કરૂણતા તો જો, મુંબઈની લાઈફ લાઇન જ બની સુપર સ્પ્રેડર, ખીંચોખીંચ ભરેલા ડબ્બા જોઈને તમને ડર લાગશે

હાલમાં આખી દુનિયામાં કોરોનાનાં કેસોમાં ફરી વધારો નોંધાઈ રહ્યો છે. દેશનાં દરેક ખૂણેથી નવા કોરનાનાં કેસ આવ્યાં હોવાના સમાચાર મળી રહ્યાં છે. આ સાથે અમુક રાજ્યોમાં આવેલાં નવા કેસના આંકડા ખુબ જ ચોંકાવનારા છે. આ સમયે મહારાષ્ટ્ર દુનિયાભરમાં કોરોના હોટસ્પોટ બની ગયું છે જે વાત આપણે સૌ જાણી રહ્યા છીએ. કોરોના સંક્રમણના રિપોર્ટમાં જોવા મળતાં આંકડાઓ મુજબ દરરોજવ નવા નવા રેકોર્ડ તૂટી રહ્યા છે, પરંતુ મુંબઈમાં જિંદગી ઝડપી ગતિએ દોડી રહી છે તેવું લાગી રહ્યું છે.

image source

તો એક બીજી ચિંતા એ પણ છે કે વધેલા કેસોની સાથે મુંબઈની લોકલ ટ્રેનમા સફર કરનારા મુસાફરોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ સમયમાં પણ લોકલ ટ્રેનો માણસોથી ખીચોખીચ ભરેલી રહે છે. વધતાં સંક્રમણની સ્થિતિમાં પણ સ્ટેશનમાં લોકોનાં ટેમ્પરેચર માપવાની પણ કોઈ વ્યવસ્થા નથી. આ ટ્રેનો કોરોનાની સુપર સ્પ્રેડર બની ગઈ છે એવું કહેવું જરાય ખોટું નથી. મુંબઈની લાઈફ લાઇન કહેવાતી આ ટ્રેનમાં જ આજે લોકોની લાઇફ સુરક્ષિત નથી રહી એવો માહોલ બની ગયો છે.

image source

મળતી માહિતી મુજબ મુંબઈમાં લોકલ ટ્રેનો સુપર સ્પ્રેડર બની રહી છે કારણ કે સોશિયલ ડિસ્ટન્સનું જેવી મહત્વની બાબતોનું પણ કોઈ પાલન કરી રહ્યું નથી. ટ્રેનમાં સફર કરનાર એક મુસાફરે આ અંગે વિગતે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેનાં દાદર સ્ટેશન પહોંચતા જ રાબેતા મુજબ ભારે ભીડ જોવા મળી હતી. રેલ્વે સ્ટેશનના પ્રવેશદ્વાર પર થર્મલ સ્કેનિંગની વ્યવસ્થા પણ જોવા ન મળી હતી. આવામાં સોશિયલ ડિસ્ટન્સનું તો કોઈને યાદ પણ ન હોય તેવું લાગી રહ્યું હતું.

ટ્રેનમાં મુસાફરી કરવા પહોંચેલા લોકોના ચહેરા પર કોરોનાનો ડર થોડાં ઘણાં અંશે જોવા મળ્યો હતો. આ અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે તેમને કામ પર જવાની મજબૂરી હોવાનાં કારણે આ રીતે સફર કરવી પડી રહી છે. આ સાથે વાત કરીએ ટિકિટ કાઉન્ટરની તો ત્યાં લાંબી લાઇન જોવા મળી રહી હતી અને કોઈ સોશિયલ ડિસ્ટન્સ જાળવતું ન હતું. ત્યાં કોઈ રેલ્વે સ્ટાફ કે સુરક્ષા કર્મચારી પણ ન હતા કે જે લોકોને નિયમોનું પાલન કરાવે.

image source

સ્ટેશન પર એક વ્યક્તિ માસ્ક પહેર્યા વિના ફોન પર વાત કરી રહ્યો હતો. તેને જ્યારે કહેવામા આવ્યું કે પ્લીઝ માસ્ક પહેરો, પોતાને અને અન્ય લોકોને સંક્રમણ થતું રોકવાનો આ જ રસ્તો છે. માસ્ક ન પહેરવું તમારાં માટે ખૂબ જ જોખમી બને શકે છે.

