Site icon News Gujarat

એન્ટિલિયા કેસમાં નવો વળાંક, મનસુખની પત્નીએ પોલીસ અધિકારી પર નાંખ્યો મસમોટો આરોપ, સાંભળીને હચમચી જશો

હાલમાં એક કેસ વિશે ભારે ચર્ચા કરવામાં આવી રહી છે અને આ કેસ એટલે કે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર મળેલી સ્કોર્પિયો કાર. કારના મળ્યા પછી અલગ અલગ ઘટનાઓ બની અને મોત પણ થયાં. ત્યારે હવે આ કેસમાં ફરી એકવાર નવો વળાંક સામે આવ્યો છે. કે જે સૌથી ચોંકાવનારો છે. કારણ કે મળેલી કારના માલિક મનસુખ હિરેનના મોતના મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હવે ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા હતાં. મનસુખના મોતને કાવતરું ગણાવીને પૂર્વ મુખ્યમંત્રીએ તેમની પત્ની વિમલા હિરેનની ફરિયાદની કોપી વિધાનસભામાં વાંચી અને સૌ કોઈ જોતું રહી ગયું હતું. આ કોપીના આધારે તેઓએ જણાવ્યું હતું કે ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના હેડ સચિન વઝેએ મનસુખની કારનો ચાર મહિના પહેલાં જ ઉપયોગ કર્યો હતો. તેઓ મનસુખને ઘણીવાર મળ્યા પણ હતાં.

image source

આગળની વાત કરતાં તેઓએ કહ્યું કે-વઝેએ કાવતરું ઘડીને મનસુખની હત્યા કરી છે. આ સાથે જ ફડણવીસે સચિનની ધરપકડ કરવાની પણ માગણી કરી હતી. ફડણવીસના નિવેદન પછી ગૃહમાં હોબાળો થઈ ગયો હતો અને માહોલ ગરમાયો હતો. ઉલ્લેખનીય છે કે મનસુખ હિરેનનો મૃતદેહ 6 માર્ચે થાણેની ખાડીમાંથી શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો. તેની પરિસ્થિતિની વાત કરીએ તો તેના મોઢા ઉપર 5 રુમાલ બાંધેલા હતા. પરિવારે પણ આત્મહત્યાની થિયરી નકારી દીધી છે અને એને હત્યા ગણીને તપાસ કરવાની ભારે માગણી કરી છે.

image source

આ સાથે જ જો વાત કરવામાં આવે તો વિપક્ષી પાર્ટી ભાજપે કેસની તપાસ NIA પાસે કરાવવાની માગણી કરી છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ કેસની તપાસ મહારાષ્ટ્ર એટીએસને સોંપી છે. વિમલા હિરેને આ કેસ વિશે કહ્યું હતું કે તેમના પતિનું મર્ડર સચિન વઝેએ જ કર્યું છે. તેમજ આગળ વાત કરીએ તો મનસુખની પત્નીએ એવો પણ સવાલ ઊભો કર્યો છે તે રાત્રે ઘરથી 40 કિમી દૂર કેમ ગયા હતા. ફડણવીસે ગૃહમાં એવું પણ કહ્યું હતું કે વર્ષ 2017માં ખંડણી કેસમાં પણ સચિન વઝે અને શિવસેનાનેતા ધનંજય ગાવડે આરોપી હતા. મનસુખનું લાસ્ટ મોબાઈલ લોકેશન ગાવડેની ઓફિસ પાસે જ મળ્યું છે. મનસુખની પત્નીએ કહ્યું હતું કે સચિન વઝે ઈચ્છતા હતા કે મનસુખ સ્કોર્પિયો કેસમાં આરોપી બની જાય. પછી તેને જામીન અપાવી દેશે.

image source

સચિન હજુ બહાર ફરી રહ્યો છે તેથી દેવેન્દ્ર ફડણવીસે સવાલ ઊભો કર્યો છે કે હજી પણ સચિન વઝેની ધરપકડ કરવામાં કેમ નથી આવી? તેમની વિરુદ્ધ ઘણા પુરાવા હતા. કલમ 201 અંતર્ગત તેમની ધરપકડ કરવી જોઈએ પણ હજુ નથી થઈ. જો આ કોપી વિશે વાત કરીએ તો ફડણવીસે વિધાનસભામાં હિરેનની પત્નીની ફરિયાદ કોપી વાંચતાં કહ્યું હતું કે 26 ફેબ્રુઆરી 2021ના રોજ મારા પતિ પૂછપરછ માટે સચિન વઝે સાથે ક્રાઈમ બ્રાન્ચ ગયા હતા. ત્યારે તે ઘરે પરત રાત્રે 10.30 વાગે આવ્યા. તેઓ આખો દિવસ સચિન વઝેની સાથે જ રહ્યા હતા. 27 ફેબ્રુઆરીએ મારા પતિ ફરી એકવાર ક્રાઈમ બ્રાન્ચ ઓફિસે ગયા અને રાત્રે 10.30 વાગે પરત આવ્યા.

image source

આગળ વાત કરતાં પત્નીએ લખ્યું કે, ત્યાર પછી 28 ફેબ્રુઆરીએ ફરી તેઓ સચિન વઝે સાથે ગયા અને પોતાનું નિવેદન લખાવ્યું હતું. ઘરે આવીને તેમણે નિવેદનની કોપી પણ બતાવી કે જેમાં સચિન વઝેની સાઈન હતી. એનો એર્થ એવો થયો કે બીજા કોઈએ પૂછપરછ નથી કરી. તેઓ ત્રણ દિવસ સળંગ સચિન વઝેની સાથે જ હતા. 2 માર્ચે ઘરે આવ્યા પછી તેના પતિ સચિન વઝેની સાથે જ થાણેના ઘરેથી મુંબઈ ગયા હતા અને તેમના કહેવાથી જ વકીલ ગિરિના માધ્યમથી તેમણે પોલીસ અને મીડિયા દ્વારા વાંરવાર પૂછપરછ થતી હોવાની ફરિયાદ કરી હતી. સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખીને મને શંકા છે કે મારા પતિની હત્યા સચિન વઝેએ જ કરી છે.

image source

આ સિવાય જો કેસ વિશે વાત કરીએ તો એક તરફ સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે મહારાષ્ટ્ર ATSની ટીમે સચિન વઝેનું નિવેદન પણ મોડી રાતે દાખલ કર્યું હતું. અંબાણીના ઘરની પાસે 6 ફેબ્રુઆરીએ એક સ્કોર્પિયો ગાડી જપ્ત કરાઈ હતી, જેમાં 20 જિલેટીનની સ્ટિક્સ હતી. ત્યાર પછી 5મી માર્ચના રોજ આ ગાડીના માલિક મનસુખનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના મોં પર 5 રૂમાલ બાંધવામાં આવ્યા હતા. ત્યારે હવે આ કિસ્સામાં આવા સવાલો પછી કંઈક નવું સમાધાન મળશે એવો સવાલ થઈ રહ્યો છે.

Exit mobile version