Site icon News Gujarat

મધર્સ ડે સ્પેશ્યિલઃ 10 વાતોને ધ્યાનમાં રાખશે વહુ, તો નહીં થાય સાસુથી ઝઘડા

લગ્ન બાદ જો કોઇ ખાસ અને ચેલેન્જિંગ કામ હોય તો તે છે નવા ઘરમાં જવું અને ત્યાંના લોકોને સમજવા અને તેમના વ્યવહારમાં એડજેસ્ટ થવું. આ કામ સૌથી મુશ્કેલ હોઇ શકે છે. સાથે જ જો કોઇ ખાસ અને મુશ્કેલ સંબંધ હોય તો સાસુ- વહુના સંબંધમાં મીઠાશને ઓગાળવાનો. ધ્યાન રાખવું કે તમારા કોઇ કામથી તમારા સાસુને બોલવાનો અવસર ન મળે. કેટલું પણ ધ્યાન રાખો એક સમય તો એવો આવે જ છે કે તેને સંભાળવાનું મુશ્કેલ થઇ જાય છે. એવામાં તમે સાસુ-વહુના સંબંધોને સુધારવા ઇચ્છો છો તો આ 10 વાતોનું ધ્યાન રાખી શકો છો.

વાતનું સમાધાન શોધો

image source

દરેક સમયે કોઇ એક વાતને પકડીને બેસી રહેવાને બદલે તેનું સમાધાન શોધો અને તેને ઇગ્નોર કરીને તેને સુધારવાની કોશિશ કરો. નાની વાતને મુદ્દો બનાવવા કરતાં સારું છે કે તેને જવા દો. નાની વાત પણ પરિવારમાં મોટા લડાઇ ઝઘડાનું કારણ બની શકે છે.

જવાબદારીઓને વહેંચો

image source

ખાસ કરીને મહિલાઓના દિલમાં ડર રહે છે કે તેમના પુત્રની લાઇફમાં કોઇ અન્ય મહિલા જગ્યા ન લઇ લે. આ જ કારણ છે તે ખાસ કરીને ઘરોમાં સાસુ અને વહુ બંને એકબીજાથી ઇનસિક્યોર રહે છે. અહીં થતા ઝઘડાનું મુખ્ય કારણ પણ આ જ છે. તેનાથી બચવાને માટે આવશ્યક છે કે તમે તમારી જવાબદારીઓને વહેંચી લો. માની ફરજ છે કે વહુને પોતાનું કામ કરવાને માટે સ્વતંત્રતા આપે અને સાથે બંનેને સારું લાગે અને ઘરની ઇમેજ પણ સારી બની રહે તે રીતે કામ કરવામાં સમજદારી છે.

અન્ય ટિપ્સમાં પોતાની નજર અને વિચારને સારી રીતે રજૂ કરો, વધારે આશા ન રાખો અને તમારી પાસે વધારે આશા રાખવામાં આવે તેવું ન કરો, તમારી મર્યાદા નક્કી કરો અને સાથે પોતાના લગ્નજીવનને પણ અલગ રાખો, પોતાને થોડો સમય આપો અને કોઇ ફરિયાદ ન કરો.

પોતાનો મત રાખો

ગેરસમજથી બચવાની આ એક સૌથી સારી રીત છે. અહી તમે તમારા સાસુ સાથે ખુલીને વાત કરો અને સાથે પોતાની વાતને તેમની સામે રાખો, કોઇ વાત તમને પસંદ નથી આવતી તો તે તેને સારી રીતે સભ્યતા સાથે તેમને જણાવો. તમારી આ વાત કે આદત તમારા સાસુને પણ પસંદ પડશે અને સાથે તેઓ પણ તમારી પસંદ અને નાપસંદનો ખ્યાલ રાખશે.

