Site icon News Gujarat

લાખો માતા પિતા માટે ચિંતાના સમાચાર, 12 વર્ષના કિશોરને પોર્ન જોવાની લત લાગતાં 6 વર્ષની બાળકીને પીંખી નાંખી

5 દિવસ પહેલાંની જ વાત છે કે રાજકોટમાં 12 વર્ષના કિશોરોએ 13 વર્ષની કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યાની ઘટનાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાયકોલોજી ડિપાર્ટમેન્ટના વડા ડૉ. યોગેશ જોગસણે બાળમાનસ ઉપર એવા ક્યાં પરિબળો અસર કરે છે જેના કારણે બાળમાનસ આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળે છે તેના કારણો અને તારણો વર્ણવ્યા હતા ત્યારે હવે એનાથી પણ એક વિચિત્ર કેસ સામે આવ્યો છે અને હાહાકાર મચી ગયો છે. હવે જે વાત સામે આવી એમાં લાખો માતા-પિતા માટે મોટી ચિંતાનું કારણ બની શકે છે જેમનાં બાળકો ઓનલાઇન અભ્યાસ માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. એક અહેવાલ એવો પણ છે કે ભારતમાં 96% બાળકો એવાં ઘરોમાં રહેતાં હોય છે, જ્યાં મોબાઇલ ફોનનો ઉપયોગ થાય છે. એમાંથી 73% મોબાઇલ ફોન યુઝર બાળકો છે અને તેઓ દરરોજ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. તો આવો વિગતે વાત કરીએ..

image source

વાત કંઈક એમ છે કે રાયસિંહનગરમાં ચાર દિવસ પહેલાં એક ગામમાં 12 વર્ષના એક કિશોરે 6 વર્ષની પોતાની જ બહેન પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે કિશોરને કસ્ટડીમાં પણ લીધો હતો. ત્યારે હવે આ કેસમાં એવું બહાર આવ્યું છે કે કિશોર મોબાઈલ ફોનમાં અશ્લીલ વીડિયો જોતો હતો અને ઓનલાઇન અભ્યાસ કરતી વખતે તેને આ ટેવ પડી ગઈ હતી. પોર્ન વીડિયો જોયા પછી તેના મનમાં નેગેટિવિટી આવતી ગઈ હતી અને આટલી નાની ઉંમરમાં જ આ શરમજનક ઘટનાને તે અંજામ આપી ચૂક્યો. ત્યારે પોલીસે તેને દબોચી લીધો અને પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ આરોપી ધોરણ 6નો વિદ્યાર્થી છે.

image source

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે તે એક વર્ષથી શાળાએ જતો ન હતો અને ફક્ત તેના પિતાના મોબાઇલ ફોન પર જ અભ્યાસ કરતો હતો. મોબાઇલ પર અભ્યાસ કરતી વખતે એકવાર અશ્લીલ વીડિયોની એક લિંક આવી, જેને તેણે અજાણતાં ક્લિક કરી દીધી હતી. ત્યાર બાદથી તેને પોર્ન વીડિયો જોવાની ટેવ પડી ગઈ હતી અને નશાની માફક જોવા લાગ્યો હતો. હવેના બાળકો પણ એવા હોશિંયાર થઈ ગયા છે કે એપ્લિકેશન્સ દ્વારા- મોબાઇલ ફોનમાં જો બાળકો પોર્ન જોતાં હોય, તો પછી તેઓ હિસ્ટ્રીને કેવી રીતે ડિલિટ કરવી એ પણ જાણતાં હશે.

image source

ત્યારે એક આ વાત છે કે જે દરેક માતાપિતાને તેના બાળક પણ નજર રાખવામાં મદદ કરી શકે છે. આવા સમયે તેમને કેટલીક વિશેષ એપ્લિકેશનો મદદ કરી શકે છે. આ એપ્લિકેશનોનો ઉપયોગ ત્યાં સુધી ન કરવો કે જ્યાં સુધી તમને ખાતરી ન થાય કે તમારું બાળક કંઇક ખોટું જોઈ રહ્યું છે. Covenant Eyes, Kids Place – Parental Control, Abeona – Parental Control & Device Monitor જેવી એપ્સ છે જે તમારા આ કામને હળવું કરી શકે છે. આ સિવાય રપણ કૂકીઝ દ્વારા- ક્રોમ બ્રાઉઝર પર જઈને સેટિંગ્સ પર જાઓ. એમાં નીચે સ્ક્રોલ કરો અને Site Setting વિકલ્પ પર ટેપ કરો. અહીં જઈને (Cookies) વિકલ્પ ઓન કરી દો. આ પછી સર્ચ હિસ્ટ્રી ડિલિટ થયા પર પણ તમે જાણશો કે ફોનમાં કઈ કઈ સાઇટ્સ જોવામાં આવી છે. કૂકીઝ યુઝર દ્વારા મુલાકાત લીધેલી સાઇટ્સ, એક્ટિવિટી અને કોઈ વેબસાઇટ પર કાઢવામાં આવતા સમયની જાણકારી સાચવેલી રાખે છે. માટે તમે ત્યાંથી પણ આ રીતે બાળકો પર વોચ રાખી શકો છો.

image source

આ સાથે જ વાત કરવામાં આવે તો જો બાળકો ખોટા મિત્રો સાથે બેસતા હોય, કોઈ પણ એક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત ન કરતા હોય, લોટરિંગ, મોબાઈલ અને ઇન્ટરનેટ પર હંમેશા વળગી રહેતા હોય તો આ બધા લક્ષણો જોયા પછી, તે સમજવું જોઈએ કે બાળકની વર્તણૂક બદલાવાની શરૂઆત થઈ છે.\

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version