માતા માટે બેડ મેળવવા કરવો પડ્યો ભારે તકલીફનો સામનો, બિગ બોસ 14ની આ અભિનેત્રી રડતાં રડતાં કહેવા લાગી કે….

કોરોના વાયરસની બીજી લહેરને કારણે આખા દેશમાં ભારે ગભરાટ ફેલાયો છે. કોરોના દર્દીઓની વધતી સંખ્યા દરેક માટે ચિંતાજનક બની છે. હોસ્પિટલોમાં દર્દીઓની યોગ્ય સુવિધાઓ સાથે સારવાર આપવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ક્યાંક બેડની સમસ્યા જોવા મળી રહી છે તો વળી ક્યાંક ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. આ સમયે એક અભિનેત્રીને પણ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે જેના અંગે અહીં વાત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ બિગ બોસ 14ની એક સ્પર્ધક જાસ્મિને જણાવ્યું હતું કે તેને પણ તેની માતાને હોસ્પિટલમાં બેડ મેળવવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

image source

જાસ્મિનએ ટ્વીટ કરીને પોતાનો આ તકલીફ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે દેશની હાલની સ્થિતિ જોઇને તે ઘણી દુ.ખી છે. જસ્મિનએ ટ્વિટર પર લખ્યું છે કે હું ગુસ્સે છું અને ખૂબ જ દુ.ખી પણ છું. દરરોજ લોકોનાં મોત ઓક્સિજન અને બેડની શોધમાં રસ્તા પર જરહ્યા છે.

image source

મારી માતાને પણ બે દિવસ પહેલા આવી જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું કારણ કે અત્યારે બેડ શોધવો એ ખુબ અઘરું કામ બની ગયું છે. મારા વૃદ્ધ પિતા તેમના માટે તબીબી સુવિધા મેળવવા માટે દર દર ભટકતા હતા અને ત્યાં ઘણા લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા તે મે જોયું છે.

image source

જાસ્મિને વધારે એક ટ્વીટ આગળ કરતાં પૂછ્યું હતું કે લોકો તેમના નજીકના અને પ્રિય લોકો ગુમાવી રહ્યા છે. આના માટે આપને કોને દોષી ઠેરવીશું? શું આપણી સિસ્ટમ આ સમયે હારી ગઈ છે? જાસ્મિનની આ પોસ્ટ વાંચ્યા પછી લોકો તેના પર કૉમેન્ટ્સ કરી રહ્યાં છે અને તેમની માતાની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

image source

આ અગાઉ બિગ બોસ 14મા એક ખુલાસો જાસ્મિન ભસીને કર્યો હતો. જે વીડિયોમા રાહુલ દર અઠવાડિયે તેના પીઆરને 5 લાખ આપી રહ્યો છે જેથી ઘરની બહાર તેની જોરદાર પ્રમોશન કરવામાં આવે. તેમાં સોશિયલ મીડિયાના વલણો પણ શામેલ છે.

વીડિયોમાં જાસ્મિન ભસીન કહે છે કે તમે ઘણા પૈસા ચૂકવો છો જે મુજબ તમે કરી રહ્યા છો મને ખબર નથી. જાસ્મિનની પર્સનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે એલી ગોનીને ડેટિંગ કરી રહી છે તેવું સામે આવ્યું હતું.

આ મુદ્દે તે ઘણી ચર્ચામાં પણ રહેતી હોય છે. એલી સાથે તેણી ઘણીવાર મીડિયા દ્વારા પણ જોવા મળી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *