જાણો દવાની વચ્ચે આપવામાં આવતી આ લાઈનને શું કહેવાય છે અને શા માટે મુકવામાં આવે છે?

કોરોના કાળમાં આપણે સૌ દવાઓથી ઘણી સારી રીતે વાકેફ થઈ ગયા છીએ. તેમાં પણ જો ટેબ્લેટની વાત કરીએ તો ટેબ્લેટ બે પ્રકારની હોય છે. એક ટેબ્લેટ એવી હોય છે જેની બિલકુલ મધ્યમાં એક લાઈન હોય છે અને બીજી ટેબ્લેટ એવા પ્રકારની હોય છે જેમાં વચ્ચે લાઈન નથી હોતી. પરંતુ શું તમે ક્યારેય એ વિચાર્યું છે અમુક ટેબ્લેટમાં વચ્ચેની લાઈન કેમ હોય છે ? તેના વિશે આજના આ આર્ટિકલમાં જાણીશું.

ટેબ્લેટમાં બનેલી લાઈનનું નામ

image source

દવાઓના વિષયમાં કે ટેબ્લેટમાં શા માટે વચ્ચે લાઈન આવે છે તે જાણવા જ્યારે દિલ્હીના ફાર્મસિસ્ટ સપ્લીટર એકતા સિંહ સથે વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્યું કે ટેબ્લેટ વચ્ચે આવતી આ લાઈનને પીલ સપ્લીટર કે Debossed Line કહેવામાં આવે છે. આ લાઈન કોઈ ડિઝાઇન માટે નથી કરવામાં આવતી પરંતુ તેનો એક ખાસ ઉપયોગ હોય છે. આપણે જે દવાઓનો ઉપયોગ કરીએ છીએ તે MG માં હોય છે જેમ કે 500 MG, 200 MG, 1000 MG આ ડોઝનો ઉપયોગ ડોકટર દર્દીના રોગ અને તકલીફના આ આધારે કરે છે.

image source

આવી સ્થિતિમાં દવાનો ડોઝ વધારે હોય પરંતુ એ દવા કે ટેબ્લેટની શરીરને ઓછી જરૂર હોય ત્યારે આ પીલ સપ્લીટર કામ આવે છે. આ લાઈનની મદદથી દર્દી દવા કે ટેબ્લેટના ડોઝને અડધો કરી શકે છે. આ લાઈનને કારણે દવા સરળતાથી તૂટી જાય છે અને તેના કારણે દવાના ઇન્ફેક્શનમાં પણ કોઈ ફેર નથી પડતો.

અમુક ટેબ્લેટમાં આ લાઈન નથી હોતી એમ કેમ ?

image source

એકતા સિંહના જણાવ્યા મુજબ એવું જરૂરી નથી કે બધી ટેબ્લેટમાં પીલ સપ્લીટર એટલે કે વચ્ચેની લાઇન હોય. વિશેષ કોટિંગ વાળી ટેબ્લેટ તોડી શકાતી નથી. અમુક દવાઓ એવી પણ હોય છે જેને ફાર્મસીના આધારે તોડીને તેનો ડોઝ ઓછો નથી કરી શકાતો કારણ કે આમ કરવાથી દવાના ઈકવેશન પર અસર થઈ શકે છે. એટલા માટે આવી દવાઓમાં પીલ સપ્લીટર એટલે કે વચ્ચેની લાઇન નથી આપવામાં આવતી.

દવાના પેકેટ પર બનેલી લાલ લાઈનનો અર્થ

image source

આ આર્ટિકલમાં આપણે ટેબ્લેટની વચ્ચે આવતી લાઈનનો અર્થ શું છે અને તે શા માટે આવે છે તેના વિશે જાણ્યું. હવે એ પણ જાણી લઈએ કે ટેબ્લેટની સ્ટ્રીપ એટલે કે પેકેટ પર લાલ લાઈન આવે છે તે શા માટે હોય છે અને તેનો શું અર્થ છે. અસલમાં જે દવાના કે ટેબ્લેટના પેકેટ પાછળ આવી લાલ લાઈન હોય તો તેનો અર્થ એ થાય છે કે એ દવા ને તમારે ડોકટરની સલાહ પર જ લેવી જોઈએ અને તેનો એક કોર્સ હોય છે જેના વિશે ડોકટર જ તમને જણાવે છે.