થવું ખાસ જરૂરી, જાણો આ વિશે શું કહે છે એક્સપર્ટ

કોરોના વાયરસ મહામારી દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ગુજરાતમાં કોરોના હવે દિવસે ને દિવસે વધારે બેકાબુ
બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ કોરોના પોઝિટિવ કેસના આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા
ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી રહ્યા છે.

image source

અમદાવાદના સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલ સહિત સિવિલના કેમ્પસની હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં
કોરોનાના દર્દીઓને ઓક્સિજન બેડ મળતા નથી.

એવામાં વ્યક્તિને જ્યારે કોરોનાનાં લક્ષણો દેખાય ત્યારે વ્યક્તિએ શું કરવું અને કેવી પરિસ્થિતિ આવે તો તાત્કાલિક હોસ્પિટલમાં
દાખલ થવું જોઇએ એ અંગે કેટલાક એક્સપર્ટ સલાહ આપી છે. તો ચાલો જોઈએ લઈએ એ વિશે વધુ.

1. કોરોનાનાં શરૂઆતના લક્ષણ દેખાય ત્યારે શું કરવું?

image source

કોઈપણ વ્યક્તિને તાવ, શરદી, આંખો લાલ થવી જેવાં લક્ષણો દેખાય તો સૌ પહેલા વ્યક્તિએ પોતે જ આઇસોલેટ થઈ જવું જોઈએ
તેમજ ખાંસી અને તાવ આવે તો તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવીને ડોક્ટરની સલાહ લેવી જોઈએ

2. જો તમે હોમ આઇસોલેશનમાં હોવ શું કરવું?

image source

જો તમે ઘરે જ આઇસોલેટ થયા હોય તો સમયસર દવા લેવી, ફેફસાંની કસરત કરવી, બોડી ટેમ્પરેચર અને ઓક્સિજન લેવલની નોંધ
રાખવી. આ ઉપરાંત જો દવા લેવા છતાં તાવ ન ઘટે અને સીટી સ્કેનમાં સ્કોર વધે તો વાયરસ એક્ટિવ હોઈ શકે છે એટલે જેમ બને
એમ વધુ કાળજી લેવી.

3. કઈ પરિસ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી?

image source

જો તમારું ઓક્સિજન લેવલ 94 ટકાથી ઓછું હોય અને સાથે 5 દિવસ સુધી 100 ડીગ્રીથી વધુ તાવ આવતો હોય.એ સિવાય
શ્વાસ લેવામાં તકલીફ પડે કે પછી છાતીમાં દુખાવો, ડાયેરિયા-વોમિટિંગ હોય તો જ હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ.

4. ફેફસાંમાં સંક્રમણ થયું છે એની ખબર કેવી રીતે પડે?

image source

સૌપ્રથમ તમારા શરીરમાં ઓક્સિજનનું લેવલ અને પલ્સ રેટ ચેક કરવા, એ પછી 6 મિનિટ સુધી ચાલવું અને પછી તરત જ
ઓક્સિજન અને પલ્સ રેટ ફરી ચેક કરવા અને એ દરમિયાન જો એમાં 5 આંકડા જેટલો ઘટાડો થયો હોય તો ફેફસાંમાં ન્યુમોનિયા
હોવાની શક્યતા રહેલી છે.

5. ક્યારે કરાવવો જોઈએ સીટી સ્કેન ?

image source

કોરોનાના લક્ષણ દેખાય એ પછી 5થી 6 દિવસ પછી સીટી સ્કેન કરાવવો. ડાયાબિટીસના દર્દીઓ, હૃદય રોગના દર્દીઓ તેમજ 65
વર્ષથી વધુ વયના લોકોએ વિશેષ કાળજી લેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!