ગુજરાતમાં કોરોના કેસમાં થઇ રહ્યો ધડાધડ વધારો, 581 નવા કેસ, આ શહેરમાં જતા પહેલા સાવધાન, નહિં તો..

દેશમાં વેક્સિનેશનના મહાઅભિયાન વચ્ચે કોરોના સંક્રમણ પણ વધી રહ્યું છે. ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાએ માથું ઉચક્યું છે. મહાનગરો અને અન્ય જિલ્લાઓમાં પોઝિટિવ કેસોની સંખ્યમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોના આંકડામાં આજે પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો. કોરોનાની રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું
છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 581 કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વિગત પ્રમાણે, 24 કલાકમાં 453 દર્દીઓ સાજા થયાં છે. આજે કોરોનાથી અમદાવાદ તથા વડોદરામાં કોરોનાને કારણે 1-1 વ્યક્તિનં મોત થયું હોવાનું સામે આવ્યું છે. તો હાલ 43 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જો કે, વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે.

image source

અત્યાર સુધીમાં કુલ 4418 દર્દીના કોરોનાથી થયા મોત

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,66,766 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 4418 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 3338 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ વધીને ઘટીને 97.17 ટકા થયો છે.

સુરતમાં સ્થિતિ ચિંતાજનક

ડાયમંડ નગરી ગણાતા સુરતમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં સુરત શહેરમાં 127 કેસ, ગ્રામ્યમાં 20 કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે. મહાનગરોમાં કેસ ઘટ્યા પરંતુ, જિલ્લાઓમાં કેસ વધ્યા!

image source

કોરોનાની શરૂઆતથી જ અમદાવાદમાં સંક્રમણ સૌથી વધુ કોરોના ફેલાયો છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. જોકે વડોદરા સિવાયના મહાનગરોમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ અન્ય જિલ્લાઓમાં કોરોનાના કેસ વધ્યા છે. અમદાવાદ શહેરમાં 123 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 127 કેસ, ગ્રામ્યમાં 20, વડોદરા શહેરમાં 81 કેસ, જ્યારે ગ્રામ્યમાં 12, રાજકોટ શહેરમાં 48 કેસ અને ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે.

16,53,705​ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

image source

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 16,53,705 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 3,85,709 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતા જ શહેરોમાં કોરોનાના કેસ વધ્યા

image source

ગુજરાતમાં 6 મહાનગરપાલિકા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરની 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી પહેલા જ કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો હતો. જોકે નેતાઓની સભામાં અને પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો, ભીડ ભેગી કરી અને હવે શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.

કોરોનાની નવી પેટર્નને લઈ ડૉ.વસંત પટેલે વ્યક્ત કરી ચિંતા

image source

ડૉ.વસંત પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કેસ વધી શકે છે. આફ્રિકા-બ્રાઝિલનો નવો સ્ટ્રેન ખતરનાક છે. ચૂંટણીના પર્વ દરમિયાન લોકોને ડૉ.વસંતે અપીલ કરી છે. ચૂંટણીમાં કાર્યકર્તાઓએ નિયમોનો ભંગ કરતા દેખાયા છે. લોકો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તેવી અપીલ કરી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!