જોવા જેવી વાત એ છે કે જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે સામેવાળો વ્યક્તિ ચિડાઈ ગયો અને જવાબ આપતાં કહ્યું કે તમે તમારું કામ કરો. જો કે તે માણસને જ્યારે કેટલાક બીજા લોકોએ પણ માસ્ક પહેરવાની વાત કહી ત્યારે તે વ્યક્તિએ મજબૂરીમાં માસ્ક પહેર્યું. આવામાં કોરોનાનાં કેસોમાં વધારો થવો શક્ય છે.

image source

જ્યારે રેલ્વે કર્મચારીને પૂછવામાં આવ્યું કે અહીં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કોઈ સિક્યોરિટી કે રેલ્વે પોલીસ નથી જે લોકોને આ માટે સૂચન કરી શકે અને કોરોનાનાં નિયમોનું પાલન કરાવી શકે. કેટલાક લોકો માસ્ક પણ પહેરેલા ન હતા, થર્મલ સ્કેનીંગ પણ થઈ રહ્યું નથી આ વાતો વિશે પૂછતાં કર્મચારીએ કહ્યું કે ગાર્ડ તો છે આ કામ માટે પણ હાલમાં તે ક્યાંક ગયો હશે.

ટિકિટ કાઉન્ટર પછીનાં વિસ્તારની વાત કરીએ તો ભીડમાં ધક્કા-મુક્કી વચ્ચે ટ્રેન તરફ બધાં લોકો દોટ મુકતા નજરે પડ્યાં હતાં. આ પછી અંદરના ડબ્બાઓનું દૃશ્ય તો તેનાથી પણ ભયાનક હતું. ત્યાં કોઈ સોશિયલ ડિસ્ટન્સ ન હતુ, આખો કોચ લોકોથી ખચાખચ રીતે ભરેલો હતો અને માત્ર એટલું જ નહીં લોકો દરવાજા પર પણ લટકી રહ્યા હતા. ડબ્બાની અંદર પગ મૂકવાની પણ કોઈ જગ્યા નહોતી. કોઈ સહેજ પણ હલી પણ શકે તેવી સ્થિતિમાં નહોતું.

image source

ટ્રેનમાં ભીડ જોઇને લાગતું હતું કે કોરોનાના હોટસ્પોટ બનેલા મહારાષ્ટ્રના લોકોમાં ભયનો માહોલ હવે કેટલો છે. દાદરથી મટૂંગા અને માહિમની વચ્ચે લોકો ચઢતા-ઉતરતા રહ્યા. જેટલા લોકો ઉતરતા હતા તેના કરતાં વધુ લોકો ચઢતા હતા. મોટાભાગનાએ માસ્ક પણ પહેર્યું હતુ. આ સાથે ઘણાં એવા લોકો પણ જોવા મળ્યાં હતાં જેમની પાસે માસ્ક તો હતું પરંતુ તેમણે માસ્કને નાકની નીચે ખાલી લટકાડી રાખ્યું હતું

image source

એક સાઇકોલોજીની સ્ટુડન્ટ સાક્ષી દેશમુખે કહ્યું કે- હાલમાં કોલેજ ઓનલાઇન છે, પરંતુ એસાઈમેન્ટ માટે જવું પડે છે. ઘરે બેઠા બેઠા પણ કંટાળી જવાય છે. કોરોનાનો ડર તો લાગી રહ્યો છે, પરંતુ કામ પણ નથી અટકાવી શકાતું. ટ્રેનની આખી સફર માહિમ, બાંદ્રા, ખાર, સાન્ટા ક્રુઝ, વિલે પાર્લે, અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલીથી બોરીવલી સુધીનો હતો. આ એક કલાકની યાત્રામાં લોકો સાથે વાતચીત દરમિયાન તમને સા સંક્રમણ અંગે ભય પણ જોવા મળ્યો હતો. ઓટો ડ્રાઇવર જયેશ પાટિલે કહ્યું કે કોરોનાનો ડર છે, પણ ઘર પણ ચલાવવાનું છે. શું ખબર કે આ બધું ક્યારે સમાપ્ત થશે? એક 60 વર્ષીય ઘરની સંભાળ રાખનાર અમોલ જણાવ્યું- પ્રભાદેવી મુંબઇમાં નોકરી કરું છે અને દહિસરમાં રહું છે. હું લોકલ ટ્રેનમાં ઘરે જઇ રહ્યો છું. કોરોનાનો ડર તો છે, પરંતુ ઘર ચલાવવા માટે કામ તો કરવું જ પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *