પેલેસ્ટાઈનના આ બન્ને જોડિયા ભાઈઓએ જુના પ્લેનનો કર્યો આવો જોરદાર જુગાડ, અને બનાવી લાજવાબ રેસ્ટોરન્ટ, જોઇ લો તસવીરોમાં ખાસ

પેલેસ્ટાઈનના બે જોડિયા ભાઈઓએ એક જુના પ્લેનને એક લાજવાબ અને હાઇફાઈ રેસ્ટોરન્ટમાં બદલી નાખ્યું છે. આ રેસ્ટોરન્ટનું નામ ‘The Palestinian-Jordanian Airline Restaurant’ છે અને તે પેલેસ્ટાઈનના વેસ્ટ બેંક વિસ્તારમાં આવેલી છે. આ અનોખા રેસ્ટોરન્ટ વિશે જરા વિસ્તૃત જાણીએ.

image source

ડેલી ટાઈમ્સ પાકિસ્તાન ના અહેવાલ મુજબ પેલેસ્ટાઈનના વેસ્ટ બેંક વિસ્તારમાં રહેતા અતા અને ખમીસ અલ સૈરાફી જોડિયા ભાઈઓ છે. બન્ને ની ઉંમર 60 વર્ષથી વધુ છે. આ બન્ને ભાઈઓ પહેલા સ્ક્રેપ ડીલરશિપનું કામ કરતા હતા. વર્ષ 1999 માં તેઓએ સાંભળ્યું કે ઉત્તરી ઇઝરાયલમાં એક જૂનું બોઇંગ વિમાન વેંચવા માટે કાઢવામાં આવ્યું છે અને તે વિમાન હવે ફ્લાઇટ માટે નથી ઉડાવવામાં આવતું.

વિમાન ખરીદવા માટે ખર્ચ કર્યા હતા 1 કરોડ રૂપિયા

image source

બન્ને ભાઈઓએ અંગત ચર્ચા કરીને વિમાન ખરીદવાનો નિર્ણય કર્યો. તેઓએ આ વિમાનને એક સ્થાને ગોઠવી તેની અંદર રેસ્ટોરન્ટ બનાવવાનો પ્લાન કર્યો જેમાં ગ્રાહકોને લકઝરી સુવિધાઓ આપવાની સાથે સાથે સ્વાદિષ્ટ ભોજન પણ પીરસવામાં આવે.

image source

તેઓએ ઉપરોક્ત વિમાનના માલિક સાથે વાત કરી અને અંદાજે 75 લાખ ખર્ચીને વિમાન ખરીદી લીધું. એ ઉપરાંત તેઓને ઉત્તરી ઇઝરાયલથી પોતાને ત્યાં વિમાન લાવવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ અંદાજે 20 લાખ રૂપિયા જેવો થયો.

પ્લેનમાં રેસ્ટોરન્ટ શરૂ કરવાનું સ્વપ્ન

image source

અતા અલ સૈરાફી જણાવે છે કે તેનો ઈરાદો વર્ષ 2000 માં જ રેસ્ટોરન્ટ શરૂ કરવાનો હતો. જોગાનુજોગ આ દરમિયાન જ સ્પ્રિંગ મુવમેન્ટ શરૂ થઈ અને તેને પોતાનું સ્વપ્ન આટોપી લેવું પડ્યું. ત્યારબાદ સમયાંતરે ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંબંધો વણસતા ગયા અને તેના લીધે તેઓ પોતાનો પ્રોજેકટ આગળ ન ધપાવી શક્યા. કેટલાય વર્ષો સુધી રાહ જોયા બાદ બન્ને ભાઈઓએ વર્ષ 2018 માં આ પ્રોજેકટ પર ફરીથી કામ શરૂ કર્યું અને હવે આ રેસ્ટોરન્ટ બની ગયું છે અને ઓપનિંગ માટે તૈયાર છે.

પ્લેનને મૂળથી કરવામાં આવ્યું ડેકોરેટ

image source

ખમીસ અલ સૈરાફી કહે છે કે પ્લેનમાં બધી સીટો કાઢી તેને ફરીથી કલર કરવામાં આવ્યો. આ સાથે જ બારીઓના કાચ અને પડદા પણ બદલવામાં આવ્યા. વિમાનમાં સીટની જગ્યાએ હવે ટેબલ અને ખુરશી રાખવામાં આવ્યા છે. પ્લેનના એક ભાગમાં રસોડું બનાવવામાં આવ્યું છે જ્યાં દેશ વિદેશના અલગ અલગ વ્યંજનો તૈયાર કરવામાં આવશે. લોકો અહીં એડવાન્સમાં પણ બુકીંગ કરાવી શકશે અને ઓન ધ સ્પોટ આવીને પણ ભોજન કરી શકશે.

પ્લેનની કોકપીટ બનાવવામાં આવી સ્પેશિયલ કેબીન

image source

ખમીસ અલ સૈરાફી ના જણાવ્યા મુજબ પ્લેનની કોકપીટને સ્પેશ્યલ કેબિનના રૂપે બદલવામાં આવી છે. જો કે આ કેબિનમાં ભોજન કરવા માટે એક્સ્ટ્રા પૈસા ચૂકવવા પડશે. બન્ને ભાઈઓએ પોતાની આ રેસ્ટોરન્ટનું નામ ‘The Palestinian-Jordanian Airline Restaurant’ રાખ્યું છે.