વધારે આશા ન રાખો

image source

અનેક છોકરીઓ સાસુ અને વહુના સંબંધમાં મા- બેટીના સંબંધને શોધે છે. પણ જ્યારે તે સાસુની આશાઓને પૂરી કરી શકતી નથી ત્યારે તેમાં મતભેદ આવે છે. એવામાં યાદ રાખવું કે મતભેદને મનભેદમાં પરિવર્તિત ન થવા દેવા. દરેક સંબંધની પોતાની મર્યાદા હોય છે અને તેની અંદર જ તમારે દરેક સંબંધને નિભાવવાના હોય છે.

તેમની આશાઓને વધારો નહીં

સારા બનવાની લ્હાયમાં તમે તમારી આશાઓને વધારો છો. આ એક ખોટી વાત છે. તેનાથી લાંબાગાળે તમને નુકસાન થઇ શકે છે. તમારા માટે જેટલી આશા રાખવામાં આવી છે તેને સારી રીતે પૂરી કરવાની કોશિશ કરો. વધારે કરવાની લ્હાયમાં તમે થોડા દિવસ સફળ રહેશો અને સાથે તમને પણ થોડા દિવસ સારું લાગશે, ત્યારબાદ તમારા માટે મુશ્કેલીઓ શરૂ થઇ જાય છે.

પોતાની મર્યાદા નક્કી કરો

image source

પોતાના સારા અને ખરાબની સીમા નક્કી કરવાને માટેના અધિકારને તમારા પૂરતા જ રાખો. તેના માટે એક બાઉન્ડ્રી હોવી જોઇએ. તેને ન તો સાસુ કે ન તો અન્ય વહુને આપો. પહુને સાસની બાઇન્ડ્રીનો અહેસાસ જાતે જ થઇ જાય તે આવશ્યક છે. જો પતિ-પત્ની કશે ફરવા જઇ રહ્યા છે તો જરૂરી નથી કે હંમેશા સાસુ પણ તેમની સાથે જાય અથવા તો તેઓએ તેમને સાથે આવવા કહેવું જોઇએ.

બોલતી સમયે ધ્યાન રાખવું

ઘણીવાર એવું બને છે કે સાચું બોલવું મુશ્કેલ હોઇ શકે છે. તેનાથી અનેક મુસીબતો આવી શકે છે. તેના માટે કોઇપણ વાત કરતાં પહેલાં આસપાસનું વાતાવરણ કેવું છે તે ચકાસો અને પછી વાત કરો. જો કોઇ ખોટી વાત તમારા મોઢેથી નીકળી જશે તો તે ટેન્શનનું કારણ બની શકે છે, માટે હિંમતથી કામ લો.

પોતાના લગ્ન જીવનનું ધ્યાન રાખો

image source

દરેક માને પોતાના છોકરાઓની ચિંતા હોય છે અને સાથે જ તમારા લગ્ન જીવનમાં પણ ઝઘડા થતા નથી. સારું છે કે તમે આ મુદ્દાને તમારી સાસુથી દૂર રાખો. ઘણીવાર એવું બને છે કે ઝઘડાઓને ઉકેલવામાં તમે તેમની સામે તમારા પતિની દુશ્મન બની જાવ છો.

પોતે વાતચીત કરો

સામ સામે વાતચીત કરીને દરેક સમસ્યાને ઉકેલી શકાય છે. કોઇ સાંભળેલી વાતો પર વિશ્વાસ કરીને લડાઇ કરવા કરતાં સારું છે કે તમે આરામથી સાથે બેસીને વાતનું સમાધાન શોધો.

ફરિયાદ ન કરો

image source

ખાસ કરીને મહિલાઓ પોતાની સાસરીની ફરિયાદ કરતી રહે છે અને ખાસ કરીને પોતાના પતિને, આની ખોટી અસર પડે છે. તેના માટે તેમને થોડો સમય આપવો અને સાથે પોતાની સાસુને સમજવાની કોશિશ કરવી જોઇએ. થોડા દિવસોમાં તમારી દરેક ફરિયાદો જાતે જ દૂર થઇ શકે છે.

Exit mobile version